COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં વધુ એક વિસ્તાર લોકડાઉનમાં

20મી સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Cowra township, Lachlan River Valley (from hill)

The regional town of Cowra in NSW. Source: Getty Images/ The Image Bank RF

  • ન્યૂ સાઉથ વેલ્સનું કોવરા સાંજે 5 વાગ્યાથી લોકડાઉન હેઠળ
  • વિક્ટોરીયામાં, રસી માટેની ઘણી એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 12થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની રસીનું બુકિંગ શરૂ
  • નોધર્ન ટેરીટરીમાં એક મુસાફરને કોવિડ-19નો ચેપ

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 935 કેસ તથા 4 મૃત્યુ નોંધાયા છે, વર્તમાન સમયમાં રાજ્યના 52.7 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે. 

કોવરામાં, 9 વર્ષના બાળકને કોવિડ-19નું નિદાન થતા  જાહેર થઇ છે. રીજનલ વિસ્તાર સાંજે 5 વાગ્યાથી લોકડાઉન હેઠળ જશે. કોઇ પણ વ્યક્તિએ 13મી સપ્ટેમ્બરથી કોવરાની મુલાકાત લીધી હોય તેમને ઘરે જ રહેવાના નિયમોનું પાલન કરવું પડશે. ચેપનું સંક્રમણ ક્યાંથી થયું તે અંગે માહિતી પ્રાપ્ત થઇ નથી. 

ન્યૂ સાઉથ વેલ્સના પશ્ચિમ તરફ આવેલા ડારેટનમાં ગટરના પાણીમાં કોવિડ-19ના વાઇરસ મળી આવ્યા છે. 

આજે, 20મી સપ્ટેમ્બરથી મંજૂરી મેળવનારા કર્મચારીઓ અને પરમીટ સિવાય સિડનીના પશ્ચિમ તથા દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલા 12 સ્થાનિક સરકારી વિસ્તારોમાં ગ્રેટર સિડની જેવા જ નિયંત્રણો અમલમાં રહેશે.

  • આઉટડોર કસરત તથા મનોરંજન માટે સમયની પાબંધી રહેશે નહીં.
  • રસીનો બંને ડોઝ લેનારા લોકો 5ની સંખ્યામાં આઉટડોર સ્થળે મળી શકશે. (પાંચ લોકોની યાદીમાં 12 કે તેથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થશે નહીં) આ મેળાવડા વ્યક્તિના સ્થાનિક સરકારી વિસ્તાર અથવા 5 કિલોમીટરની અંદર કરવા જરૂરી છે.
  • ખરીદી, કસરત તથા આઉટડોર મનોરંજન 5 કિલોમીટરની અંદર અથવા વ્યક્તિના સ્થાનિક સરકારી વિસ્તારમાં કરવું જરૂરી છે.
  • ગ્રેટર સિડનીમાં મહેમાન તરીકે 11 વ્યક્તિ લગ્નમાં હાજરી આપી શકે છે.
  • સૌથી વધુ અસરગ્રત વિસ્તારમાં રહેતી વ્યક્તિ ગ્રેટર સિડનીમાં રહેતી વ્યક્તિની મદદ માટે અથવા સારસંભાળ લેવા જઇ શકશે. અને સિડનીના અન્ય વિસ્તારોમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ જઈ શકાશે.
વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 567 કેસ નોંધાયા છે અને એક મૃત્યુ થયું છે 

રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું છે કે એસ્ટ્રાઝેનેકાની 4800 તથા ફાઇઝરની રસીની 2000 એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ છે. તેમણે નેશનલ કેબિનેટ દ્વારા ફાઇઝર રસીની ઉપલબ્ધતા અંગે આપવામાં આવેલી ચેતવણી બાદ તેના માટે રાહ નહીં જોવાની સલાહ આપી હતી. 

વિશે માહિતી મેળવો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 7 કેસ નોંધાયા છે, મુખ્ય મંત્રી એન્ડ્ર્યુ બારે જણાવ્યું હતું કે રાજ્યમાં 55 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે. 

12થી 15 વર્ષની ઉંમરના બાળકો સરકાર દ્વારા કાર્યરત ક્લિનીકમાં ફાઇઝરની રસી માટે આજથી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • નોધર્ન ટેરીટરીમાં એક વ્યક્તિને બ્રિસબેન એરપોર્ટની મુલાકાત બાદ કોવિડ-19નું નિદાન થયું છે. 
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 20 September 2021 1:13pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends