ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં નવેમ્બર 2019થી અત્યાર સુધીમાં 24 લોકોની જાણીજોઇને આગ લગાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા કુલ 183 લોકોમાંથી 24 લોકો પર જાણીજોઇને આગ લગાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અધિકારીઓએ રાજ્યમાં આગ લગાડવા પર પ્રતિબંધ હોવા છતાં પણ આગ શરૂ કરવાના મામલે 53 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 47 જણા પર સળગેલી સિગારેટ જમીન પર ફેંકવાનો આરોપ મૂકાયો છે.
ALSO READ
21 વર્ષ સુધીની જેલ થઇ શકે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જાણીજોઇને બુશફાયર શરૂ કરવા બદલ ગુનેગારને 21 વર્ષ સુધી જેલ થઇ શકે છે.
24ના મૃત્યુ, 2000થી વધુ ઘર બળ્યા
અત્યાર સુધીમાં બુશફાયરના કારણે ઓસ્ટ્રેલિયામાં 24 લોકોના મૃત્યુ તથા 2000 ઘર બળી ગયા છે. આ ઉપરાંત, 12 મિલીયન હેક્ટર જમીનમાં આગ પ્રસરી ગઇ છે.