મેલ્બર્ન સ્થિત ધર્મેશ પટેલને બસ ડ્રાઇવિંગની નોકરી દરમિયાન વજન વધવાની ચિંતાના કારણે તેમણે સામાન્ય કસરત કરવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ રનિંગ શરૂ કર્યું.
ધર્મેશ પટેલના જણાવ્યા પ્રમાણે, રનિંગ કરવાનો તેમને શોખ જાગ્યો અને ત્યાર બાદ લાંબા અંતરની રેસમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
12 ફૂલ મેરાથોન પૂરી કરી
ધર્મેશભાઇએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સહિત ભારત, અમેરિકા અને જર્મની જેવા દેશોમાં મેરાથોન રેસમાં ભાગ લીધો છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા, અમેરિકાના શિકાગો અને જર્મનીના બર્લિનમાં ફૂલ મેરાથોન રેસમાં તેઓ દોડ્યા હતા.
Image
અઠવાડિયાના 35 કિલોમીટરનું રનિંગ
ધર્મેશભાઇના જણાવ્યા પ્રમાણે, તેઓ અઠવાડિયામાં લગભગ 35 કિલોમીટર જેટલું રનિંગ કરે છે અને રેસના અમુક દિવસો પહેલા રનિંગના અંતરમાં ફેરફાર કરે છે. વીકેન્ડ દરમિયાન તેઓ જ્યાં પણ જવાનું હોય ત્યાં રનિંગ કરીને પહોંચે છે.
આગામી લક્ષ્યાંક
ધર્મેશભાઇનો આગામી લક્ષ્યાંક ન્યૂયોર્ક મેરાથોન છે. તે માટે તેઓ ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરાથોનમાં ભાગ લેશે. મેલ્બર્નમાં દોડીને તેઓ ન્યૂયોર્ક મેરાથોન માટેનો ક્વોલિફાઇંગ રાઉન્ડ પાસ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.