કેન્દ્રીય બજેટમાં દેશના રહેવાસીઓ, નાના વેપાર-ઉદ્યોગોને રાહત આપતી યોજનાઓની જાહેરાત

દેશના રહેવાસીઓને વધતી મોંઘવારીમાં વિજળીના બિલમાં રાહત, પ્રથમ ઘર ખરીદતા લોકો માટે નિયમમાં છૂટ, સુપરએન્યુએશન, આરોગ્ય સેવા બાબતે વિવિધ યોજનાઓની ટ્રેઝરર જીમ ચાર્લમેર્સે બજેટમાં જાહેરાત કરી.

Graphic showing Jim Chalmers, children's toys, windfarms, houses, and aged care workers.

Here are the winners and losers from Tuesday's budget.

કેન્દ્રીય સરકારે મંગળવારે દેશનું સામાન્ય બજેટ જાહેર કર્યું હતું. જેમાં વધતી મોંઘવારીમાં રાહત આપવા માટે કેટલીક યોજનાઓની જાહેરાત ઉપરાંત ફંડની ફાળવણી કરવામાં આવી છે.

દેશના રહેવાસીઓને જાહેરાતો કેવી રીતે અસર કરશે તે અંગે મુદ્દાસર વિગતો...

વિજળીના બિલમાં રાહત

દેશના 5 મિલિયન ઘરો તથા એક મિલિયન નાના વેપાર – ઉદ્યોગોને વિજળીના બિલમાં રાહત આપવામાં આવશે.

આ યોજના કેન્દ્ર અને રાજ્ય – ટેરીટરીની સરકારોની ભાગીદારીથી અમલમાં મૂકાશે.

  • પેન્શનર્સ, કન્શેશન કાર્ડધારકો અન સરકારી સહાય પર આધારીત લોકોને વિજળીના બિલમાં 500 ડોલર સુધીની રાહત અપાશે.
  • નાના વેપાર – ઉદ્યોગોને 650 ડોલર સુધીની રાહત પ્રાપ્ત થશે.
  • ઉંચા ભાવના કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોધર્ન ટેરીટરી તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 350 ડોલર રીબેટ હેઠળ મળશે. અન્ય રાજ્યોમાં 500 ડોલર સુધી પ્રાપ્ત થશે.
Energy bills during winter in Australia
Energy bills during winter in Australia Source: AAP
  • ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં 500 ડોલર રીબેટ મળશે.
  • વિક્ટોરીયાના રહેવાસીઓ વિજળીના બિલમાં વાર્ષિક 250 ડોલર મેળવશે. તેઓ હાલમાં પાવર સેવિંગ બોનસ અંતર્ગત 250 ડોલર મેળવી રહ્યા છે.
સરકાર રીન્યુએબલ એનર્જી અંતર્ગત આગામી સમયમાં 4 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

પ્રથમ ઘર ખરીદતા લોકો માટે યોજનાનું વિસ્તરણ

છેલ્લા 10 વર્ષમાં ઘર ન ખરીદ્યું હોય અને પ્રથમ વખત ઘર ખરીદી રહેલા પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે સરકારે લાયકાતના ધોરણોમાં છૂટ જાહેર કરી છે.
જુલાઇ 1થી સરકાર ફર્સ્ટ હોમ ગેરન્ટી અને રીજનલ ફર્સ્ટ હોમ ગેરન્ટીની લાયકાત વિસ્તારી રહી છે. જે અંતર્ગત, દંપતિ અને ડી ફેક્ટો દંપતિ ઉપરાંત અન્ય 2 લોકો પણ ભાગીદારી કરીને ઘર ખરીદી શકે છે.
આ છૂટ છેલ્લા 10 વર્ષમાં ઘર નહીં ખરીદનારા લોકોને પણ લાગૂ થશે.
Australian housing market
Credit: www.adelaidenow.com.au

નાના વેપાર – ઉદ્યોગો માટે ટેક્સ ડિસ્કાઉન્ટ

વાર્ષિક 50 મિલિયન ડોલરથી ઓછું ટર્ન – ઓવર ધરાવતા નાના વેપાર અને ઉદ્યોગોને ટેક્સમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

નાના વેપાર અને ઉદ્યોગો હવે ઇલેક્ટ્રીક હિટીંગ તથા કુલિંગ, બેટરી તથા હિટ પંમ્પના વપરાશ માટે કરવામાં આવેલા ખર્ચના 20 ટકા નાણાનો ટેક્સમાં દાવો કરી શકશે.

