ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ દેશમાં વસતા રહેવાસીઓને દિવાળીના પવિત્ર તહેવારની શુભકામના પાઠવી છે.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તહેવાર એકતા તથા શાંતિનો પ્રતિક છે તથા મિત્રો અને પરિવારજનોને વધુ નજીક લાવે છે.
દિવાળીએ અંધકાર પર પ્રકાશની જીતનું પર્વ છે. ઓસ્ટ્રેલિયા દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી બહુસાંસ્કૃતિક દેશની ઓળખ સ્થાપિત કરે છે.
તેમણે દેશના વિકાસમાં સહભાગી થતા વિવિધ સમુદાયના સભ્યોને દિવાળીની શુભકામના પાઠવી તમામના જીવનમાં હર્ષોલ્લાસ છવાઇ જાય તેવી કામના કરી હતી.
ડોમીનિક પેરોટેય, ન્યૂ સાઉથ વેલ્સ - પ્રીમિયર
ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા હિન્દુ, શિખ, જૈન તથા બુદ્ધ ધર્મના લોકોને આનંદિત, સુરક્ષિત અને આરોગ્યપ્રદ દિવાળીની શુભકામના પાઠવું છું.
દિવાળીએ અંધકાર પર પ્રકાશની જીતનું પર્વ છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં દિવાળીના દિવસે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસને રોશનીથી સજાવવામાં આવશે અને તમામ સમુદાયના લોકોને ઉજવણીનો ભાગ બનવાની તક પ્રાપ્ત થશેપ્રીમીયર ડોમિનીક પેરોટેય
રાજ્ય સરકાર તરફથી પ્રીમિયર પેરોટેયે તમામ રહેવાસીઓની જીવનમાં સુખ સમૃદ્ધિ સ્થપાય તેવી કામના કરી હતી.
ડેનિયલ એન્ડ્ર્યુસ, વિક્ટોરીયા - પ્રીમિયર
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે રાજ્યના રહેવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી.
મિત્રો અને પરિવારજનો સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે. વિક્ટોરીયામાં વસતા હિન્દુ સમુદાયના સભ્યોએ રાજ્યના વિકાસમાં ઉમદા ફાળો આપ્યો છે.પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસ
વિક્ટોરીયન સરકાર તરફથી તેમણે હિન્દુ સમુદાયનો આભાર વ્યક્ત કરી પ્રકાશના પર્વની શુભકામના પાઠવી હતી.
મિશેલ રૌલેન્ડ - કમ્યુનિકેશન મંત્રી - ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના કમ્યુનિકેશન મંત્રીએ દેશમાં વસતા હિન્દુ, શીખ અને જૈન સમુદાયના સભ્યોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.
તેમણે નમસ્તે, વડક્કમ, સતશ્રી અકાલ, કેમ છો સંબોધન કરીને દેશના રહેવાસીઓને દિવાળીનો સંદેશ આપ્યો હતો.
દિવાળીના દિવાના પ્રકાશની જેમ તમામ રહેવાસીઓના જીવનમાંથી અંધકાર દૂર થાય અને ઉજાશ પથરાય તેવી તેમણે કામના કરી હતી.
Source: Supplied
કૌશલ્યા વાધેલા, સાંસદ - વેસ્ટર્ન મેટ્રોપોલિટન ક્ષેત્ર
વિક્ટોરીયના વેસ્ટર્ન મેટ્રોપોલિટન ક્ષેત્રના સાંસદ કૌશલ્યા વાઘેલાએ હિન્દુ, જૈન, શિખ તથા બુદ્ધ ધર્મના લોકોને દિવાળીના તહેવારની શુભકામના પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ તહેવારમાં લોકો તેમના ઘરને રોશની તથા રંગોળીથી સજાવે છે અને વિવિધ વાનગી, મીઠાઇ બનાવીને તહેવારની ઉજવણી કરે છે.
વિક્ટોરીયામાં વિવિધ સમુદાયના સભ્યો સુખ-શાંતિ સાથે રહે છે અને દિવાળી જેવા તહેવાર સમુદાયો વચ્ચેની એકતાને વધુ મજબૂત કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm