કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે ડોમેસ્ટિક મુસાફરો જો રાજ્ય દ્વારા ચલાવવામાં આવતા ક્લિનીકમાં કોવિડ-19 ટેસ્ટ કરાવશે તો તેમણે નાણા ચૂકવવા પડશે નહીં તેમ સુનિશ્ચિત કર્યું છે. ક્વિન્સલેન્ડ માટે કરવામાં આવતા ટેસ્ટ માટે નાણા ચૂકવવા પડશે કે નહીં તે વિશે મૂંઝવણની પરિસ્થિતિ પેદા થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ માટે વ્યક્તિ દીઠ 150 ડોલર જેટલો ખર્ચ થઇ શકે તેવી શક્યતા છે.
ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશના 72 કલાક અગાઉ નાક, ગળા અથવા PCR ટેસ્ટ કરાવવો જરૂરી છે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા ન્યૂઝીલેન્ડના લોકો અને અન્ય લાયક મુસાફરો આગામી વર્ષે જાન્યુઆરી 17થી હોટલ ક્વોરન્ટાઇન વિના ન્યૂઝીલેન્ડની મુસાફરી કરી શકશે. મુસાફરોએ જોકે, સાત દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં વિતાવવા પડશે.
કોવિડ-19ના આંકડા
નોધર્ન ટેરીટરીમાં 11 કેસ નોંધાયા.
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી 1196 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા.
ન્યૂ સાઉથ વેલ્સમાં 248 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા. ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી