- ન્યૂ સાઉથ વેલ્સે રસીના બંને ડોઝ મેળવી લેનારા મુસાફરો માટે પ્રાયોગિક ધોરણે હોમ ક્વોરન્ટાઇન અમલમાં મૂકવાની જાહેરાત કરી.
- મધ્યરાત્રીથી વિક્ટોરીયામાં નિયંત્રણો હળવા થશે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં એજ કેર ક્ષેત્રમાં ફરજિયાત રસીકરણ
- ક્વિન્સલેન્ડમાં હોમ ક્વોરન્ટાઇન હેઠળ રહેતી વ્યક્તિને કોવિડ-19
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 1284 કેસ નોંધાયા છે અને 12 મૃત્યુ થયા છે. જેમાં 20 વર્ષીય 2 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાં ડબ્બો ખાતે એજ કેર સુવિધામાં રહેતા 3 લોકોનો સમાવેશ થાય છે. 7 લોકોએ રસી મેળવી નહોતી.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે TGA દ્વારા માન્ય કોવિડ-19ની રસી મેળવેલા મુસાફરો માટે પ્રાયોગિક ધોરણે હોમ ક્વોરન્ટાઇન અમલમાં મૂકવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 175 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને મહિનાના અંતથી શરૂ થશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 510 કેસ તથા એક મૃત્યુ થયું છે.
આજે મધ્યરાત્રીથી જે લોકોએ રસી મેળવી નથી કે એક ડોઝ મેળવ્યો છે તે લોકો પિકનીક, ચાલવા કે આઉટડોર પ્રવૃત્તિ માટે તેમના ઘર સિવાયના અન્ય એક વ્યક્તિને મળી શકશે. બીજી તરફ, રસીના બંને ડોઝ મેળવનારા બે ઘરના લોકો પાંચની મર્યાદામાં એકબીજાને મળી શકશે. પાંચ લોકોની મર્યાદામાં બાળકોનો સમાવેશ થતો નથી.
સરકારની લોકડાઉન બાદની યોજના તથા નવેમ્બર મહિના સુધીના નિયંત્રણો રવિવારે 19મી સપ્ટેમ્બરના રોજ જાહેર થશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 30 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 14 લોકોએ ચેપ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી.
આજથી, એક કેર ક્ષેત્રમાં ફરજિયાત રસીકરણનો નિયમ લાગૂ થઇ રહ્યો છે. રસી નહીં મેળવનારા લોકો જ્યાં સુધી રસીનો પ્રથમ ડોઝ નહીં મેળવી લે ત્યાં સુધી તેઓ કાર્યસ્થળમાં પ્રવેશ કરી શકશે નહીં.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- આગામી અઠવાડિયાથી, તાસ્મેનિયા રીજનલ ન્યૂ સાઉથ વેલ્સથી આવનારા મુસાફરો માટે 30 દિવસ હોમ ક્વોરન્ટાઇન પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકી રહ્યું છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી