સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા ભયાનક બુશફાયરની વિગતો

હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટો પર આવેલા રાજ્યોમાં બુશફાયર ફાટી નીકળ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જ 200 જગ્યાએ ભયંકર બુશફાયરે તબાહી મચાવી છે જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થયા છે.

Bushfire generate thunderstorm could spark new blazes.

Bushfires continue to ravage the country. Conditions set to worsen in the coming weekend. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા બુશફાયરની વિગતો

  • લગભગ 200 સ્થાનો પર બુશફાયર
  • સાત લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ
  • અત્યાર સુધીમાં 900 ઘર તબાહ, જેમાં ન્યૂ સાઉથ વેલ્સમાં 789, ક્વિન્સલેન્ડમાં 40, સાઉથ ઓસ્ટ્રેલિયામાં 72 અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં એક ઘરનો સમાવેશ થાય છે.
  • મોટી માત્રામાં ખેતર, જંગલો અને અન્ય સામગ્રીઓને નુકશાન
  • 2000 કોઆલાના મૃત્યુની શંકા

ન્યૂ સાઉથ વેલ્સ

  • 110 આગના બનાવો.
  • 2 સ્વયંસેવક ફાયર ફાઇટર્સ ઉપરાંત અન્ય ચાર લોકોના મૃત્યુ થયા
  • 100 બિલ્ડીંગને આગના કારણે નુકસાન
  • આગના કારણે સિડનીના વાતાવરણ પર અસર
Burnt-out property after the Green Wattle Creek Fire. It's feared 40 homes have been lost to bushfires that tore through Buxton, Balmoral, Bargo and surrounds.
Burnt-out property after the Green Wattle Creek Fire. Source: AAP

વિક્ટોરીયા

  • બે આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
  • ઇસ્ટ ગીપ્સલેન્ડમાં ગુરુવારે આગ લાગી હતી પરંતુ કાબૂ મેળવવામાં સફળતા મળી નથી.
  • ઠંડા વાતાવરણના કારણે ફાયર ફાઇટર્સને કામમાં સરળતા રહી.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં લાગેલી આગના કારણે વિક્ટોરિયાના વાતાવરણ પર અસર.

સાઉથ ઓસ્ટ્રેલિયા

  • એડિલેડ હિલ્સમાં ભયંકર આગ
  • એકનું મૃત્યુ અને ત્રણ હોસ્પિટલમાં
  • 25 હજાર હેક્ટર વિસ્તારમાં આગ ફેલાઇ
  • 72 ઘરો બળીને ખાખ, 404 અન્ય બિલ્ડીંગ્સ અને 227 વાહનો પર બળ્યા
  • ખેતીના પાક, વાઇનરી બળ્યા, સેંકડો પ્રાણીઓના મૃત્યું

Image

ક્વિન્સલેન્ડ

  • વિવિધ 60 સ્થળો પર આગ
  • ક્રિસમસ દરમિયાન વરસાદના કારણે ઠંડુ વાતાવરણ થાય તેવી શક્યતા

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

  • પર્થ હિલ્સ વિસ્તારમાં આગના કારણે ઘરો અને લોકો પર ખતરો હતો.
  • ફાયર ફાઇટર્સ છેલ્લા 6 દિવસથી આગ બુઝાવી રહ્યા છે. હજારો મિલકતો બચાવી.
  • એક ઘર, એક પેટ્રોલ સ્ટેશન બળ્યું, લગભગ 13000 હેક્ટર વિસ્તાર બળ્યો.

તાસ્માનિયા

  • બે સ્થળ પર થયેલા બુશફાયરમાં નવેમ્બર મહિનામાં જ કાબૂ મેળવી લેવાયો હતો.

નોધર્ન ટેરીટરી

  • નોધર્ન ટેરીટરીમાં સપ્ટેમ્બર મહિનામાં આગ લાગી હતી. વર્તમાન સમયમાં બુશફાયરની કોઇ ઘટના સામે આવી નથી.

Share
Published 24 December 2019 4:13pm
By SBS News
Source: SBS

Share this with family and friends