1. પ્રથમ કાફલો 26મી જાન્યુઆરીએ નહોતો પહોંચ્યો
ઇંગ્લેન્ડથી દૂર અન્ય દેશમાં સ્થાયી થવા માટેનો કાફલો ખરેખર 26મી જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયાની ધરતી પર નહોતો પહોંચ્યો, તે વાસ્તવમાં 18થી 20મી જાન્યુઆરી 1788 વચ્ચે બોટની બે ખાતે ઊતર્યો હતો.
જોકે, તેમણે 25મી જાન્યુઆરીએ વધુ યોગ્ય સ્થાને પોતાની કોલોની સ્થાપવા અંગે નક્કી કર્યું અને 26મી જાન્યુઆરીએ સિડની કોવ ખાતે ઊતરાણ કર્યું હતું. તે દિવસે સર આર્થર ફિલીપ અને તેમના સાથીદારોએ તે ધરતીને કિંગ જ્યોર્જ 3નું નામ આપ્યું હતું.
2. એબઓરિજીનલ અને અપરાધી વચ્ચેના પ્રથમ કાયદેસર લગ્ન 26મી જાન્યુઆરી 1824ના રોજ થયા હતા
રોબર્ટ અને મારિયા લોકના લગ્ન પેરામેટામાં થયા હતા. તે દિવસે 26મી જાન્યુઆરી હતી તે એક સંયોગ હતો, તેને ઓસ્ટ્રેલિયા ડે સાથે કોઇ સંબંધ નથી. જોકે, મારિયા એબઓરિજીનલ ઇતિહાસ અને ઓસ્ટ્રેલિયાનું જાણિતું નામ હોવાથી તેને ઓસ્ટ્રેલિયા ડે સાથે જોડવામાં આવે છે.મારિયાના 1822માં ડિકી નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા પરંતુ ડિકીનું માંદગી બાદ અવસાન થયું હતું. તેના બે વર્ષ બાદ તેણે ઇંગ્લેન્ડના અપરાધી સુથાર રોબર્ટ લોક સાથે લગ્ન કર્યા હતા. મારિયાને રોબર્ટની સાર-સંભાળ રાખવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા. આ સૌ પ્રથમ એબઓરિજીનલ – બ્રિટીશ લગ્ન હતા.
Source: wikimedia commons
3. 1888માં યોજાયેલા શતાબ્દી મહોત્સવમાં હેનરી પાર્ક્સે શું કહ્યું હતું
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના તે સમયના પ્રીમિયર પાર્ક્સે બ્રિટીશ જહાજના ઓસ્ટ્રેલિયા ખાતે ઊતરાણ થયાના 100 વર્ષની શતાબ્દી નિમિત્તે મહોત્સવનું આયોજન કર્યું હતું. તે સમયે તેમને એબઓરિજીનલ લોકો માટેના આયોજન અંગે પૂછવામાં આવતા તેમણે પ્રત્યુત્તર આપ્યો હતો કે, અમે તેમને લૂંટ્યા હતા? એક કઠોર પરંતુ સાચ્ચો પ્રત્યત્તર હતો. અને, હાલમાં જ મોટાભાગના વર્તમાન રાજકારણીઓ આ ઘટના યાદ કરતા નથી.
તે ઉજવણીમાંથી એબઓરિજીનલ લોકોને બાકાત કરવામાં આવ્યા હતા.
Statue of Henry Parkes in Centennial Park, Sydney. (Centennial Parklands) Source: Centennial Parklands
4. વર્ષ 1938માં ઓસ્ટ્રેલિયા ડે દરમિયાન વિરોધ પ્રદર્શન અને શોક વ્યક્ત કરાયો હતો
26મી જાન્યુઆરી 1938ના રોજ “વ્હાઇટમેન” ઓસ્ટ્રેલિયા આવ્યા તેના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન એબઓરિજીનલ લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેમની સાથે થયેલા વ્યવહારની નિંદા કરી હતી. તે દિવસે તેમણે એબઓરિજીનલ લોકોને શિક્ષણ, આરોગ્યની સુવિધા સાથે સન્માન તથા સિટીઝનશિપની લાયકાત મળે તેવી માંગણી કરી હતી.1988માં “આક્રમણ દિવસ” પ્રચલિત થયો હતો પરંતુ તે અગાઉ આ શબ્દનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે કોઇ માહિતી નથી. તેવી જ રીતે પ્રથમ “સર્વાઇવલ ડે” 1992માં યોજવામાં આવ્યો હતો. તે અગાઉ ક્યારે યોજાયો હતો તેની માહિતી ઉપલબ્ધ નથી.
'Day of Mourning'. Source: Australian Institute of Aboriginal and Torres Strait Islander Studies (AIATSIS)
5. કાફલો ઓસ્ટ્રેલિયા આવ્યો તેના 150 વર્ષની ઉજવણીમાં એબઓરિજીનલ લોકોને ભાગ લેવા મજબૂર કરાયા
ઇંગ્લેન્ડથી પ્રથમ કાફલો ઓસ્ટ્રેલિયા ઉતર્યો તેના વર્ષ 1938માં 150 વર્ષ પૂરા થયા હતા. જેમાં સમગ્ર ઘટનાનું પુનરાગમન કરવામાં આવ્યું હતું.જોકે, નેશનલ મ્યુઝીયમ ઓફ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, એબઓરિજીનલ લોકોએ આ ઉજવણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો, એટલે તેમને રેડફર્ન પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ઉજવણીમાં ભાગ લેવા મજબૂર કરાયા હતા.
Source: Mitchell Library, State Library of NSW
6. વર્ષ 1972ની 26મી જાન્યુઆરીએ ધ એબઓરિજીનલ ટેન્ટ એમ્બેસીની સ્થાપના
26મી જાન્યુઆરી 1972ના રોજ ચાર ઇન્ડિજીનીસ લોકો (માઇકલ એન્ડરસન, બિલી ક્રેગી, બર્ટ વિલિયમ્સ અને ટોની કૂરી)એ કેનબેરા ખાતેના પાર્લામેન્ટ હાઉસની બહાર છત્રી ખોલી તંબુ બાંધીને સરકાર સામે એમ્બેસીની માંગણી કરી હતી.ગેરી ફૂલેના જણાવ્યા પ્રમાણે, એબઓરિજીનલ લોકો પોતાની ધરતી પર જ એલિયન્સ (પરગ્રહવાસી) થઇ ગયા છે તેથી તેમને પણ એમ્બેસીની મંજરી આપો.
Aboriginal Tent Embassy, 26 January, 1972 (State Library of NSW) Source: State Library of NSW
7. વર્ષ 1988ની 26મી જાન્યુઆરીએ સિડનીમાં 40 હજાર લોકોએ રેલીનું આયોજન કર્યું હતું
26મી જાન્યુઆરી વર્ષ 1988ના રોજ એબઓરિજીનલ લોકોએ તથા નોન-એબઓરિજીનલ પણ તેમના સમર્થકોએ રેડફર્ન પાર્કથી હાઇડ પાર્ક સુધી તથા સિડની હાર્બર સુધી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બ્રિટીશ આક્રમણના 200 વર્ષનો વિરોધ કર્યો હતો.
Source: Wordpress
8. વર્ષ 1988માં ગાયક આર્ચી રોચના – “કીપ યોર હેન્ડઆઉટ્સ, ગીવ અસ બેક અવર લેન્ડ” થી વિવાદ
વર્ષ 1988માં ગાયક આર્ચી રોચે ગીતની રચના કરી હતી. જેમાં તેમણે “કીપ યોર હેન્ડઆઉટ્સ ગીવ અસ બેક અવર લેન્ડ” શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
9. વર્ષ 1994 સુધી ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે જાહેર રજા અપાતી નહોતી
ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણી ભલે વર્ષ 1900ની આસપાસથી થતી હોય પરંતુ તેની જાહેર રજા વર્ષ 1994થી જ આપવામાં આવે છે.
10. 26મી જાન્યુઆરીએ - હોટેસ્ટ 100નું બ્રોડકાસ્ટ બંધ
કેટલાક વર્ષો સુધી ઓસ્ટ્રેલિયા ડેના રોજ મ્યુઝીક કાર્યક્રમનું આયોજન કરતા પ્રખ્યાત યુથ રેડિયો સ્ટેશને વિવાદાસ્પદ દિવસે તેમના કાર્યક્રમને નહીં યોજવાનું નક્કી કર્યું હતું.તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધ હોટેસ્ટ 100 ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણી માટે સ્થાપવામાં આવ્યો નથી. જોકે, બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેના સમર્થકોએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનું પ્રસારણ નહીં થાય તો ઓસ્ટ્રેલિયા ડેની ઉજવણીમાં મજા આવશે નહીં.અને અંતમાં, તમને ખબર છે વર્ષ 2013માં યોજાયેલા ઓસ્ટ્રેલિયા ડેના રોજ સિડનીના હાર્બર બ્રિજ પર સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ધ્વજ અને એબઓરિજીનલ ધ્વજને એકસાથે ફરકાવવામાં આવ્યો હતો.
Triple J poster, 1989 (Australian Broadcasting Corporation) Source: ABC Australia
The Australian and the Aboriginal flag fly together on the Sydney Harbour Bridge for the first time ever on Australia Day, 2013. Source: AAP