'Energy Incentive' યોજના અંતર્ગત મહત્તમ 20,000 ડોલરનો દાવો કરી શકાશે.

આગામી વર્ષના મધ્ય સુધી instant asset write-off હેઠળ 20,000 ડોલરની ચૂકવણી યથાવત રહેશે.

સુપરએન્યુએશન

જુલાઇ 2026થી નોકરીદાતાએ તેમના કર્મચારીઓને પગારની ચૂકવણીના દિવસે જ સુપરએન્યુએશન પણ જમા કરાવવું પડશે.

તેઓ ત્રિમાસીક ચૂકવણી નહીં કરી શકે. આ ફેરફારથી કર્મચારીઓને વધુ વ્યાજ મળી શકે છે તથા નોકરીદાતા સુપરએન્યુએશનની ચૂકવણીમાં છેતરપીંડી પણ નહીં કરી શકે, તેમ સરકારે જણાવ્યું હતું.
GP
Source: Pixabay

આરોગ્ય સેવા

કેન્દ્ર સરકારે બજેટમાં ડોક્ટરની પ્રત્યક્ષ તથા ટેલિહેલ્થ સેવા હેઠળ બલ્ક બિલીંગ માટે 3.5 બિલિયન ડોલરની ફાળવણીની જાહેરાત કરી છે.
  • વધુ લોકો હવે જનરલ પ્રેક્ટિશનરને વધારાની રકમ ચૂકવ્યા વિના સેવા મેળવી શકે છે.
  • 11.6 મિલિયન ઓસ્ટ્રેલિયન હવે બલ્ક બિલિંગ અંતર્ગત સેવાનો લાભ લઇ શકે છે. જેમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો તથા હેલ્થ કેર કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
  • Pharmaceutical Benefits Scheme હેઠળ આવતી ઘણી દવાઓની ફીમાં ઘટાડો થશે.
  • યાદીમાં સામેલ પ્રથમ 100 દવાઓમાં ડાયાબિટીસ, ડિપ્રેશન, અલ્સેરેટીવ કોલાઇટીસ, હ્દય સંબંધી બિમારી, હાઇ કોલોસ્ટ્રોલ, અસ્થમા તથા સંધિવાની બિમારી માટેની કેટલીક સામાન્ય દવાઓનો સમાવેશ થાય છે.
યોજનામાં કુલ 320 દવાઓનો સમાવેશ કરવામાં આવશે.
Instituto TAFE Sydney
**FILE** A Monday, Sept. 17, 2012 file photo of The Sydney Institute of TAFE campus in Sydney. (AAP Image/April Fonti) Source: AAP

શિક્ષણ – ટ્રેનિંગ

વર્ષ 2023-24ના બજેટમાં ટેફ અંતર્ગત ફી ચૂકવ્યા વિના વધુ 30,000 બેઠકો વધારવામાં આવી છે.

નેશનલ સ્કીલ એગ્રીમેન્ટ હેઠળ આગામી 5 વર્ષમાં વધારાના 3.7 બિલિયન ડોલરની ફાળવણી કરવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા

મહિલાઓની સુરક્ષા અંતર્ગત, વિવિધ યોજના માટે આગામી 4 વર્ષમાં 326.7 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે.

કુલ ચૂકવણીમાંથી 159 મિલિયન ડોલર પારિવારી અને ઘરેલું હિંસા હેઠળ રાજ્ય અને ટેરીટરી સરકારો સાથેના કરાર માટે ફાળવવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા બહાર મુસાફરીનો ખર્ચ વધશે

ઓસ્ટ્રેલિયા બહાર વિદેશમાં મુસાફરી કરવાના ખર્ચમાં વધારો થશે,

1લી જુલાઇથી 'Passenger Movement Charge' ની કિંમત 60 ડોલરથી વધારીને 70 ડોલર કરવામાં આવશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 10 May 2023 1:24pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends