દરેક ફિલ્મ, નવલકથા માત્ર 7 પ્લોટ્સને આધારિત!

ફિલ્મ શોલે, બોબી, ઘી ગોડફાધર, સ્લમડોગ મિલિયોનર, ઓમ શાંતિ ઓમ, સરસ્વતીચંદ્ર- પ્રેમચંદજી- જે કે રોલિંગ અને ટાગોરની વાર્તાઓ કે પ્રાચીન ગ્રીક ઓપેરાનું મૂળ માત્ર ‘સાત પ્લોટ’( કથાવસ્તુ) જ છે.

Om Shanti_maxed_560425893

Source: SBS On Demand

વિશ્વની અનેક ભાષોમાં નવલકથાઓ- ટીવી સિરિયલો કે સિનેમાઓ દ્વાકા અગણિત વાર્તાઓ કહેવાઈ- દર્શાવાઈ છે .દુનિયાના કોઈપણ ખૂણે આ સાહિત્ય જ સર્વગ્રાહ્ય અને લોકપ્રિય છે. આ દરેક વાર્તાઓ કે કથાવસ્તુના મૂળમાં માત્ર સાત પ્લોટ’ – કથાવસ્તુ જ છે.

ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર બકુલ ત્રિપાઠીએ અનેક વાર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.. ક્રિસ્ટોફર બુકર નામના અંગ્રેજી લેખક અને પત્રકારે આ થિયરીને સર્વ માન્ય કરી છે.

વર્ષ ૨૦૦૪માં તેમણે લખેલી બુક બાદ આ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ‘સાત પ્લોટ’ એટલે કે કથા વસ્તુ આ પ્રકારોનો સમાવેશ થાય છે

  • ઓવેરકમીંગ ધ મોન્સ્ટર,
  • રેગ્સ ટુ રીચીસ,
  • વોયેજ ટુ રિટર્ન,
  • કોમેડી,
  • ટ્રેજેડી,
  • ધ કવેસ્ટ
  • રી- બર્થ

ઓવેરકોમીંગ ધ મોન્સ્ટર - રાક્ષસ પર વિજય

હીરો એટલે કે કથા નાયક કોઈ વિલન સામે સંઘર્ષ કરીને વિજય મેળવે.એવી અનેક કાલ્પનિક વાતો છે. આપણા ધર્મગ્રંથોમાં આના અનેક ઉદાહરણ છે. સ્પાઇડરમેન - શક્તિમાન ની વાત એમાં ગણી શકાય? આપણા માટે તો આસ્થાનો જ નહીં પરંતુ દેશના સૈનિકો સાથે સંકળાયેલો વિષય છે.
Sholay
Bollywood News Source: On Demand

વોયેજ ધ રિટર્ન:બીજા વિશ્વમાં નાયક વિજય મેળવે

નાયક એટલે કે હીરો અચાનક અન્ય કાલ્પનિક વિશ્વમાં પહોંચી જાય અને દિવાસ્વપ્ન- કાલ્પનિક - મૂંઝવણભરી સ્થિતિ- ભયંકર સપના જેવી પરિસ્થીતિનો સામનો કરી વિજય મેળવી પરત આવે. લાઈફ ઓફ પાઇ તેનું એક ઉદાહરણ છે. આપણા ધર્મગ્રંથોમાં પણ આવી અનેક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રેગ ટુ રીચીસ - સંઘર્ષ કરીને પૈસાદાર બનવું

અનેક નવલકથાઓ અને ફિલ્મોમાં સંઘર્ષ કરીને પૈસાદાર બનવાના દાખલા જોવા મળે છે. "આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા" - અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મની આ વાત તો આપણા મગજમાં અંકાઈ ગઈ છે.  આ શ્રેણીમાં ગુરુ અને સ્લમડોગ  મિલિયોનર ફિલ્મોનો પણ સમાવેશ કરી શકાય.
g
Mr Kapoor in the hit movie, Slumdog Millionaire. (AAP) Source: Mary Evans Picture Library

કોમેડી : હાસ્યરસથી મનોરંજન

માત્રને માત્ર હાસ્યરસ પીરસવાનું લક્ષ્ય હોય. પોલિટિકલ સેટાયરથી પણ હાસ્ય પીરસી શકાય છે.

બોલીવુડમાં સેંકડોની સંખ્યામાં કોમેડી એટલે કે હાસ્યરસ પીરસતી ફિલ્મો નિર્માણ પામી છે. અંગુર -હેરાફેરી-ગોલમાલ જેના ઉદાહરણ છે. વેસ્ટર્ન વર્લ્ડમાં યસ મેન, મી.બિન, ટોમ એન્ડ જેરી વિષય પર નિર્મિત ફિલ્મો કથાઓ પણ જાણિતી છે.

ટ્રેજેડી -કરુણા

માનવજાતને દુઃખ થાય એવી વાતો. ભવભૂતિ એ ઉત્તર રામચરિત માનસમાં "એકો રસ કરુણા" એમ લખ્યું છે. પેઈન વેક્સ પ્લેઝર એ થીઅરી પર આ વાતો નવલકથાઓ- સિનેમાઓ નિર્માણ પામ્યા છે.

READ MORE

ધ કવેસ્ટ - અકલ્પનિય વસ્તુની શોધ

વાર્તાના આ પ્રકારમાં કથાનાયક કોઈ વિચાર પણ ના આવે એવી વસ્તુની શોધમાં નીકળે અને સંઘર્ષ કરે છે. દાખલા તરીકે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં એવી શોધ ચાલી હોય છે કે અવળા હળવીનો વેલો જે પાણીના વહેણની વિરુદ્ધ દિશામાં જાય. તેની શોધ ઘણા નાના છોકરા કરતા  હોય છે. આપણી વાર્તાઓમાં મણિ કે ખજાનો શોધવા જાય એવી વાત હોય છે.

રી બર્થ - પુનર્જન્મ

નવો જન્મ- આધ્યાત્મિક યાત્રા, ઓમ શાંતિ ઓમ અને કરણ અર્જુન જેવી ફિલ્મ આ વિષયો પર આધારીત છે. અગાઉ જનકલ્યાણ નામના મેગેઝીનમાં અનેક વખત આ પ્રકારની બાબતો સાથે સંકળાયેલા કિસ્સા પ્રકાશિત થતા હતા.

READ MORE


Share
Published 28 January 2021 1:48pm
Updated 28 January 2021 2:46pm
By Amit Mehta

Share this with family and friends