વિશ્વમાં જયારે ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ લોકો પ્રત્યે વિવિધ માટે વ્યક્ત થઇ રહ્યા છે, તેવામાં ધાર્મિક સહિષ્ણુતાના પ્રોત્સાહન માટે ઓસ્ટ્રેલિયન ગાયક- સંગીતકાર બેન લીએ અનોખો રસ્તો પસંદ કર્યો છે. 38 વર્ષીય બેન લી રાજકીય દલીલબાજીમાં પડ્યા સિવાય ધર્મના પ્રાથમિક સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન પોતાના ગીતો વડે કરે છે. તેઓએ બાળકો માટે પૉપ આલ્બમ બનાવ્યો છે :' બેન લી સીંગ્સ સોન્ગ્સ અબાઉટ ઇસ્લામ ફોર થઈ હોલ ફેમિલી '
તેઓએ એસ બી એસને જણાવ્યું હતું કે," મને લાગ્યું કે મારા માટે આ ક્ષણ છે જયારે મારે આ ધર્મની સુંદરતા વિષે લોકોનું ધ્યાન દોરવું જોઈએ. ખાસ કરીને આ સમયે જયારે તેને અપમાનિત કરાઈ રહ્યો છે."
Source: Ben Lee Facebook
સિડનીમાં જન્મેલા અને મોટા થયેલા શ્રી લી આજથી બે દાયકા પહેલા અમેરિકા જઈ વસ્યા છે. હાલના વર્ષોમાં શ્રી લીએ વિશ્વના મુખ્ય ધર્મગ્રંથો તેમની શીખનો અભ્યાસ કર્યો છે. તેઓએ વિવિધ ધર્મ ગ્રન્થો વાંચ્યા છે. યહૂદી તરીકે મોટા થયા હોવા છતાંય તેઓએ અમેરિકન તાઓવાદી હીલિંગ સેન્ટર ખાતે અભ્યાસ કર્યો છે, ગુરુ શક્તિ નારાયણી અમ્મા મારફતે તેઓએ હિન્દૂ ધર્મ વિષે જાણ્યું છે, આટલું જ નહિ આજથી આઠ વર્ષ પહેલા તેઓએ અભિનેત્રી લોન સ્કાય સાથે હિન્દૂવિધિથી લગ્ન કર્યા છે.
તેઓએ મૂળ રીતે બાળકો માટે પાંચ આલ્બમ બનાવવાનું નક્કી કર્યું હતું, જે વિવિધ ધર્મો અંગે હોય - હિન્દૂ , યહૂદી, ખ્રિસ્તી, બૌદ્ધ અને મુસ્લિમ , પણ વર્તમાન વિશ્વમાં બનતી ઘટનાઓના કારણે તેઓએ મુસ્લિમ ધર્મ અંગેનું આલ્બમ પ્રથમ બનાવવાનું નક્કી કર્યું .
તેઓ જણાવે છે કે આ આલ્બમ બનાવવા પાછળના નિયમોમાં મૂળ રીતે લોકો ને જોડવા- જે માટે ઇસ્લામની પ્રાર્થનાઓ અને કથનોનો ઉપયોગ કરવો અને આમ કરતા અદભુત પ્રેરણા મળે છે. તો જયારે તેઓ કશુંક આધ્યાત્મિક વાંચતા અને શીખતાં તેનાથી એક ગીતકાર તરીકે તેમના માટે જાદુઈ ક્ષણ નું નિર્માણ થતું અને આ કેવી રીતે થતું તે જણાવવું મુશ્કેલ છે.
તેઓના આ આલ્બમના ગીતો જેમાં 'ઇસ્લામ મીન્સ સરન્ડર', ' રમઝાન', અને ' લા અલ્લાહ અલ અલ્લાહ,' સામેલ છે, જે ઇસ્લામનો સંદેશ શ્રી લી વડે બનાવાયેલ ધૂન સાથે આપે છે.
તેઓ માને છે દરેક પૉપ ગીતો પાછળ કોઈ ઉદેશ હોય છે. તો તેમને લાગ્યું કે આ ઉદેશ લોકોને જાણકારી આપવાનો, તેમને પ્રેરણા આપવાનો અને લોકો સમક્ષ ખુલ્લી રીતે વાત મુકવાનો કેમ ન હોઈ શકે?
શ્રી લી જણાવે છે કે આ આલ્બમ બનાવવાની પ્રેરણા આપનાર છે તેમની સાત વર્ષીય દીકરી ગોલ્ડી.
તેઓ એસ બી એસ સાથે વાત કરતા જણાવે છે કે હાલના દિવસોમાં કુરાન વિષે લોકોને વારંવાર ટીકા કરતા સાંભળતા હોઈએ છીએ કે તેમાં દુશ્મન સાથે ખુબ સખ્તાઈ થી વર્તવાની વાત કરાઈ છે. પરંતુ આ વાત તો મોટાભાગના તમામ ધર્મગ્રન્થોમાં કહી છે. વ્યક્તિએ લડવું જોઈએ એ વાત કહેવાય છે પણ તે પોતાની જાત સાથેની લડાઈની વાત છે. પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે લડવાની વાત છે.
શ્રી લી હાલમાં કોઈપણ ધર્મને નથી પાળતા. તેઓ કહે છે કે સાચો ધર્મ એ માનવધર્મ છે જે દિલથી પાળવો જોઈએ.
આ આલ્બમથી થનાર તમામ આવક અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન અને માનવાધિકાર માટે કર્યરત સંસ્થાનોને આપવામાં આવશે.
તેઓ દ્રઢ રીતે માને છે સંગીતમાં દિલોને જોડવાની અને માન્યતાઓ બદલવાની ક્ષમતા રહેલ છે.