, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણમાંથી એક કર્મચારીને નોકરી દરમિયાન શારીરિક છેડછાડનો અનુભવ થાય છે. જોકે, શારીરિક છેડછાડ અસ્વીકાર્ય છે અને તેને હળવાશથી લેવી ન જોઇએ.
શારીરિક છેડછાડ શું છે?
ના જણાવ્યા પ્રમાણે, શારીરિક અડપલાં કે શારીરિક સુખની માંગણી કરી અન્ય વ્યક્તિનું અપમાન કરવુંએ ગુનાહિત કૃત્ય છે. અને તેને ગણવામાં આવે છે.
તે વિવિધ પ્રકારમાં થઇ શકે છે. જેમ કે બિભત્સ જોક્સ બોલવા, ડેટ પર જવા માટે કોઇને વણમાંગ્યું આમંત્રણ આપવું અને સેક્સની માંગણી કરવી, કોઇ પણ વ્યક્તિના વ્યક્તિગત જીવનમાં દખલ કરી પ્રશ્નો કરવા, સેક્સ આધારિત અપમાન કરવું, શારીરિક છેડછાડ કરવી અથવા બિભત્સ મેસેજ, ઇ-મેઇલ કરવા.
Improper office etiquette Source: Getty Images
કોણ ભોગ બની શકે?
કોઇ પણ વ્યક્તિ શારીરિક છેડછાડનો ભોગ બની શકે છે પરંતુ, ના જણાવ્યા પ્રમાણે, યુવતીઓ શારીરિક છેડછાડનો સૌથી વધુ ભોગ બને છે.
છેલ્લા પાંચ વર્ષમાં 30 ટકા સ્ત્રીઓએ શારીરિક છેડછાડનો ભોગ બન્યાનું સ્વીકાર્યું હતું. જ્યારે 26 ટકા પુરુષોએ પણ શારીરિક છેડછાડનો અનુભવ થયાનું જણાવ્યું હતું.
29 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો શારીરિક છેડછાડનો સૌથી વધુ ભોગ બન્યા હતા.
મદદ કેવી રીતે મેળવી શકાય?
નોકરીના સ્થળ પર જો શારીરિક છેડછાડનો અનુભવ થાય તો એક્ટ અંતર્ગત મદદ મેળવી શકાય છે. આ અંગે વધુ માહિતી મેળવવી હોય તો ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ્સ કમિશનનો 1300 656 419 પર સંપર્ક કરી શકાય છે.
જો તમે આ અંગે માનસિક તાણ અનુભવતા હોય તો તમારા વિશ્વાસું મિત્ર અથવા નો સંપર્ક કરી શકાય છે.
જો તમારે દુભાષિયાની મદદ લેવી હોય તો ઓસ્ટ્રેલિયન રાઇટ્સ કમિશનની માહિતી સુવિધા અથવા 1800 RESPECT પર પણ મળી રહે છે.
Creative differences can make tempers flare in any office Source: Getty Images
ફરિયાદ કેવી રીતે કરી શકાય?
જ્યારે તમે ફરિયાદ કરવાનું નક્કી કરો, ત્યારે તમે તમારા નોકરી સ્થળ પર સાથે વાત કરી શકો છો.
તમને અલગ અલગ પ્રકારના પ્રત્યુત્તર મળી શકે છે. કેટલાક અધિકારીઓ ફરિયાદને ગંભીરતાથી લે છે અને તરત જ તે અંગે પગલાં લે છે. જ્યારે અન્ય સ્થળ પર અધિકારીઓને આ પરિસ્થિતીમાં શું કરવું તેની જાણ હોતી નથી એટલે તેઓ અચકાય છે પરંતુ, હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ લઇ શકાય છે, તેમ સેક્સ ડીસ્ક્રીમીનેશન કમિશ્નર કેટ જેન્કીન્સે જણાવ્યું હતું.
સામાન્ય રીતે તમે જ્યારે ઉચ્ચ અધિકારી કે માલિકને ફરિયાદ કરો છો ત્યારે તેમણે ફરિયાદને ગંભીરતાથી લેવાની હોય છે. તેઓ ભોગ બનનાર વ્યક્તિની મુશ્કેલીનું કંપનીની અંદર જ સમાધાન થાય તેવા પ્રયત્નો કરે છે, તેમ જેન્કીન્સે જણાવ્યું હતું.
Sexual Harassment - Social Issue Concept Source: Getty Images
વધુ માહિતી ક્યાં મળી શકે?
શારીરિક છેડછાડ અને નોકરીના સ્થળ પર તમારા હકો વિશે વધુ માહિતી મેળવવા માટે અને વેબસાઇટ્સની મદદ લઇ શકાય છે. બંને વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે.
READ MORE
જાણો, રીજનલ ઓસ્ટ્રેલિયાના જીવન વિશે