ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે કાર્ય કરતી સંસ્થાના મતે હાલમાં કોરોનાવાઇરસની મહામારીના સમયમાં મહિલાઓ દ્વારા મદદ માટે કરવામાં આવતા સંપર્કમાં ઘટાડો થયો છે.
હાલના સમયમાં જ્યારે કોરોનાવાઇરસના પ્રતિબંધો અમલમાં છે ત્યારે હિંસા આચરનાર વ્યક્તિ સતત ઘરે જ રહે છે અને ભોગ બનનાર મહિલા મદદ માટે સંપર્ક કરી શકતી નથી. તેમ ઘરેલું હિંસા અંગે કાર્ય કરતી સંસ્થાનું માનવું છે.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઘરેલું હિંસા કે અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ બહાર પણ જઇ શકતી નથી. તથા, તેઓ મદદ માટે મિત્ર, પરિવારજનનો સંપર્ક પણ કરી શકતી નથી. જે તેમની મુશ્કેલીમાં વધારો કરે છે.
ના સીઇઓ એનાબેલ ડેનિયલના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોમાં સંસ્થા કેવા પ્રકારની મદદ આપી શકે છે તેવી પૂછપરછ કરતા ફોનની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ, ખરેખર તેમના આશ્રયસ્થાનનો સહારો લેનારી મહિલાઓની સંખ્યા વધી નથી.
સરકાર દ્વારા પેકેજની જાહેરાત
વડાપ્રધાન સ્કોટ મોરિસને તાજેતરમાં મહિલાઓ અને બાળકો પર થતી હિંસા રોકવા માટે અગાઉથી જ અમલમાં મૂકેલી યોજનાઓમાં વધારાના 150 મિલિયન ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી.
આ ફંડ હિંસાનો સામનો કરી રહેલા પરિવારો સાથે પરામર્શ (કાઉન્સિલીંગ), 1800-RESPECT હોટલાઇન, મેન્સલાઇન ઓસ્ટ્રેલિયા જેવી સર્વિસ માટે ઉપયોગમાં લેવાશે.
પારિવારીક બાબતો અને ઘરેલું હિંસા માટે કાર્ય કરતી સંસ્થાઓને જરૂરીયાત ધરાવતી શ્રેણી સ્થાન આપવામાં આવ્યું છે અને તેથી જ તે કોરોનાવાઇરસના પ્રતિબંધો દરમિયાન પણ પોતાની સર્વિસ આપી રહી છે.
વિક્ટોરિયા પોલિસના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020ના શરૂઆતના મહિનાઓમાં ઘરેલું હિંસાના કેસોની સંખ્યાં તેમણે કોઇ વધારો નોંધ્યો નથી.
જો તમે કે તમારી આસપાસ કોઇ વ્યક્તિ ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય તો, 1800RESPECT નો 1800 737 732 અથવા 1800RESPECT.org.au ની મુલાકાત લો. ઇમરજન્સી હોય તો (000) પર સંપર્ક કરો.
બહુસાંસ્કૃતિક સમાજમાંથી આવતી મહિલાઓ જો ઘરેલું હિંસાનો સામનો કરતી હોય તો તેમણે (Multicultural Centre Against Family Violence) નો 1800755988 પર સંપર્ક કરવો.