ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદી વર્ષ 2019-20માં સૌથી વધારે ટેક્સ આધારિત વાર્ષિક આવક મેળવનારા વ્યવસાયોને આધારે જાહેર કરાઇ છે.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના આંકડા પ્રમાણે, દેશમાં સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોમાં આરોગ્ય આધારિત વ્યવસાયોનો સમાવેશ થાય છે. જેમાં સર્જન, ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ, ફાઇનાન્સિયલ ડિલર, સાઇકિયાટ્રીસ્ટ જેવા વ્યવસાયો ટોચના સ્થાને છે.
વર્ષ 2019-20માં ઓસ્ટ્રેલિયામાં 4159 સર્જનની વાર્ષિક કમાણી 406,068 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી હતી.

Credit: ATO
ત્યાર બાદ બીજા ક્રમે એનેસ્થેટિસ્ટનો ક્રમ આવે છે. જે - તે વર્ષે ઓસ્ટ્રેલિયામાં 3509 એનેસ્થેટિસ્ટની કમાણી 388,814 ડોલર જેટલી રહી હતી.
ત્રીજા ક્રમે ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં 9906 જેટલા ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટની વાર્ષિક આવક 310,848 ડોલર રહી હતી.
વર્ષ 2019-20 માં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદી
યુનિટ ગ્રૂપ | વ્યવસાય | વ્યવસાયિકો | સરરેારાશ આવક |
2535 | સર્જન | 4159 | 406,068 |
2532 | એનેસ્થેટિસ્ટ | 3509 | 388,814 |
2533 | ઇન્ટર્નલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ | 9906 | 310,848 |
2222 | ફાઇનાન્સિયલ ડીલર | 4754 | 279,790 |
2534 | સાઇકિયાટ્રીટ | 3030 | 252,691 |
2539 | અધર મેડિકલ પ્રેક્ટિશનર્સ | 28,696 | 232,903 |
2712 | જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ | 3940 | 189,538 |
2336 | માઇનિંગ એન્જીનિયર | 9120 | 188,083 |
1332 | એન્જીનિયરીંગ મેનેજર | 25,728 | 161,514 |
2223 | ફાઇનાન્સિયલ ઇન્વસ્ટમેન્ટ એડ્વાઇઝર | 20,679 | 155,882 |
સૌથી વધુ કમાણી કરતા ઓસ્ટ્રેલિયાના ટોચના 10 વ્યવસાયોમાં આરોગ્ય ક્ષેત્ર સિવાયના અન્ય વ્યવસાયોમાં ફાઇનાન્સિયલ ડીલર, જ્યુડિશીયલ - અધર લિગલ પ્રોફેશનલ્સ, માઇનિંગ એન્જીનીયર, એન્જીનિયરીંગ મેનેજરનો સમાવેશ થાય છે.
આ યાદીમાં સૌથી વધારે વ્યવસાયિકોની સંખ્યા અધર મેડિકલ પ્રેક્ટિશનર્સની છે. વર્ષ 2019-20માં ઓસ્ટ્રેલિયામાં 28,696 વ્યવસાયિકો કોઇ સંસ્થામાં મેડિકલ પ્રેક્ટિશનર્સ તરીકે કાર્યરત હતા.
તેમની વાર્ષિક કમાણી 164,896 ડોલર જેટલી રહી હતી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.