COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે કોવિડ-19 રસીના પ્રથમ ડોઝનો 90 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો

12 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Surfers Paradise

Higher vaccination rate in the country would mean greater freedoms. Source: AAP Image/Jono Searle

  • ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19 પ્રતિરોધક રસીના પ્રથમ ડોઝનો 90 ટકા લક્ષ્યાંક મેળવી લીધો.
  • વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું છે કે કેન્દ્રીય સરકાર વિક્ટોરીયન પેન્ડેમિક લૉમાં દખલ કરશે નહીં.
  • ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું છે કે તેઓ સ્કૂલીસ ફેસ્ટિવલ રદ કરવા માંગતા નથી પરંતુ અજાણ્યા કેસ નોંધાશે તો સખત નિર્ણયો લેવા પડશે.
  • તાસ્મેનિયાએ રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે સાઉન્ડ એન્ડ લાઇટ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો તથા મેળાવડા પરના નિયંત્રણોમાં ફેરફારના નિર્ણય અગાઉ 16-24 વર્ષના વયજૂથને રસી મેળવી લેવા જણાવ્યું છે.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના વેક્સીન કમિશ્નર ક્રિસ ડોવસને આદીજાતી સમુદાયોના વડીલોને દેશમાં રસીકરણનો દર સૌથી ઓછો હોવાના કારણે વ્યક્તિગત અપીલ કરી છે. 
  • 15મી નવેમ્બરથી, ગ્રેટર સિડનીમાં ઇલેક્ટીવ સર્જરી તેની મહત્તમ ક્ષમતા સાથે શરૂ થઇ રહી છે.
કોવિડ-19ના આંકડા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1115 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 286 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 15 તથા ક્વિન્સલેન્ડમાં 2 કેસ નોંધાયા છે.


ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 12 November 2021 2:12pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends