આપ દિવાળી કેવી રીતે ઉજવશો?

દીવાઓ, ફટાકડા, ભેટ,નવા કપડાં અને પરિવાર સાથે ઉત્સાહ ઉલ્લાસ સાથે વિવિધ સમુદાય વડે ઉજવતો પર્વ એટલે દિવાળી. ભારતના વિવિધ ધર્મોની દિવાળી ઉજવવાની રીત અને માન્યતા અલગ છે તો ચાલો આજે પ્રકાશપર્વ ની ઉજવણી વિષે જાણીએ .

diwali

Source: Getty

પ્રકાશપર્વ દિવાળીની ખાસિયત  એ છે કે નાના - મોટા તમામ લોકો આ પર્વ ઉત્સાહ અને આનંદ થી ઉજવી શકે. આ તહેવાર સાથે ધાર્મિક રીત - રિવાજો જોડાયેલા છે પણ આ તહેવાર ઉજવવા કોઈ ધર્મના અનુયાયી હોવું જરૂરી નથી. પરિવાર સાથે નવા કપડાં પહેરી, મીઠાઈઓ અને ભેટ સોગાદો સાથે આ પર્વ ઉજવી શકાય છે.

દિવાળી કે દીપાવલી તરીકે જાણીતા આ તહેવારને હિન્દૂ, શીખ , જૈન , અને અમુક ભાગમાં બૌદ્ધધર્મના લોકો ઉજવે છે. અને ઓસ્ટ્રેલિયામાં બધા સાથે મળી ને આ તહેવાર નો આનંદ લે છે. 

નાનપણમાં મને લાઈટથી ખાસ લગાવ હતો- કોઈપણ પ્રકારની લાઈટ જોઈ હું કહેતો "આઇટ " અને આ શબ્દ વારંવાર બોલ્યા કરતો. ત્યારે હું બોલતા શીખી રહ્યો હતો.મારા દાદા- દાદી તેમના ઘરને દીવાઓ વડે શણગારતા, પરિવાર સાથે ભોજન ગોઠવતા અને આ દિવાળી ઉજવવાનું ખાસ પાસું હતું. હવેના સમયમાં ઇલેક્ટ્રિક દીવાઓની વિવિધતાથી ઘર શણગારી શકાય છે પણ, માટીના દીવાની શોભા જ અલગ છે.  અને ફટાકડા ફોડવા દરેકનો  પ્રિય ભાગ છે .

દિવાળીની ઉજવણી પાછળનું મુખ્ય કારણ અંધકાર પર પ્રકાશની જીત એટલે કે અસત્ય પર સત્ય ની જીતની ઉજવણી છે. વિવિધ ધર્મમાં આ ઉજવણી પાછળની વાર્તા અલગ છે. 

 

હિન્દૂ ધર્મમાં સર્વમાન્ય કથા છે કે ભગવાન રામ, સીતા અને લક્ષમણ સાથે વનવાસ થી પરત અયોધ્યા આવ્યા તેની ખુશીમાં દિવાળી ઉજવાય છે.  દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ભગવાન કૃષ્ણે નરકાસુર નામક રાક્ષસનો વધ કર્યો તેની ખુશી માં દિવાળી ઉજવાય છે. 


દિવાળીના પર્વની ઉજવણીમાં ભગવાન વિષ્ણુના પાત્રી લક્ષ્મીજી ની પૂજા આરાધનાનું મહત્વ છે પણ પૂર્વ ભારતમાં કાલી પૂજો - કાલીમાટેni પૂજા થાય છે. લક્ષ્મીમાતા ધન સંપતિ અને શુભની દેવી છે. આથી આ પર્વમાં લોકો પોતાની - મિત્રોની -સાગા સંબંધીઓની સુખાકારી માટે લક્ષ્મીમાતા પાસે પ્રાર્થના કરે છે.
pooja
Source: Harita Mehta
દિવાળીના પર્વમાં લોકો પોતાના પરિવારને મળવા જાય છે. ભારતમાં જ્યાં ગામ અને શહેરોમાં લોકો આર્થિક કારણોથી અલગ રહેતા હોય તો તેઓ સાથે મળીને દિવાળી ઉજવે છે.  

દિવા પ્રજ્વલિત કરી સ્નેહીઓને સુંદર રીતે આવકાર અપાય છે. પરિવારજનો સાથે રહેવાની ખુશીમાં મીઠાઈ બનાવે છે. ઓસ્ટ્રેલિયામાં ઘણી ભારતીય મીઠાઈની દુકાનો છે જ્યાં ખાસ દિવાળી નિમિત્તે વિવિધ મીઠાઈઓ વેચાય છે. 

દિવાળીની મીઠાઈઓમાં ગુલાબજાંબુ, બરફી , લાડુ જલેબી , હળવો મુખ્ય છે. આ સાથે કેટલીક નમકીન ચેવડો, ચકરી, મઠિયા મુખ્ય છે.


ખાણીપીણી સાથે નવા કપડાં પહેરી, જીવનની નવી શરૂઆત કરવાની ભાવના પણ છે. સ્નેહીજનો ને ભેટ સોગાદો આપી પર્વની શુભકામનાઓ આપવામાં આવે છે.
food table
Source: Flickr/Jojo Nicdao
હિન્દૂ કેલેન્ડર પ્રમાણે ઉજવાતા આ તહેવારની તારીખો ભલે દર વર્ષે બદલાય પણ આ તહેવાર લોકો કોઈપણ ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશના  ભેદભાવ વગર ખુશી થી ઉજવાતો પર્વ છે.


જો આપ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં આ પર્વ ઉજવતા હોવ તો, પરિવાર સાથે મીઠાઈ, નવા કપડાં, ભેટ સાથે આપણા ઘરે દિવા થી આ તહેવાર ઉજવવાની શરૂઆત કરી શકો.


આપની ઓસ્ટ્રેલિયન દિવાળીની ઉજવણી વિષે અમને જણાવો ફેસબુક પેજ પર મેસેજ મોકલી ને.


Share

Published

Updated

By Harita Mehta, Dominic Knight


Share this with family and friends