ઓસ્ટ્રેલિયા વિવિધ કુશળતા ધરાવતા કાર્યકરોની અછત અનુભવી રહ્યું છે, કેન્દ્ર સરકાર ગુરુવાર ૧ સપ્ટેમ્બરથી શરૂ થતી તેની જોબ્સ એન્ડ સ્કિલ્સ બેઠકમાં તેના ઉકેલ લાવવાની આશા રાખે છે ત્યારે શ્રેષ્ઠ સ્કિલ્ડ માઈગ્રન્ટસને આકર્ષવા ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને પ્રદેશો વિઝાની કેટલીક શરતોને હળવી કરી રહ્યાં છે.
ઘણા સ્થળાંતર કરનારાઓને નોકરીદાતાઓ દ્વારા વિઝા માટે સ્પોન્સર કરવામાં આવે છે જે તેમને ઓસ્ટ્રેલિયામાં રહેવાની મંજૂરી આપે છે. પરંતુ રાજ્ય અને પ્રદેશ સરકારો અને સત્તાવાળાઓ પણ સ્ટેટ નોમિનેટેડ માઈગ્રેશન પ્રોગ્રામ હેઠળ કુશળ કામદારોને વિઝા માટે નામાંકિત કરી શકે છે. અરજદારો માટે સ્ટેટ સ્પોન્સરશિપ મેળવવી સરળ બનાવવા માટે દરેક સ્તરે સરકાર તેના માપદંડોને વધુને વધુ હળવા કરી રહી છે.
અરજદારો માટે સ્ટેટ સ્પોન્સરશિપ મેળવવી સરળ બનાવવા માટે દરેક સ્તરે સરકાર તેના માપદંડોને વધુને વધુ હળવા કરી રહી છે.
રાજ્ય સત્તાવાળાઓ દ્વારા પ્રાયોજિત કામદારોએ કોઈ ચોક્કસ નોકરીદાતા સાથે કામ કરવું જરૂરી નથી પરંતુ આ વિઝા માટે 45 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. માત્ર ૪૫ વર્ષથી નાની ઉંમરના કુશળ કાર્યકરોને સ્ટેટ નામાંકિત કરે છે. વિઝા સાથે નોકરીની કોઈ ખાતરી આપવામાં આવતી નથી, તેથી અરજદારે સ્ટેટ સ્પોન્સરશિપ વિઝા મળ્યા પછી નોકરી જાતે શોધવાની હોય છે.
Anthony Albanese spoke with Palestinian Authority leader Mahmoud Abbas on Thursday morning. Source: AAP / Dan Himbrechts
સ્કિલ્ડ વર્ક રિજનલ (પ્રોવિઝનલ) (સબક્લાસ 491) વિઝાના ભાગ રૂપે, સફળ અરજદારોને પ્રાદેશિક વિસ્તારોમાં કામ કર્યા પછી પર્મનન્ટ રેસીડેન્ટ બનવાનો માર્ગ પૂરો પાડવામાં આવે છે.
જેઓ પોતાનો વ્યવસાય ધરાવે છે તેમના માટે પણ કેટલાક વિઝા ઉપલબ્ધ છે.
કેટલા પ્રમાણમાં વિઝા આપવામાં આવે છે?
ગૃહ વિભાગે આ વર્ષે લગભગ 50,000 રાજ્ય નોમિનેટેડ વિઝા ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાંથી ન્યૂ સાઉથ વેલ્સને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. જો કે, 2022/23 ના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી ફાળવણીમાં સુધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
કેટલાક રાજ્યોએ આ વર્ષે વધુ સ્પોટ મેળવવા માટે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી છે તે અંતર્ગત વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે વિઝાની સંખ્યા બમણી થઇ છે. આ નાણાકીય વર્ષમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની રાજ્ય સરકાર 8,140 સ્ટેટ સ્પોન્સર્ડ વિઝા ઓફર કરશે.
WA પ્રીમિયર માર્ક મેકગોવાને જણાવ્યું હતું કે સ્થળાંતર સરળ બનાવીને ઉચ્ચ માંગવાળા વિસ્તારોમાં કુશળ કામદારોને આકર્ષવામાં મદદ કરશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સહીત અન્ય રાજ્યોએ તેના ઓક્યુપેશન લિસ્ટમાં વધુ કુશળતાઓ ઉમેરી છે અને અન્ય માપદંડો હળવા કર્યા છે.
WA Premier Mark McGowan. Source: AAP / TREVOR COLLENS
માપદંડ હળવા કરવામાં આવ્યા હોવા છતાં, હજી પણ કેટલાક નિયંત્રણો યથાવત છે અને સત્તાવાળાઓ હજુ પણ ચોક્કસ વ્યવસાયો અને ઉદ્યોગોને પ્રાથમિકતા આપે છે.
વિક્ટોરિયાની સરકાર કહી રહી છે કે, જો તમને વિક્ટોરિયામાં પહેલેથી જ નોકરી મળી ગઈ છે અને તમે થોડા સમયથી અહીં કામ કરી રહ્યા છો, તો અમે તમને પ્રાથમિકતા આપીશું.માઈગ્રેશન સર્વિસિસના એજન્ટ ઈવાના ચેંગ
ઘણા રાજ્યો સંભવિત અરજદારોને ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સની સ્કિલસેલેક્ટ સિસ્ટમમાં તેમની વિગતો દાખલ કરવા કહે છે. યોગ્ય પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને પછી તે યાદીમાંથી પસંદ કરવામાં આવે છે અને રાજ્ય નોમિનેશન માટે અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે.
પરંતુ શ્રીમતી ચેંગે ચેતવણી આપી: "પસંદગીની પ્રક્રિયામાં પારદર્શિતા નથી તેથી તમે તમારી રુચિ વ્યક્ત કરી શકો અને તમને પસંદ થવાની તક છે કે કેમ તે અંગે ખરેખર સારો સંકેત ક્યારેય મળતો નથી".
ઓસ્ટ્રેલિયાની બહાર રહેતા લોકો અરજી કરી શકે?
વિદેશમાં રહેતા લોકો પરના નિયંત્રણો પણ ઘણા અધિકારક્ષેત્રોમાં હળવા કરવામાં આવ્યા છે. શ્રીમતી ચેંગે જણાવ્યું હતું કે વિક્ટોરિયાએ COVID-19 રોગચાળા દરમિયાન વિદેશી અરજદારોને સ્વીકારવાનું બંધ કરી દીધું હતું પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અને વિદેશી અરજદારોને સ્વીકારવાનું ફરી શરૂ કર્યું હતું.
પરંતુ ઑસ્ટ્રેલિયામાં પહેલાથી જ રહેતા લોકો પર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં નોમિનેશન માટે અરજી કરવા પર પ્રતિબંધ છે, કારણ કે જો તેઓ પહેલેથી જ એક જગ્યાએ સ્થાપિત થયા હોય તો તેઓની અન્ય રાજ્યમાં જવાની શક્યતા ઓછી માનવામાં આવે છે.
"અરજદાર કહી શકે કે તે ઓછામાં ઓછા બે વર્ષ વિક્ટોરિયામાં રહેશે, પરંતુ એકવાર વિઝા મંજૂર થઈ જાય પછી તેઓ વિક્ટોરિયામાં રહ્યા કે નહિ તે સુનિશ્ચિત કરવાનો કોઈ રસ્તો નથી" શ્રીમતી ચેંગે કહ્યું.
પ્રાદેશિક વિસ્તારની વ્યાખ્યા ખુબ વ્યાપક છે એટલે તમે કેનબેરા, અથવા એડિલેડ અથવા પર્થમાં જઈને રહી શકો.
જેઓ પ્રાદેશિક વિઝા મેળવે છે તેઓ ચોક્કસ વિસ્તારોમાં રહેવા માટે વધુ પ્રતિબંધિત છે કારણ કે તેમને તરત જ પર્મનન્ટ રેસીડેન્સી મળતી નથી. પરંતુ શ્રીમતી ચેંગે જણાવ્યું હતું કે "પ્રાદેશિક" ની વ્યાખ્યા ખૂબ વ્યાપક રીતે કરવામાં આવી હતી અને મૂળભૂત રીતે મેલબોર્ન, સિડની અને બ્રિસ્બેનની બહાર ગમે તે સ્થળનો તેમાં સમાવેશ થાય છે. જેનો અર્થ છે તમે કેનબેરા, અથવા એડિલેડ અથવા પર્થમાં જઈને રહી શકો," તેણીએ કહ્યું.
રાજ્ય-નોમિનેટેડ વિઝા માટેના માપદંડ વ્યાપકપણે બદલાઈ શકે છે. નીચે વિવિધ અધિકારક્ષેત્રો માટે કેટલીક વિશિષ્ટ માહિતી જુઓ.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા પછી સૌથી વધુ રાજ્ય-નોમિનેટેડ વિઝાની ફાળવણી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને કરવામાં આવી છે. સબક્લાસ 190 વિઝા માટે 5,350 અને પ્રાદેશિક વિઝા માટે 2790 વિઝા એનાયત થશે.
આ વર્ષે રાજ્યના સ્કિલ્ડ ઓક્યુપેશન લીસ્ટમાં 100 થી વધુ નોકરીઓ ઉમેરવામાં આવી હતી, જે કુલ 276 પર પહોંચી ગઈ છે.
પ્રીમિયર મક્ગોવાન કહે છે કે અન્ય અસ્થાયી પગલાં પણ રજૂ કરવામાં આવશે, જેમાં $200 એપ્લિકેશન ફી માફ કરવી, રોજગાર કરારની જરૂરિયાત 12 મહિનાથી ઘટાડીને છ મહિના કરવી અને અરજદારોની પાસે પૂરતું ભંડોળ છે તે દર્શાવવા માટેની આવશ્યકતાઓમાં ઘટાડો કરવામાં આવશે.
પ્રોફેશનલ અને મેનેજર હોદ્દા માટે વધારાની અંગ્રેજી આવશ્યકતાઓ પણ દૂર કરવામાં આવશે, અને કામના અનુભવની આવશ્યકતાઓ ઘટાડવામાં આવશે. કામચલાઉ ફેરફારો આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે.
વિક્ટોરિયા
વિક્ટોરિયા 2022/23 માટે 11,570 સ્થાનોના ક્વોટા સાથે ઉપલબ્ધ રાજ્ય નોમિનેટેડ વિઝામાં બીજા ક્રમે છે.
તેમાં સબક્લાસ 190 વિઝા કેટેગરી હેઠળ 9,000 વિઝા, તેમજ 2,400 પ્રાદેશિક વિઝા અને 170 બિઝનેસ વિઝાનો સમાવેશ છે.
કેન્દ્ર સરકારના સ્કિલ્ડ કુશળ ઓક્યુપેશન લીસ્ટમાંથી 420 થી વધુ નોકરીઓનો સમાવેશ રાજ્યએ તેની સૂચિમાં કર્યો છે.
તે વિદેશમાં રહેતા અરજદારોને તેમજ વિક્ટોરિયામાં પહેલાથી જ રહેતા લોકોને તેના વિઝા માટે અરજી કરવાની મંજૂરી આપશે.
ક્વીન્સલેન્ડ
2022/23 માટે ક્વીન્સલેન્ડમાં પાત્ર વ્યવસાયોની સૂચિમાં 114 વ્યવસાયોનો સમાવેશ કરી તેને વિસ્તૃત કરવામાં આવી છે. વિદેશી અરજદારો પણ COVID-19 ના ઉદભવ પછી પ્રથમ વખત અરજી કરી શકશે.
તાલીમ અને કૌશલ્ય વિકાસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્વીન્સલેન્ડ સરકારે પાછલા વર્ષો કરતાં રાજ્ય-નોમિનેટેડ વિઝાના ઊંચા ક્વોટાની વિનંતી કરી હતી, જેથી "અમને જટિલ કૌશલ્યની જરૂરિયાતોને પહોંચી વળવા વધુ સ્થળાંતર કરનારાઓને નોમિનેટ કરવાની મંજૂરી મળે".
આ વર્ષે ક્વીન્સલેન્ડ 3,000 સબક્લાસ 190 વિઝા, તેમજ 1,200 પ્રાદેશિક વિઝા અને 235 બિઝનેસ વિઝા એનાયત કરી શકશે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
SA એ પહેલાથી જ તેના સ્પોન્સરશિપ પ્રોગ્રામ માટે અરજીઓ સ્વીકારવાનું શરુ કરી દીધું છે, જેમાં 500 થી વધુ વ્યવસાયો પાત્ર છે. તે એવા વિદેશી અરજદારોને પણ પસંદ કરશે કે જેમણે સ્કિલ સિલેક્ટ ડેટાબેઝ પર નામ નોંધાવ્યું છે.
SA ને 2,700 સબક્લાસ 190 વિઝા, તેમજ 3,180 પ્રાદેશિક અને 70 બિઝનેસ વિઝા ફાળવવામાં આવ્યા છે.
Adelaide is considered a regional area under Australia's skilled migration program. Source: Getty / Ryan Pierse
નોર્ધન ટેરિટરી
નોર્ધન ટેરિટરી વિદેશમાં રહેતા લોકોની અરજીઓ સ્વીકારશે નહીં. ઉપરાંત સફળ અરજદારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ NT માં રહેવા અને કામ કરવા માટે સંમતિ દર્શાવી પડશે.
કેન્દ્ર સરકારની યાદીમાં નોંધાયેલ 420 થી વધુ નોકરીઓમાંની કોઈ પણ એક વ્યવસાય હેઠળ અરજી કરી શકાય છે પરંતુ NT એ પ્રદેશમાં માંગમાં રહેલી 200 થી વધુ નોકરીઓની ટૂંકી સૂચિ તરફ પણ તૈયાર કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ
12,000 થી વધુ સ્થાનો સાથે NSW રાજ્ય-નોમિનેટેડ વિઝાની સૌથી મોટી ફાળવણી ધરાવે છે.
ઇન્વેસ્ટમેન્ટ NSW ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેણે આ વર્ષે "ક્લાયન્ટના અનુભવને સુધારવા અને એપ્લિકેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા" માટે સરળ નામાંકન માપદંડ વિકસાવ્યા છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્યવસાય સૂચિ હજી વિકાસ હેઠળ છે અને આગામી અઠવાડિયામાં વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
"સૂચિના પ્રકાશન પછી NSW નામાંકન માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે," પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી
ACT નો વ્યવસાય માપદંડ ખૂબ વ્યાપક છે અને તેમાં કોમનવેલ્થના સ્કિલ્ડ ઓક્યુપેશન લીસ્ટની તમામ 420 થી વધુ નોકરીઓનો સમાવેશ થાય છે.
ACT પ્રદેશ સરકાર પાસે 800 સબક્લાસ 190 વિઝા ઉપલબ્ધ છે, અન્ય 1,920 પ્રાદેશિક વિઝા અને 10 બિઝનેસ વિઝા છે.
તાસ્મેનિયા
તાસ્મેનિયાનો પ્રોગ્રામ ઑક્ટોબરમાં સામાન્ય રીતે શરૂ થતાં પહેલાં, કોઈપણ કુશળ ભૂમિકામાં હાલમાં કામ કરી રહેલા લોકો પાસેથી રસની નોંધણી માટે ખોલવામાં આવી રહ્યો છે. કુશળ વ્યવસાયોની યાદી 120થી વધારીને 250 નોકરીઓ સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે.
નિર્ણાયક કૌશલ્ય સંબંધિત ભૂમિકામાં કામ કરતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. અને તે પછી કુશળ વ્યવસાયોની યાદીમાં રહેલા એવા લોકોને જેમણે રાજ્યમાં ઓછામાં ઓછા બે વર્ષ સુધી કામ કર્યું છે.
પરંતુ રાજ્ય સરકાર કહે છે કે કોમનવેલ્થની વ્યાપક કૌશલ્ય યાદી પરના તમામ વ્યવસાયો મોટી સંખ્યામાં અપેક્ષિત બાકી જગ્યાઓ માટે વિચારણા માટે પાત્ર હશે.
તાસ્મેનિયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ સુધી રહેનાર કોઈપણ વ્યક્તિ, જો તેમની પાસે નક્કર તાસ્માનિયન રોજગારનો અનુભવ હોય તો તેઓને પણ કાયમી વસવાટ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.