આ માહિતીમાં છેલ્લે 7મી ડીસેમ્બરના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી મેળવવા માટે અહીં કરો.
વિક્ટોરીયા
મેળાવડા
- ઘરમાંથી બહાર જવા અંગે કોઇ પ્રતિબંધ નહીં
- જાહેર મેળાવડા - આઉટડોરમાં 100 લોકોની મર્યાદા
- ઘરમાં મુલાકાતી - 30 વ્યક્તિ સુધી ઘરમાં ભેગા થવા માટે મંજૂરી, અલગ અલગ ઘરના લોકો ભેગા થઇ શકે (1 વર્ષથી નાની ઉંમરના બાળકને ગણવામાં આવશે નહીં)
- ક્રિસમસની ઉજવણી - ઘરમાં એક દિવસમાં 30 લોકોને ભેગા થવાની પરવાનગી અપાશે. (1 વર્ષથી નાના બાળકોનો સમાવેશ થતો નથી)
- લગ્નો, અંતિમ સંસ્કાર અને ધાર્મિક મેળાવડા - મહત્તમ લોકોને ભેગા થવાની મર્યાદા હટાવી લેવાઇ છે. તેના સ્થાને દર 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ.
- હોસ્પિટલ અને કેર સુુવિધા - મુલાકાતીઓની સંખ્યા અને સમય પર કોઇ પાબંધી નહીં. હોસ્પિટલ અને કેર સુવિધા મુલાકાતીઓ માટે નિયમો બનાવી શકે છે.
જો તમે ઘરેથી કાર્ય કરી શકો છો, તો ઘરેથી જ કાર્ય કરવું. તેના દ્વારા લોકોની હલનચલન ઓછી થશે અને કોરોનાવાઇરસ ફેલાતો અટકાવી શકાશે.
25 ટકા કર્મચારીઓ કાર્યસ્થળે પરત ફર્યા છે. જોકે, તેમાં દર ચાર સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિનો નિયમ લાગૂ પડશે.
વિક્ટોરીયામાં ઓફિસ કે કેફેમાં ફેસમાસ્ક પહેરવું જરૂરી નથી.
જોકે, માસ્ક દરેક સ્થળે સાથે રાખવું જરૂરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી, ઇન્ડોર શોપિંગ સેન્ટર્સ અને ભીડવાળી જગ્યાએ તે પહેરવું જરૂરી છે.
જો તમે ઘરેથી કાર્ય ન કરી શકો તો તમે કાર્યસ્થળે જઇ શકો છો, અને તે સમય દરમિયાન તમારે સુરક્ષિત રહેવા નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડશે.
- તમારા હાથ વારંવાર ધોવા
- ટીશ્યૂ અથવા કોણીની વચ્ચે છીંક કે ઉધરસ ખાવી
- અન્ય વ્યક્તિથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર રાખવું
ઘરેથી કાર્યરત હોય તેવી (જેમ કે હેરડ્રેસર) સહિતની તમામ સંસ્થા પાસે કોવિડ સેફ પ્લાન હોવો જરૂરી છે.
વધુ માહિતી -
પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા.
વિક્ટોરીયાના જે રહેવાસીઓમાં કોરોનાવાઇરસનું નિદાન થશે અથવા જો તેઓ વાઇરસ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા હશે અને તેઓ આઇસોલેશનના નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમને દંડ થઇ શકે છે.
વધુ માહિતી -
સ્કૂલ
- વિક્ટોરીયામાં તમામ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરી રહ્યા છે.
- યુનિવર્સિટી, ટાફે અને વયસ્ક વિદ્યાર્થીઓ સંસ્થામાં આવીને અભ્યાસ કરી શકે છે.
વધુ માહિતી -
મુસાફરી અને ટ્રાન્સપોર્ટ
માસ્ક દરેક સમયે સાથે રાખવું જરૂરી છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા ટેક્સી સર્વિસનો વપરાશ કરતી વખતે તે પહેરવું જરૂરી છે. આ ઉપરાંત સ્વસ્છતા રાખવી અને જો માંદગી હોય તો મુસાફરી ટાળવી જોઇએ.
વધુ માહિતી -
- કોઇ પણ કારણ વિના ઘરેથી બહાર જઇ શકાશે અને મુસાફરીના અંતરની મર્યાદા પણ હટાવી લેવામાં આવી છે.
- તમે વિક્ટોરીયામાં કોઇ પણ જગ્યાએ રજા ગાળવા જઇ શકો છો.
- તમે સાથે રહેતા હોય તેવી વ્યક્તિ, સાથીદાર અને મહત્તમ બે વ્યક્તિ અથવા સાથે ન રહેતા હોય તેવા પરિવારજન (અને તેમના આશ્રિતો) સાથે રહેવાની જગ્યાનું બુકિંગ કરાવી શકાશે.
- કોઇ કારણ વિના મેટ્રોપોલિટન મેલ્બર્ન અને રીજનલ વિક્ટોરીયામાં મુસાફરી કરી શકાશે.
- વર્તમાન સમયમાં વિક્ટોરીયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ઊતરાણને મંજૂરી છે.
વેપાર અને મનોરંજન
- કેફે, રેસ્ટોરન્ટ્સ અને બાર - 300 ગ્રાહકોની મર્યાદા. મહત્તમ 150 લોકો ઇન્ડોરમાં બેસી શકશે. જેમાં દર 4 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ. નાના સ્થળો પર જેમાં 50 ગ્રાહકોની મર્યાદા હોય ત્યાં 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિનો નિયમ
- આઉટડોર સ્પોર્ટ્સ, પૂલ, જીમ - ઇન્ડોરમાં 150 લોકો 20ના ગ્રૂપમાં, જેમાં દર 4 સ્ક્વેયર મીટર પર એક વ્યક્તિનો નિયમ. આઉટડોરમાં 500 લોકો સુધીની મર્યાદા, જેમાં 50 લોકો સુધીનું ગ્રૂપ, તેમાં પણ દર 4 સ્ક્વેયર મીટર પર એક વ્યક્તિનો નિયમ લાગૂ રહેશે.
- સિનેમા, નાની ગેલેરી - જેમાં ઇન્ડોરમાં 150 લોકો સુધીની મર્યાદા, મોટા સ્થળો પર ક્ષમતાના 25 ટકા લોકોને પરવાનગી.
ન્યૂ સાઉથ વેલ્સ
મેળાવડા
- ઘરની બહારની જગ્યાના વપરાશ સાથે 50 લોકો એક ઘરની મુલાકાત લઇ શકે છે અને જો ઘરમાં બહારની જગ્યાના વપરાશની સુવિધા ન હોય તો મહત્તમ 30 લોકોને ભેગા થવાની ભલામણ છે.
- 7મી ડીસેમ્બરથી આઉટડોર મેળાવડામાં 100 લોકો ભેગા થઇ શકે છે.
- લગ્નો, અંતિમ સંસ્કાર તથા ધાર્મિક ક્રિયાઓ - 7મી ડીસેમ્બરથી લોકોના ભેગા થવાની મહત્તમ સંખ્યાનો નિયમ હટાવી લેવાયો છે પરંતુ દર 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ રહેશે.
નોકરી
14મી ડીસેમ્બર 2020થી જાહેર આરોગ્યની સુવિધાને ધ્યાનમાં રાખીને નોકરીદાતા કર્મચારીને ઘરેથી જ કાર્ય કરવાની મંજૂરી આપતો નિયમ હટાવવામાં આવી રહ્યો છે.
કર્મચારીઓ નોકરીના સ્થળે પરત ફરી રહ્યા છે ત્યારે નોકરીદાતાઓને કોરોનાવાઇરસનો સેફ્ટી પ્લાન અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે.
નોકરીદાતાઓને તેમના કર્મચારીઓના કાર્યના સમયમાં ફેરફાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી જાહેર વાહનવ્યવહારમાં ભીડ ન વધે. જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે તેમને માસ્ક પહેરવાની ભલામણ કરાઇ છે.
કર્મચારીઓને જો માંદગી હોય તો ઘરે જ રહે અને કોરોનાવાઇરસના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવે.
સ્કૂલ
- જે વિદ્યાર્થીમાં કોરોનાવાઇરસના લક્ષણો હશે તેણે વાઇરસનો ટેસ્ટ કરાવવો પડશે અને તે નેગેટિવ ન આવે ત્યાં સુધી તે શાળાએ પરત ફરી શકતા નથી.
- સ્કૂલ ફોર્મલ્સ, ડાન્સ, ગ્રેજ્યુએશન, અને અન્ય સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ
- ન્યૂ સાઉથ વેલ્સ શિક્ષણ વિભાગ માટેની માહિતી
મુસાફરી અને વાહનવ્યવહાર
આંતરરાજ્ય મુસાફરો ન્યૂ સાઉથ વેલ્સની મુલાકાત લઇ શકે છે પરંતુ તેઓ જ્યારે પરત ફરશે ત્યારે તેમણે તેમના રાજ્યોમાં લાગૂ કરાયેલા નિયમો પાળવા પડશે.
- ઘણા કેરેવાન પાર્ક્સ અને કેમ્પિંગ ગ્રાઉન્ડ્સ શરૂ થઇ ગયા છે. નેશનલ પાર્ક્સની મુલાકાત લેવા માંગતા લોકોએ પર તપાસ કરવી.
- રેસિડેન્સિયલ એજ કેર તથા આરોગ્યની સુવિધાની મુલાકાત પ્રતિબંધિત છે.
વધુ માહિતી -
વેપાર ઉદ્યોગો અને મનોરંજન
- કેટલાક વેપાર અને સંસ્થાઓએ, જાહેર આરોગ્યના આદેશનું પાલન કરીને કોવિડ સેફ રજીસ્ટર કરાવવું જરૂરી છે.
- વધુ માહિતી -
- જીમ અને નાઇટક્લબ - દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ તથા જીમમાં અને ડાન્સફ્લોર પર એક જ સમયે 50 લોકોને પરવાનગી.
- સ્ટેડિયમ અને થીયેટર્સ - (આઉટડોર) 100 ટકા ક્ષમતાને પરવાનગી, અને બેસવાની જગ્યા ન હોય ત્યાં દર 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિ. ઇન્ડોરમાં 75 ટકા ક્ષમતા.
- નાના હોસ્પિટાલિટી સ્થળો (200 સ્ક્વેયર મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જગ્યા) ઇન્ડોરમાં દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ.
- ટ્રેનિંગ સત્ર તથા સંપર્કમાં આવી શકાય તેવી પ્રવૃત્તિઓ સહિતના કમ્યુનિટી સ્પોર્ટ્સને મંજૂરી.
વેપાર - ઉદ્યોગો અને ઇવેન્ટના આયોજકોએ કોવિડ સેફ્ટી પ્લાન અમલમાં મૂકી પ્રવેશ કરનારા તમામ લોકોની વિગતો રાખવી જરૂરી
દંડ
- નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા.
- આદેશનું ઉલ્લંઘન થશે તો પબ્લિક હેલ્થ એક્ટ 2010 અંતર્ગત તે ગુનો ગણાશે અને જંગી દંડ થઇ શકે છે.
ન્યૂ સાઉથ વેલ્સ વિશેની માહિતી
ક્વિન્સલેન્ડ
મેળાવડા
- ક્વિન્સલેન્ડમાં ઘરમાં 50 લોકોને તથા આઉટડોર જગ્યામાં 100 લોકોને ભેગા થવાની પરવાનગી.
- લગ્ન સમારંભ - મહત્તમ 200 મહેમાનો હાજરી આપી શકે છે અને તમામ લોકો ડાન્સ કરી શકે છે. (બંને ઇન્ડોર અને આઉટડોરમાં આ નિયમ લાગૂ પડશે.)
- અંતિમ સંસ્કાર - મહત્તમ 200 લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે.
- રેસીડેન્સિયલ કેર - માનસિક આરોગ્ય, ડ્રગ કે આલ્કોહોલ સર્વિસની સારવાર લઇ રહેલા પરિવારજનની રેસિડેન્સિયલ કેરમાં મુલાકાત લઇ શકાય છે.
- હોસ્પિટલમાં મુલાકાત - દરેક હોસ્પિટલમાં મુલાકાતીઓની સંખ્યા જે-તે નિયમ અનુસાર રહેશે.
વધુ માહિતી -
નોકરી
વેપાર માટે જરૂરી -
- વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપે.
- જો કોઇ કર્મચારી બિમાર જણાય તો તેને ઘરે મોકલે
- દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિ
- સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે સાઇન બોર્ડ મૂકે
- કોવિડ સેફ ફ્રેમવર્ક અમલમાં મૂકવું
- તમામ ચીજવસ્તુઓ અને ફર્શને સાફ કરવી
- હેન્ડ સેનીટાઇઝર ઉપલબ્ધ કરાવવું
કર્મચારીઓ માટે જરૂરી -
- માંદગી હોય તો ઘરે જ રહેવું
- કોરોનાવાઇરસના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવો
- અન્ય વ્યક્તિથી 1.5 મીટરનું અંતર રાખવું
- સાબુ કે સેનિટાઇઝરથી વારંવાર હાથ ધોવા
- કફ કે છીંકને ઢાંકવી
સ્કૂલ
જો પ્રિન્સિપલ, શિક્ષક કે સ્ટાફના સભ્યને બાળક બિમાર હોવાની ખબર પડે તો તેઓ માતા-પિતા, વાલીને જાણ કરી તેને સ્કૂલમાંથી પર લઇ જવા માટે વિનંતી કરી શકે છે.
માત-પિતા કે વાલીએ તેમના બાળકને તાત્કાલિકપણે શાળાએથી લઇ જવું.
બાળકમાાં માંદગીના કોઇ લક્ષણ ન જણાય અથવા તે નક્કી કરેલો સમય પૂરો ન કરે ત્યાં સુધી શાળાએ પરત ફરી શકશે નહીં.
વધુ માહિતી
મુસાફરી અને વાહન વ્યવહાર
1લી ડીસેમ્બર 2020થી તમારે ક્વિન્સલેન્ડ બોર્ડર ફોર્મ ત્યારે જ ભરવું પડશે જો તમે, છેલ્લા 14 દિવસમાં હોટસ્પોટ વિસ્તારમાં હોય અથવા વિદેશમાં હોય અને ઓસ્ટ્રેલિયામાં ઊતરાણ વખતે તમે ક્વિન્સલેન્ડની મુલાકાત ન લીધી હોય.
ન્યૂ સાઉથ વેલ્સ કે વિક્ટોરીયાથી આવેલા મુસાફર જો ફરજિયાતપણે સરકારી ક્વોરન્ટાઇન સુવિધામાં રહેતા હશે તો તેઓ કોરોનાવાઇરસના ટેસ્ટનું નેગેટીવ પરિણામ આપીને ક્વોરન્ટાઇન છોડી શકે છે. તેમણે ક્વિન્સલેન્ડમાં રહેઠાણનું સરનામું અને સંપર્કની વિગતો આપવાની રહેશે.
જો તમે હોટસ્પોટમાંથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશની પરવાનગી મેળવી હોય તો તમે રાજ્યમાં પ્રવેશ કરી શકો છો. હોટસ્પોટ વિસ્તારમાંથી રોડ દ્વારા રાજ્યમાં પ્રવેશની પરવાનગી હોવી જરૂરી છે. જો તમે ટ્રક ડ્રાઇવર, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના કર્મચારી, માલ-સામાન કે કુરિયર અથવા કોઇ જીવન જરૂરિયાતના વ્યવસાયમાં કાર્યરત છો તો તમારે મંજૂરીની જરૂર નથી.
વધુ માહિતી -
વેપાર-ઉદ્યોગો અને મનોરંજન
- ઇન્ડોર સ્થળો - દર 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિ (દાખલા તરીકે - રેસ્ટોરન્ટ, કેફે, પબ, ક્લબ, મ્યુઝીયમ, આર્ટ ગેલેરી, ધાર્મિક સ્થળો, કન્વેન્શન સેન્ટર અને પાર્લામેન્ટ હાઉસ). સ્થળની અંદરના રમત માટેની ઇન્ડોર જગ્યાઓ શરૂ થઇ શકે છે.
- ઇન્ડોર ઇવેન્ટ્સ - બેસવાની સુવિધામાં 100 ટકા ક્ષમતા. ટિકીટ ધરાવતા સ્થળોમાં પ્રેક્ષકોએ પ્રવેશ અને બહાર જતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. (દાખલા તરીકે - થિયેટર, લાઇવ મ્યુઝીક, સિનેમા અને ઇન્ડોર સ્પોર્ટ્સ). પ્રદર્શનકર્તા પ્રેક્ષકોથી 2 મીટરનું અંતર રાખી શકે છે. ચોયર્સમાં પ્રેક્ષકોથી 4 મીટરનું અંતર જરૂરી છે.
- આઉટડોર ઇવેન્ટ્સ - કોવિડ સેફ ઇવેન્ટ ચેકલિસ્ટ અમલમાં મૂકીને 1500 લોકોને ભેગા થવાની પરવાનગી. મોટા કાર્યક્રમમાં કોવિડ સેફ પ્લાન અમલમાં મૂકવો જરૂરી છે.
- ઓપનએર સ્ટેડિયમ - બેસવાની સુવિધા ધરાવતા સ્થળમાં કોવિડ સેફ પ્લાન અમલમાં મૂકીને 100 ટકા ક્ષમતાને પરવાનગી
- આઉટડોર ડાન્સિંગ - આઉટડોર ડાન્સિંગને પરવાનગી (દાખલા તરીકે - આઉટડોર મ્યુઝીક ફેસ્ટિવલ, બિયર ગાર્ડન્સ)
વધુ માહિતી -
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
વધુ માહિતી -
સાઉથ ઓસ્ટ્રેલિયા
મેળાવડા
- ઇન્ડોર સ્થળે દર 4 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિ
- આઉટડોર સ્થળે દર 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિ
- ખાનગી પ્રસંગો (લગ્ન અને અંતિમ સંસ્કાર સહિત)
દર 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિના નિયમ સાથે 150 લોકોને પરવાનગી
- ઘરે - મહત્તમ 10 લોકોને પરવાનગી (જો 10થી વધુ લોકો ઘરમાં રહેતા હશે તો નિયમમાં છૂટ)
- પ્રાઇવેટ સ્થળો - મહત્તમ 150 લોકો
- હોલિડે એકોમોડેશન - રહેઠાણની સુવિધા ધરાવતા સ્થળો પર મહત્તમ 10 લોકોને આરામ કરવાની મંજૂરી
- એજ કેરની મુલાકાત પર કેટલીક મર્યાદા છે.
એજ કેર વિશે વધુ માહિતી -
વધુ માહિતી -
નોકરી
- રાજ્યમાં કેટલાક પ્રતિબંધો પર છૂટછાટ આપવામાં આવી છે પરંતુ જો શક્ય હોય તો લોકોને ઘરેથી જ કાર્ય કરવા પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે.
- કાર્યસ્થળે કેટલીક છૂટછાટ રાજ્યમાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને કાબુમાં લેવામાં મદદરૂપ થશે. કેસનું નિદાન થાય તો પણ વેપાર - ઉદ્યોગ યોગ્ય રીતે કાર્ય કરી શકે તેવી જોગવાઇ છે.
સ્કૂલ
સાઉથ ઓસ્ટ્રેલિયામાં શાળાઓ ફરીથી શરૂ થઇ ગઇ છે. જો કોઇ શાળામાં કેસનું નિદાન થાય તો અહીં મુલાકાત લો.
મુસાફરી અને વાહનવ્યવહાર
- જો તમારે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવાની ફરજ પડે તો શક્ય હોય ત્યાં સુધી સીધો જ રૂટ અપનાવવો
- સાઉથ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના સ્થળો પર મુસાફરીની છૂટ છે.
- આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને સાઉથ ઓસ્ટ્રેલિયા પ્રવેશતા લોકોએ રાજ્ય સરકારની નક્કી કરેલી જગ્યાએ 14 દિવસ સુધી ફરજિયાતપણે ક્વોરન્ટાઇન થવું પડશે.
વધુ માહિતી -
વેપાર અને મનોરંજન
- દર 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિના નિયમનું ઉલ્લંઘન ન થવું જોઇએ.
- ઇન્ડોર સ્થળો પર પીરસાતા પીણા અને ખાદ્ય પદાર્થો બેઠક વ્યવસ્થામાં જ (પબ, કેફે, ક્લબ, રેસ્ટોરન્ટ્સ, વાઇનરી સહિત) વાપરવા જરૂરી છે. આઉટડોરમાં ઉભા હોય તે સમયે ખાદ્યપદાર્થો કે પીણાનું સેવન કરી શકાય છે.
- જે લોકો વ્યક્તિગત સાર-સંભાળની સેવા આપી રહ્યા છે તેમણે સેવા દરમિયાન પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ પહેરવા જરૂરી છે.
- કોઇ પણ ઇન્ડોર સિનેમા, થિયેટર અથવા કોઇ અન્ય સ્થળે કે જ્યાં બેસવાની સુવિધા હોય ત્યાં ક્ષમતાના 50 ટકા લોકોને પ્રવેશની મંજૂરી
વધુ માહિતી -
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
મેળાવડા
- દર 2 સ્ક્વેયર મીટરના નિયમને ધ્યાનમાં રાખીને ઘરે ભેગા થવાની મર્યાદા હટાવવામાં આવી છે.
- દર 2 સ્ક્વેયર મીટરના નિયમને ધ્યાનમાં રાખીને આઉટડોર સ્થળે ભેગા થવાની મર્યાદા હટાવવામાં આવી છે.
- 2 સ્ક્વેયર મીટરનો નિયમ બેસવાની સુવિધા તથા ટિકીટ સાથે બેસવાની સુવિધા ધરાવતા મનોરંજન સ્થળ અને ધાર્મિક સ્થળો પર લાગૂ થશે નહીં.
- અંતરિયાળ એબઓરિજિનલ સમુદાયની મુલાકાત મર્યાદિત
- એજ કેરની મુલાકાત મર્યાદિત
નોકરી
બિમારી ન હોય તો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કાર્યસ્થળે આવી નોકરી કરવા પ્રોત્સાહિત કરાય છે. તમને કાર્યસ્ળથે પરત ફરવા અંગે કોઇ ચિંતા છે તો તમારા નોકરીદાતાનો સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી
કાર્યસ્થળે
- સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો
- હાથ ન મિલાવો
- ફર્શ અને અન્ય સપાટીને વારંવાર સાફ કરો
- તમારું ભોજન ડેસ્ક કે બહારની જગ્યાઓ આરોગવું
- કાર્યસ્થળે ભોજન વહેંચવું નહીં.
વધુ માહિતી -
સ્કૂલ
- માંદગી હોય તથા પરિવારમાં કોઇ બિમાર હોય તેવા બાળકો સિવાય અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં જવું ફરજિયાત છે.
- વાલી - સારસંભાળ કરનારી વ્યક્તિ બાળકોને લેવા કે મૂકવા માટે સ્કૂલના મેદાન સુધી જઇ શકે છે.
મુસાફરી અને વાહનવ્યવહાર
- જાહેર આરોગ્યની સલાહને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સુરક્ષિત સરહદની ગોઠવણ અમલમાં મૂકી છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની નવી નિયંત્રિત આંતરરાજ્ય સરહદ અંગેની ગોઠવણ જે-તે રાજ્યોમાં છેલ્લા 14 દિવસમાં કોરોનાવાઇરસના દૈનિક 5 સામુદાયિક કેસની સરેરાશને ધ્યાનમાં રાખીને લેવાશે.
- કિમ્બર્લી વિસ્તાર સહિત સમગ્ર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં મુસાફરીની પરવાનગી. અંતરીયાળ વિસ્તારમાં એબઓરિજીનલ સમુદાયની મુલાકાત પ્રતિબંધિત.
વેપાર અને મનોરંજન
- સ્થળ પર ગ્રાહકના ભેગા થવા પર કોઇ મર્યાદા નથી. જોકે, દર 2 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ અમલમાં રહેશે. એટલે કે લોકોના ભેગા થવાની મહત્તમ સંખ્યા સ્થળના ક્ષેત્રફળ પર આધારિત રહેશે.
- 500થી વધારે ગ્રાહકો સમાવી શકે તેવા સ્થળોએ કુલ સંખ્યામાં તેમના સ્ટાફની પણ ગણતરી કરવાની રહેશે.
- રેસ્ટોરન્ટ્સ, કેફે અને બારમાં ગ્રાહકોની નોંધણી જરૂરી નથી.
- મોટા કાર્યક્રમો, મલ્ટી-સ્ટેજ મ્યુઝીક ફેસ્ટિલ સિવાય અન્ય તમામ કાર્યક્રમોને પરવાનગી
- ઓપ્ટસ સ્ટેડિયમ, HBF પાર્ક and RAC અરેના તેની ક્ષમતાના 50 ટકા લોકોને સમાવી શકશે.
- બેસવાની વ્યવસ્થા ન હોય તેવા સ્થળો જેમ કે કોન્સર્ટ હોલ, લાઇવ મ્યુઝીક સ્થળો, બાર, પબ અને નાઇટક્લબને કાર્યક્રમની મંજૂરી
- 24મી ઓક્ટોબર શનિવારથી બેસવાની વ્યવસ્થા હોય તેવા મનોરંજનના સ્થળોમાં કુલ ક્ષમતાના 60 ટકા લોકોને સમાવી શકાશે.
- કેસિનો ગેમિંગ કેટલાક પ્રતિબંધો સાથે ફરીથી શરૂ થઇ શકે.
વધુ માહિતી -
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
તાસ્મેનિયા
- ઘરે મેળાવડા - એક સમયે મહત્તમ 40 લોકોને પરવાનગી, જેમાં રહેવાસીનો સમાવેશ નહીં.
- લગ્નો, ધાર્મિક સ્થળો અને ખાનગી સ્થળો - જગ્યાના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે - જેમાં 250 ઇન્ડોર અને 1000 આઉટડોરને પરવાનગી
- હોસ્પિટલની મુલાકાત - એક સમયે દર્દીની એક જ વ્યક્તિ મુલાકાત લઇ શકશે.
નોકરી
શક્ય હોય તો લોકોએ ઘરેથી જ કાર્ય કરવું. જેથી લોકો વચ્ચેનો સંપર્ક ઓછો થઇ શકે.
સ્કૂલ
- વિદ્યાર્થીઓ સ્વસ્થ હોય તો શાળાએ આવી શકે છે.
- બિમાર હોય તેવા વિદ્યાર્થીઓને ઘરેથી જ અભ્યાસની છૂટ આપવામાં આવશે. આ ગોઠવણ કરવા માટે તમારી શાળાનો સંપર્ક કરો.
મુસાફરી અને વાહનવ્યવહાર
- તમે તાસ્મેનિયામાં ગમે ત્યાં મુસાફરી કરી શકો છો, પરંતુ તમારે મેળાવડાની સંખ્યા અને ઘરની મુલાકાત માટે લાગૂ પડતા નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે.
- તાસ્મેનિયામાં પ્રવેશ કરતા અગાઉ મુસાફરોએ તેમની માહિતી તથા મુસાફરીની વિગતો આપવાની રહેશે. જેથી તાસ્મેનિયાની સરહદો પર કોરોનાવાઇરસનું જોખમ ઓછું કરી શકાય.
- તાસ્મેનિયામાં પ્રવેશ અગાઉ મુસાફરોએ અન્ય સ્થળે વિતાવેલા સમયના આધારે રાજ્યમાં પ્રવેશની શરતો લાગૂ થશે.
- સરકારે નક્કી કરેલા સ્થળ ખાતે ક્વોરન્ટાઇન થવા બદલ ફી લેવામાં આવશે. (કેટલાક કિસ્સામાં છૂટ મળી શકે)
વેપાર અને મનોરંજન
- તમામ વેપાર - ઉદ્યોગોને કાર્ય કરવાની છૂટ છે. જોકે, તેમણે કોવિડ-19ના સુરક્ષા માટેના માપદંડો ધ્યાનમાં રાખી કોવિૃ-19 સેફ્ટી પ્લાનમાં નોંધણી કરવી જરૂરી છે.
- મહત્તમ ગીચતા એટલે કે દરેક બે સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો સમાવેશ.
- કોવિડ સેફ પ્લાન અમલમાં મૂકીને જીમ શરૂ થઇ ગયા છે. જેમાં ક્ષમતા, ફીઝિકલ ડિસ્ટન્સિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે.
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
વધુ માહિતી -
નોધર્ન ટેરીટરી
મેળાવડા
- નોધર્ન ટેરીટરીમાં ઇન્ડોર કે આઉટડોરમાં મેળાવડાની સંખ્યા પર પ્રતિબંધ નથી, જોકે લોકોએ 1.5 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે.
- લગ્નો અને અંતિમ સંસ્કારને પરવાનગી
- 100થી વધુ લોકો ભેગા થાય તે સ્થળે કોવિડ-19 ચેકલિસ્ટ બનાવવું જરૂરી
વધુ માહિતી -
નોકરી
CHO ની માર્ગદર્શિકા પ્રમાણે, વેપાર - સંસ્થા કે કોઇ સામુદાયિક ગ્રૂપે ફરજિયાત રીતે -
- કોવિડ-19 સેફ્ટી પ્લાન અમલમાં મૂકવો જરૂરી છે અને તેની છ મહિના બાદ ચકાસણી કરી શકાશે.
- જો હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ ન હોય તો ગ્રાહકને હેન્ડ સેનિટાઇઝર આપવું જરૂરી છે.
જાહેર સ્થળ અને કર્મચારીઓ વાપરી શકે તેવી જગ્યા પર સાઇન મૂકવી જરૂરી છે.
- 1.5 મીટરનું શારીરિક અંતર જાળવો
- જો 1.5 મીટરનું અંતર જાળવવું શક્ય ન હોય તો અન્ય વ્યક્તિ સાથે 15 મિનિટથી ઓછો સમય ગાળવો.
- હેન્ડ સેનિટાઇઝરની મદદથી હાથ વારંવાર ધોવા
- બિમાર હોય તો આરામ કરવો અને ટેસ્ટ કરાવવો.
વધુ માહિતી -
સ્કૂલ
- નોધર્ન ટેરીટરીના તમામ વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરત ફર્યા છે.
સ્કૂલ માટેની માહિતી
મુસાફરી અને વાહનવ્યવહાર
- વિદેશથી આવતા લોકોને ફરજિયાત હોવર્ડ સ્પ્રીન્ગ્સ ક્વોરન્ટાઇન સુવિધામાં 2500 ડોલરના સ્વખર્ચ સાથે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે.
નોધર્ન ટેરીટરીમાં પ્રવેશતા આંતરરાજ્ય મુસાફરો માટે
- જો જાહેર કરાયેલા હોટસ્પોટ વિસ્તારમાંથી નથી આવતા તો ક્વોરન્ટાઇનમાં જવાની જરૂર નથી. હોટસ્પોટ વિસ્તારોની યાદી -
- તમામ આંતરરાજ્ય મુસાફરોએ રાજ્યમાં પ્રવેશ અગાઉના 72 કલાક પહેલા બોર્ડર એન્ટ્રી ફોર્મ ભરવું પડશે.
વધુ માહિતી -
વેપાર-ઉદ્યોગ અને મનોરંજન
- કસરત, આઉટડોર મેળાવડા, સ્વિમીંગ, ફિશીંગ અને બોટિંગને પરવાનગી
- સ્કેટપાર્ક્સ, પૂલ, રમતના મેદાનો અને આઉટડોર જીમ શરૂ થઇ ગયા છે.
- કેફે, રેસ્ટોરન્ટ્સ, બાર, સ્પોર્ટ્સ ટ્રેનિંગ, ઇન્ડોર માર્કેટ્સ, જીમ, લાઇબ્રેરી, ગેલેરી અને મ્યુઝીયમ તથા અન્ય વેપાર - ઉદ્યોગો શરૂ થઇ ગયા છે.
- કમ્યુનિટી સ્પોર્ટ્સની મુલાકાત જ્યાં પ્રેક્ષકો માટે યોગ્ય રીતે બેસવાની વ્યવસ્થા રાખવામાં આવે, જો 500થી વધારે લોકો ઇવેન્ટમાં હાજર રહે તો કોવિડ -19 સેફ્ટી પ્લાન અમલમાં મૂકવો જરૂરી.
વધુ માહિતી -
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
વધુ માહિતી -
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
મેળાવડા
- ઘર - ઘરની મુલાકાતમાં કોઇ પાબંધી નહીં.
- જાહેર સ્થળ - અંતિમ સંસ્કાર સહિત 100 લોકોને ભેગા થવાની પરવાનગી (ઇન્ડોરમાં 4 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ, આઉટડોરમાં 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિને નિયમ)
- લગ્નો અને અંતિમ સંસ્કાર - 500 લોકો લગ્ન કે અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે. દર 4 સ્ક્વેયર મીટર પર 1 વ્યક્તિની મંજૂરી.
- ધાર્મિક સ્થળો - મહત્તમ 25 લોકો જેમાં સ્ટાફ તથા સર્વિસ આપતા લોકોનો સમાવેશ નથી.
- એજ કેર - એજ કેર સુવિધામાં પરિવારજનો કે મિત્રોની સારસંભાળ માટે જઇ શકાય છે. અને તેમાં સમયની કોઇ પાબંધી નથી.
વધુ માહિતી -
નોકરી
- કોવિડ સેફ પ્લાન અમલમાં મૂકી કર્મચારી તથા નોકરીદાતાને અનૂકુળ હોય તો કાર્યસ્થળે પરત ફરવું.
- માંદગી હોય તો ઘરે આરામ કરવો અને કોરોનાવાઇરસના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવો.
વધુ માહિતી
સ્કૂલ
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં શાળા શરૂ થઇ ગઇ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ આવી રહ્યા છે.
- જે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગે કોઇ તકલીફ હોય તો તેઓ ઘરેથી જ અભ્યાસ કરી શકે છે.
- જો તમારું બાળક બિમાર છે તો તેને મહેરબાની કરીને શાળાએ ન મોકલવું.
વધુ માહિતી -
મુસાફરી તથા વાહનવ્યવહાર
- કોરોનાવાઇરસ ઝડપથી ફેલાઇ શકે છે અને તેની અનુમાન લગાવી શકાતું નથી.
- જો પ્રવાસ મર્યાદિત હશે તો તેનો ફેલાવો રોકી શકાય છે. ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ મુસાફરી માટે સુરક્ષિત કે અસુરક્ષિત વિસ્તારોની યાદી જાહેર કરી નથી.
- કોરોનાવાઇરસના જોખમી ગણાતા વિસ્તારોના લોકોએ ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પ્રવાસના પોતાના આયોજન અંગે વિચારણા કરવી જોઇએ.
- માંદગી, ક્વોરન્ટાઇન કે આઇસોલેશનમાં હોય તો જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ ટાળવો જોઇએ.
- જો તમારે ક્વોરન્ટાઇન માટે ઘરે જવાની જરૂર પડે તો શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરો.
વેપાર અને મનોરંજન
- કેનબેરાના રેસ્ટોરન્ટ્સ, કેફે અને બાર તેમની જગ્યાની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના 25 લોકોને સમાવી શકે છે.
- જે કોઇ વેપાર - ઉદ્યોગ 25થી વધારે લોકોને સમાવવા માંગતા હોય તેમણે 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિના નિયમને ધ્યાનમાં રાખીને ઇન્ડોર અને આઉટડોર સ્થળે વાપરી શકાય તેવી જગ્યાનો ઉપયોગ કરવો.અને Check in CBR એપ્લિકેશનનો ઉપયોગ જરૂરી છે.
- જે વેપાર Check in CBR નો ઉપયોગ કરી શકતા નથી તેમણે ઇન્ડોરમાં 4 સ્કવેયર મીટરે 1 વ્યક્તિ અને આઉટડોરમાં 2 સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ અનુસરવો પડશે.
- ઇન્ડોર સ્થળે આલ્કોહોલનો વપરાશ કરતી વખતે ગ્રાહકોએ બેસવું પડશે.
- સિનેમા અને થિયેટર - ક્ષમતાના 65 ટકા લોકોને પરવાનગી. Check in CBR સાથે 500 લોકોને પરવાનગી.
- મોટા ઇન્ડોર સ્થળો - ટિકીટ અને બેસવાની સુવિધા સાથેના કાર્યક્રમોમાં કુલ ક્ષમતાના 65 ટકા લોકોને પરવાનગી, 1500 લોકો સુધી.
- કાયમી બેસવાની સુવિધા ધરાવતા આઉટડોર સ્થળો - ટિકીટ અને બેસવાની સુવિધા સાથેના કાર્યક્રમોમાં કુલ ક્ષમતાના 65 ટકા લોકોને પરવાનગી, 1500 લોકો સુધી.
- GIO અને Manuka Oval માં બેસવાની કુલ ક્ષમતાના 65 ટકાને મંજૂરી.
વધુ માહિતી -
દંડ -
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઇ શકે છે. દાખલા તરીકે - ગેરકાયદેસર મેળાવડા અથવા જરૂરી હોય ત્યાં માસ્ક ન પહેરવા બદલ.
વધુ માહિતી -
- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
- જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
- સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
- તમારા રાજ્યો અથવા ટેરીટરી - , , , , , અને દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાંથી વધુ માહિતી મેળવો.