વિજદરમાં ઘટાડાથી ઓસ્ટ્રેલિયામાં ઘરદીઠ વાર્ષિક 126 ડોલરની બચત થઇ શકે

ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશનના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાના અમુક રાજ્યોમાં એક વર્ષમાં 9 ટકાના દરથી વિજળીની કિંમત ઘટી, ઘર - નાના વેપાર - ઉદ્યોગો વાર્ષિક 126 ડોલરની બચત કરી શકે.

Electricity bills

Source: AAP

ઓસ્ટ્રેલિયન કમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોમાં વિજળીનો ભાવ 9 ટકા જેટલો ઘટતા રહેવાસીઓ 900 મિલીયન ડોલર જેટલી બચત કરી શકશે.

ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, સાઉથ ઇસ્ટ ક્વિન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં જૂન 2020ની સરખામણીમાં સરેરાશ 8.8 ટકાના દરથી ઘટાડો થયો છે.

જેના કારણે ઘરદીઠ વાર્ષિક 126 ડોલરની બચત થઇ શકે છે.

સંસ્થાના ચેર રોડ સિમ્સે જણાવ્યું હતું કે, ઘર તથા નાના વેપાર ઉદ્યોગો નવો અને સસ્તો પ્લાન ખરીદીને અથવા તેમને વિજળી પૂરી પાડતી રીટેલ કંપની જો તેમનો દર ઓછો કરે તો બે પ્રકારે વાર્ષિક બચત કરી શકે છે.
bill shock, electric bill, gas bill, water bill
Beware of bill shock this winter. Source: Getty Images/skynesher
તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહકોએ બચત મેળવવા માટે યોગ્ય પ્લાન ખરીદવો જોઇએ. આ ઉપરાંત, તેમણે વિજળી પૂરી પાડતી કંપનીઓને નવા કાયદા પ્રમાણે ગ્રાહકો સાથે સર્વિસ નક્કી કરવા જણાવ્યું હતું.

વિજળીમાં છેતરપીંડી અંગે Prohibiting Energy Market Misconduct (PEMM) કાયદો જૂન 2020માં અમલમાં આવ્યો હતો. જેમાં વિજળી કંપનીઓએ વિજળીના ઉત્પાદનની કિંમત પ્રમાણે ભાવ નક્કી કરવાનો હોય છે. જે કંપની નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તેને 10 મિલીયન ડોલર અથવા દરેક ઉલ્લંઘન બદલ ટર્નઓવરના 10 ટકા જેટલો દંડ ભરવો પડી શકે છે.

સિમ્સે જણાવ્યું હતું કે, રીન્યુએબલ એનર્જી, બળતણની ઘટતી કિંમતના કારણે વિજળીની જથ્થાબંધ ખરીદીની કિંમત ઘટી છે. જેનો લાભ ઓસ્ટ્રેલિયન્સ મેળવી શકે છે.

સંસ્થાએ ગ્રાહકોને લાભ ન આપનારી વિજળી કંપનીઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે અને આગામી સમયમાં વિજળી અંગે છેતરપીંડી ન થાય તે માટે વધુ ધ્યાન આપવામાં આવશે.

વિવિધ શહેરોમાં આશરે વાર્ષિક કેટલી બચત થઇ શકે

સાઉથ ઇસ્ટ ક્વિન્સલેન્ડ - 9 ટકાની બચતથી 126 ડોલર
ન્યૂ સાઉથ વેલ્સ - 6 ટકાની બચતથી 84 ડોલર
કેનબેરા - 2.6 ટકાના દરથી 46 ડોલર
વિક્ટોરીયા - 12.7 ટકાની બચતથી 181 ડોલર
સાઉથ ઓસ્ટ્રેલિયા - 6.8 ટકાના દરથી 118 ડોલર

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Published 28 April 2021 1:57pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends