આ વર્ષથી સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સર માટેની સ્ક્રીનિંગ પ્રક્રિયામાં બદલાવ આવી રહ્યો છે.
અત્યારસુધી મહિલાની ઉંમર 18 વર્ષ કે તે સેક્સ્યુઅલી સક્રિય થાય ત્યારબાદના બે વર્ષમાં આ સ્ક્રીનિંગ માટે સૂચન કરવામાં આવતું હતું.
નવી માર્ગદર્શિકા મુજબ 25 વર્ષથી ઓછી આયુની મહિલાઓને પેપ સ્મીયર ટેસ્ટ માટે સૂચન નહિ કરવામાં આવે.
કેટલાક તજજ્ઞો વડે નવી ટેક્નોલોજીના કારણે આવેલ આ બદલાવનું સ્વાગત કરવામાં આવ્યું છે તો કેટલાક લોકોનું માનવું છે કે આ બદલાવથી મહિલાઓમાં સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સરનું ઝડપી નિદાન નહિ થઇ શકે.
નેશનલ એસોસિયેશન ઓફ સ્પેશિયાલિસ્ટ ઓબ્સ્ટેટ્રીશિયન્સ અને ગાયનેકોલોજિસ્ટ ના ડો.એન્ડ્રુસ ઝૂશ્ચમનનું કહેવું છે કે આ બદલાવ માનવ પેપિલિલોમાવાઇરસના રસીકરણની સફળતાના પગલે લેવામાં કરવામાં આવ્યો છે.
"હાલમાં ઉપલબ્ધ લગભગ 100 વર્ષજુની પદ્ધતિ ટૂંક સમયમાંજ જૂની થઇ જશે. પેપ સ્મીયર અને સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સર વિષે આપણને છેક ત્યારથી જાણ છે."
એક લાખ મહિલાઓમાંથી માત્ર એકાદ મહિલાને 25 વર્ષથી ઓછી ઉંમરે સર્વાઈકલ (ગર્ભાશય) કેન્સર થાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ નિવેદન માં જણાવાયું છે કે : " એચ પી વી રસીકરણના કારણે 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં સર્વાઈકલ (ગર્ભાશય) એબ્નોર્માલિટીસનું પ્રમાણ ઘટ્યું છે... જે એવો નિર્દેશ કરે છે કે અંતમાં તો આ આયુવર્ગમાં તેનાથી સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સરનું પ્રમાણ ખુબ ઓછું કરી શકાશે."
આ નવો સર્વાઈકલ (ગર્ભાશયના) કેન્સર માટેનો સ્ક્રીનિંગ કાર્યક્રમ મે મહિનામાં રાષ્ટ્રવ્યાપી અમલમાં મુકાશે.