COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયા આજે રસીના પ્રથમ ડોઝના 90 ટકા લક્ષ્યાંકને હાંસલ કરશે

11 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Greg Hunt

Federal health minister Greg Hunt has said that Australia is expected to surpass 90 per cent single dose vaccination target by 1 PM today. Source: AAP Image/Mick Tsikas

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે ગુરુવારે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા કોવિડ-19 પ્રતિરોધક રસીના પ્રથમ ડોઝના 90 ટકા લક્ષ્યાંકને હાંસલ કરી રહ્યું હોવાથી દેશ માટે આ ‘સીમાચિન્હરૂપ’ દિવસ છે.
  • થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને 6થી 11 વર્ષના વયજૂથ માટે મોડેર્નાની mRNA કોવિડ-19 પ્રતિરોધક રસી SPIKEVAX ને કામચલાઉ ધોરણે ધ્યાનમાં લેવાનો નિર્ણય લીધો છે.
  • ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું છે કે જો ગોલ્ડ કોસ્ટમાં અજાણા કેસ નોંધાશે તો વધુ નિયંત્રણો અમલમાં મૂકાઇ શકે છે.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 33 કેસ કેનબેરામાં ગેરકાયદેસર રીતે યોજાયેલી હેલોવિન પાર્ટી સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો
  • તાસ્મેનિયાના 80 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા
  • ફીજી 1લી ડિસેમ્બરથી ફિજીનો પાસપોર્ટ ધરાવતા મુસાફરો, રસીના બંને ડોઝ મેળવી લેનારા મંજૂરી ધરાવનારા તથા પરત ફરી રહેલા રહેવાસીઓ માટે ઓસ્ટ્રેલિયાથી ક્વોરન્ટાઇન વિનાની મુસાફરી શરૂ કરી રહ્યું છે.
કોવિડ-19ના આંકડા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી 1313 કેસ તથા 4 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 261 કેસ તથા એક મૃત્યુ.

ક્વિન્સલેન્ડમાં કુલ 2 કેસ નોંધાયા. જેમાંથી એક કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલો નથી.


ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 11 November 2021 2:40pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends