COVID-19 અપડેટ: સિડની હાર્બર ક્રૂઝમાં ઓમીક્રોન પ્રકારના ચેપનો ભય

8મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Side view of Sydney Harbour bridge Opera House and city CBD at sunset.

面對加息大環境, 投資者應當如歌部署? Source: AAP

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સિડની હાર્બર ખાતે ક્રૂઝમાં યોજાયેલી પાર્ટીમાં 5 લોકોને કોવિડ નિદાન થયું છે. તેમાંથી 2 લોકોને ઓમીક્રોન પ્રકારનો ચેપ હોવાની શક્યતા છે. અધિકારીઓ હવે તેમાં હાજરી આપનારા 140 લોકોનો સંપર્ક કરી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ઓમીક્રોન પ્રકારનો ચેપ અગાઉ નોંધાયેલા કોવિડ-19ના પ્રકાર કરતાં વધુ ભયજનક ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે પરંતુ તેની સામે સાવધાની રાખવી જરૂરી છે.

ઓસ્ટ્રેલિયામાં રસી માટેની ટોચની સંસ્થા ATAGI દ્વારા 5થી 11 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની કોવિડ-19 પ્રતિરોધક રસીને આ અઠવાડિયાના અંત સુધીમાં અંતિમ મંજૂરી મળી જાય તેવી શક્યતા છે. એક વખત મંજૂરી મળ્યા બાદ, આ વય જૂથના બાળકો આગામી વર્ષે ફરીથી શાળામાં જાય તે અગાઉ તેમને રસી ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

કોવિડ-19ના આંકડા:

વિક્ટોરીયામાં 1312 કેસ તથા 5 મૃત્યુ નોંધાયા છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં 403 કેસ તથા એક મૃત્યુ નોંધાયું છે.

ક્વિન્સલેન્ડ અને નોધર્ન ટેરીટરીમાં 2 કેસ તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 8 કેસ નોંધાયા છે.

રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. 



 


Share
Published 8 December 2021 3:23pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends