ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન પ્રકારના ચેપનો 6ઠો કેસ નોંધાયો છે. સિડનીની 40 વર્ષીય વ્યક્તિએ 25મી નવેમ્બરના રોજ દોહાથી સિડની ઊતરાણ કર્યું હતું.
મુખ્ય આરોગ્ય અધિકારી પૌલ કેલીએ જણાવ્યું હતું કે કોવિડ-19ના નવા ઓમીક્રોન પ્રકારના ચેપ અંગે તપાસ ચાલી રહી છે તથા 2 અઠવાડિયાની અંદર તેના જોખમ વિશે વધુ માહિતી પ્રાપ્ત થશે.
ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં ઉતરાણ કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 72 કલાક આઇસોલેટ થઇને કોવિડ-19 ટેસ્ટ કરાવવો જરૂરી છે. ન્યૂ સાઉથ વેલ્સમાં બીજો ટેસ્ટ ઉતરાણના છઠ્ઠા દિવસે કરાવવો તથા વિક્ટોરીયામાં આ ટેસ્ટ ક્વોરન્ટાઇન સમાપ્ત કર્યાના પાંચમાં તથા સાતમાં દિવસની વચ્ચે કરાવવો પડશે.
આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા 8 દેશોથી ન્યૂ સાઉથ વેલ્સ આવતા અથવા વિક્ટોરીયા આવતા 9 દેશોના મુસાફરોએ 14 દિવસ ક્વોરન્ટાઇન કરવું જરૂરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ક્વોરન્ટાઇન તથા ટેસ્ટીંગના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને હવે 1000ને બદલે 5000 ડોલર દંડ ભરવો પડશે જ્યારે વેપાર ઉદ્યોગો માટે આ દંડ બે ગણો કરીને 10,000 ડોલર કરવામાં આવ્યો છે.
કોવિડ-19ના આંકડા
વિક્ટોરીયામાં 1179 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા. ન્યૂ સાઉથ વેલ્સમાં 251 કેસ જ્યારે ક્વિન્સલેન્ડમાં એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી