COVID-19 અપડેટ: વિક્ટોરીયામાં 2005 કેસ, માસ્ક પહેરવું ફરજિયાત

23મી ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Testing clinics have been stretched across NSW.

Testing clinics have been stretched across NSW. Source: AAP

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના રેકોર્ડ 5000 કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

ન્યૂ સાઉથ વેલ્સ સરકાર મેલ દ્વારા મફતમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ ટીમ ઉપલબ્ધ કરાવશે. અને, રીટેલ તથા હોસ્પિટાલિટી સ્થળો પર ફરજિયાત QR ચેક - ઇનનો નિયમ અમલમાં આવે તેવી શક્યતા છે.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે લોકોને જોખમી સ્થળોએ માસ્ક પહેરવા માટે જણાવ્યું હોવા છતાં પ્રીમિયર ડોમિનીક પેરોટેયે ઇન્ડોર સ્થળે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમને અમલમાં મૂકવાનો પ્રતિકાર કર્યો છે. 

વિક્ટોરીયામાં, ગુરુવારે રાત્રે 11.59 વાગ્યાથી 8 વર્ષથી મોટી ઉંમરના લોકોએ ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની એક્ટીંગ પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ જાહેરાત કરી છે.

ક્વિન્સલેન્ડમાં કોવિડ-19ના 369 કેસ નોંધાયા છે, જે એક જ દિવસના સૌથી વધુ કેસ છે.

કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં રેકોર્ડ 5715 કેસ નોંધાયા, એક મૃત્યુ થયું.

વિક્ટોરીયામાં રેકોર્ડ 2005 કેસ તથા 10 મૃત્યુ.

ક્વિન્સલેન્ડમાં 369 કેસ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 85 અને તાસ્મેનિયામાં 26 કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.  




કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

Share
Published 23 December 2021 1:14pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends