તમારા પરિવારને ઇન્ટરનેટ પર સુરક્ષિત રાખવાના 10 ઉપાયો

વર્તમાન સમયમાં ઇન્ટરનેટ આપણા જીવનો એક મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ, મોટાભાગના લોકો ઇન્ટરનેટ પર રહેલા દૂષણોથી અજાણ છે, ઇન્ટરનેટ પર નાણાકિય છેતરપીંડી જ નથી થતી પરંતુ બાળકોની સુરક્ષા પર પણ જોખમ રહેલું છે.

Online safety

Cov kev nyab xeeb thaum koj mus siv internet Source: Getty Images

ઇન્ટરનેટના માધ્યમથી દુનિયા સરળતાથી જોડાઇ શકી છે. ઇન્ટરનેટના ઉપયોગથી લોકો ઘરે બેઠાં જ મનોરંજન, માહિતીની આપ-લે, શિક્ષણ અને ખરીદી જેવી સર્વિસનો આસાનીથી ઉપયોગ કરી શકે છે.
Online safety
Siv lub CyberParent app los pov puag kom koj tej me nyuam tau txais kev nyab xeeb thaum siv online Source: Getty Images

ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખો

હાલમાં મોટાભાગની સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેથી બાળકોમાં ઇન્ટરનેટના વપરાશનું પ્રમાણ વધ્યું છે. એટલે જ માતા-પિતાએ ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતા સાઇબર બુલિંગ, સતામણી અને ઉગ્રવાદી જૂથોની પ્રવૃત્તિથી પોતાના બાળકને દૂર રાખવા અંગે ગંભીરતાથી વિચારવું જોઇએ.

ઓસ્ટ્રેલિયાના મલ્ટીકલ્ચરલ ફાઉન્ડેશને ઘરમાં સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો વપરાશ કરી શકાય તે માટે એક એપ્લિકેશન શરૂ કરી છે. એપ્લિકેશન અરેબિક, સોમાલી, ચાઇનીસ, હિન્દી, ટર્કીશ અને વિયેતનામીસ ભાષા સહિત 17 ભાષામાં ઉપલબ્ધ છે.

સંસ્થાના એક્સિક્યુટીવ ડિરેક્ટર હેસ ડેલ્લાલ જણાવે છે કે આ એપ્લિકેશનની મદદથી માતા-પિતા તેમના બાળકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર શું કરી રહ્યાં છે તેની માહિતી મેળવી શકે છે.
સાઇબરપેરેન્ટ એપ્લિકેશન માતા-પિતાને તેમના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રવર્તી રહેલા દૂષણોની સુરક્ષિત રાખવાની સમજ આપે છે.
વિવિધ સમાજના 50થી પણ વધુ સભ્યોની સાથે વાતચીત બાદ આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવાની કેટલીક ટીપ્સ તથા શિક્ષણ આપવામાં આવે છે.

ઓનલાઇન છેતરપીંડી

ફક્ત બાળકોને જ ઇન્ટરનેટ પર ખતરો છે તેમ નથી, વયસ્ક લોકોએ પણ વર્લ્ડ વાઇડ વેબ એટલે કે ઇન્ટરનેટનો વપરાશ કરતા કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશનના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020ના પ્રથમ 3 મહિનામાં જ ઓસ્ટ્રેલિયન્સે 36 મિલિયનથી પણ વધુ ડોલર ઓનલાઇન છેતરપીંડીના કારણે ગુમાવ્યા છે. જેમાં ફિશીંગ સ્કેમ્સ એટલે કે વ્યક્તિગત માહિતી, ક્રેડિટ કાર્ડની માહિતી, પાસવર્ડ પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ, ખોટા બિલ, ઓનલાઇન શોપિંગ અને ઓળખ સાથે સંકળાયેલી છેતરપીંડીનો સમાવેશ થાય છે.

સાઇબર સિક્ટોરિટી બહ ડિરેક્ટર ઓફ થ્રેટ ઇન્ટેલિજન્સ સ્ટેસ ફિલ્સ્ટીનસ્કીયના જણાવ્યા પ્રમાણે, લોકોએ ઇન્ટરનેટનો વપરાશ કરતી વખતે સામાન્ય વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે.
વાસ્તવિક જીવનમાં, જો તમારી સાથે વધારે પડતું સારું વર્તન થઇ રહ્યું હોય તો તમને કોઇ છેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
તેથી જ, ઓનલાઇન ખરીદી કરતી વખતે વધુ સચેત રહેવાની જરૂર છે.

ઓનલાઇન ચૂકવણી કરતી વખતે જાગૃત રહો

ઇન્ટરનેટના માધ્યમથી દરરોજ લાખો ડોલરના વ્યવહાર થાય છે.

ઓસ્ટ્રેલિયન પેમેન્ટ્સ નેટવર્કના જણાવ્યા પ્રમાણે, કાર્ડ દ્વારા કરવામાં આવતી છેતરપીંડી ઓછી થઇ છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં છેતરપીંડી સાથે સંકળાયેલા કુલ કેસમાં 86 ટકા કેસ કાર્ડની વિગતોની ચોરી આધારિત છે.

સંસ્થાના ચીફ એક્સિક્યુટીવ એન્ડી વ્હાઇટ જણાવે છે કે ઓનલાઇન ખરીદી કરનારા તમામ લોકોએ કાર્ડ સાથે સંકળાયેલી છેતરપીંડી જેવા દુષણો રોકવામાં પોતાનો સહયોગ આપવાની જરૂર છે.
વિશ્વસનીય હોય તેવી જ વેબસાઇટને તમારા કાર્ડની વિગતો આપો. વેબસાઇટના એડ્રેસબાર પર આવેલા લૉકના ચિન્હ પર નજર રાખો અને વધુ લોભામણી જાહેરાતોથી બચો.
એન્ડી વ્હાઇટ જણાવે છે કે વિશ્વનીય ન હોય તથા ઓળખતા ન હોય તેવા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ અને ઇમેલથી દૂર રહેવું જોઇએ. આ તમામ ઇમેલ પર મોકલવામાં આવેલી લિન્ક પર ક્લિક ન કરવું તથા તમારી વ્યક્તિગત અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ન આપવી જોઇએ.
The COVID-19 crisis has seen a rise in internet users and digital connectivity.
The COVID-19 crisis has seen a rise in internet users and digital connectivity. Source: Getty Images

તમારા કમ્પ્યુટરને સુરક્ષિત રાખો

વિવિધ વિશેષજ્ઞોની મદદથી તમે તમારા સર્વરને સુરક્ષિત રાખી શકો છો. પાસવર્ડ ઉપરાંત, સર્વર માટે ફાયરવોલનો ઉપયોગ કરી શકો છો.

સર્વર પર ઉપલબ્ધ હોય તેવા ડેટાનો બેક-અપ રાખો, એક સ્થાને તેને સુરક્ષિત રાખો અને વાઇરસથી બચાવો.

ઇન્ટરનેટ કનેક્શનને સુરક્ષિત રાખો

તમારું ઇન્ટરનેટ કનેક્શન બહારની દુનિયાથી તમારા કમ્પ્યુટર સાથે જોડાય છે. જો તે સુરક્ષિત નથી તો કોઇ પણ વ્યક્તિ આસાનીથી તેનો વપરાશ કરી માહિતી મેળવી શકે છે અથવા તેના વ્યક્તિગત ઉદ્દેશ્ય માટે તમારા ઇન્ટરનેટનો વપરાશ કરી શકે છે.

તમે તમારી જાતે પણ કેટલાક પગલાં લઇને તેને સુરક્ષિત કરી શકો છો. જેમ કે ઇન્ટરનેટનો એડમિન પાસવર્ડ સેટ કરી રીમોટ મેનેજમેન્ટને બંધ કરી શકાય છે.

તમારો પાસવર્ડ વહેંચો નહીં

મજબૂત પાસવર્ડ નક્કી કરો અને તેને કોઇ પણ વ્યક્તિ સાથે વહેંચો નહીં.

નંબર, અક્ષરો અને અન્ય ખાસ ચિન્હો ધરાવતો 8 અક્ષરો લાંબો દ્વારા મજબૂત પાસવર્ડ રાખવો હિતાવહ છે.
No more passwords, says Apple, Google, and Microsoft
Source: Getty Images
યાદ રાખો, દરેક એકાઉન્ટ માટે એક જ સરખો પાસવર્ડ રાખવો નહીં અને તેને એક સુરક્ષિત સ્થાને સ્ટોર કરવો જરૂરી છે.

અજાણી વેબસાઇટ પરથી કોઇ ફાઇલ ડાઉનલોડ ન કરો

શંકાસ્પદ જણાય તેવા મેસેજ, લિન્ક અને ઇમેલ પર ક્લિક ન કરો, તેને ડિલીટ કરવા જરૂરી છે.

તમારા મોબાઇલને પણ સુરક્ષિત રાખો

દરેક સ્થાન પર તમારો મોબાઇલ તમારી પાસે જ રહે તે મહત્વનું છે.

જો તમારો મોબાઇલ અસુરક્ષિત છે અને તે ચોરાઇ જાય છે તો તમારા મોબાઇલની મદદથી છેતરપીંડી કરનાર વ્યક્તિ નાણા ચોરી કરી શકે છે અથવા તમારી વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.

તમારી વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાનું ધ્યાન રાખો

તમારી વ્યક્તિગત માહિતીને તમારા નાણા સાચવી રહ્યા હોય તેમ સાચવો અને અન્ય વ્યક્તિ સાથે ન વહેંચો.
Online safety
Source: Getty Images
તમારી વ્યક્તિગત માહિતી ચોરીને કોઇ પણ વ્યક્તિ તમારા બેન્ક એકાઉન્ટનો વપરાશ કરી શકે છે, આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ અથવા લોન પણ લઇ શકે છે. વેલફેરના નાણા મેળવીને તમારી છબી ખરાબ કરી શકે છે, તેમ યુનિવર્સિટી ઓફ કેનબેરાના નાઇજલ ફૈરે જણાવ્યું હતું.
કેટલીક વખત લોકોને જ્યાં સુધી બેન્ક કે નાણાકિય સંસ્થા સામે તેમની છબી ખરાબ થઇ છે તેની જાણ થતી નથી ત્યાં સુધી તેમને આ છેતરપીંડીની ખબર પડતી નથી.

મદદ કેવી રીતે મેળવી શકાય

ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) થી શરૂઆત કરી શકાય છે.

આ સંસ્થા ઓસ્ટ્રેલિયામાં થતી સૌથી સામાન્ય ઓનલાઇન છેતરપીંડી વિશે માહિતી આપે છે અને તે વિશેના ડેટા પ્રસ્તુત કરે છે.

અહીં તમે ACCC દ્વારા ઉપલબ્ધ નો ઉપયોગ કરી છેતરપીંડીથી બચી શકો છો.

જો તમને એમ લાગે કે તમારી ગોપનીયતા સાથે સમાધાન થઇ રહ્યું છે તો તમે ઓસ્ટ્રેલિયન ઇન્ફર્મેશનનો 1300363992 પર સંપર્ક કરી શકો છો.

અને, વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી ઓનલાઇન છેતરપીંડી અંગે સરકારની  ની મદદ લઇ શકાય છે.


Share
Published 16 April 2020 4:02pm
Updated 12 August 2022 3:19pm
By Shamsher Kainth, Ildiko Dauba
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends