COVID-19 અપડેટ: મેલ્બર્નનું લોકડાઉન સમાપ્ત, ક્વોન્ટાસે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વહેલી શરૂ કરવાની જાહેરાત કરી

22મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Melbourne emerges from lockdown.

Melbourne has emerged from the world's longest lockdown, and as vaccination rates continue to rise. Source: AAP

  • વિક્ટોરીયામાં કોવિડ-19ના નવા 2189 કેસ તથા 16 મૃત્યુ, પરંતુ લોકડાઉન સમાપ્ત
  • ક્વોન્ટાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નિર્ધારીત સમય કરતા વહેલી શરૂ કરશે
  • વડાપ્રધાન મોરિસને જણાવ્યું કે સરકાર સિંગાપોર સાથે મુસાફરી શરૂ કરવાની વાતચીતના અંતિમ તબક્કામાં.

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 2189 કેસ તથા 16 મૃત્યુ નોંધાયા છે. જોકે, વિશ્વમાં સૌથી વધુ દિવસનું મેલ્બર્નનું લોકડાઉન આખરે સમાપ્ત થયું છે. 

રાજ્યમાં 30 ઓક્ટોબર સુધીમાં કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવનારા લોકોની સંખ્યા 80 ટકા થઇ જશે. અગાઉ 5મી નવેમ્બરે રાજ્ય આ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તેવી શક્યતા હતી. 

પ્રીમીયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું છે કે વિક્ટોરીયા વિદેશથી પરત ફરનારા રસીના બંને ડોઝ મેળવી લેનારા ઓસ્ટ્રેલિયન્સ માટે ક્વોરન્ટાઇનની જરૂરીયાત 1લી નવેમ્બરથી સમાપ્ત કરશે.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 345 કેસ તથા 5 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં લોકડાઉન બાદ ચેપ વધે તેવી શક્યતા છે. 

સિડની એરપોર્ટ ખાતે શુક્રવારે સવારે પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું હતું કે, રાજ્ય મહામારીમાંથી બેઠું થઇ રહ્યું છે. બીજી તરફ, ક્વોન્ટાસે પણ આગામી અઠવાડિયાથી તેમના કર્મચારીઓને પરત લાવીને વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના જાહેર કરી છે. 

વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, સરકાર સિંગાપોર સાથે મુસાફરીની ગોઠવણના અંતિમ તબક્કામાં છે. આગામી અઠવાડિયે તે અંગે જાહેરાત થાય તેમ છે. 

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ટેરીટરીમાં કોવિડ-19ના નવા 13 કેસ નોંધાયા છે. જોકે, 12 કે તેથી મોટી ઉંમરના 84 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે. 

છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી ચેપ નોંધાયો નથી પરંતુ લોગન વિસ્તારમાં રસીકરણનો દર નીચો છે. આવતીકાલે Super Saturday રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાશે જેમાં 100થી વધુ શાળાઓ ભાગ લેશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 22 October 2021 12:57pm
Updated 22 October 2021 2:18pm


Share this with family and friends