- ન્યૂ સાઉથ વેલ્સમાં, ત્રીજાભાગના 12થી 15 વર્ષના બાળકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો
- વિક્ટોરીયાએ મોર્ડેના રસીના વધારાના ડોઝની જાહેરાત કરી
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં જોખમી સ્થળોની યાદી લાંબી થઇ
- ઓસ્ટ્રેલિયામાં રસી માટે લાયક 50 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 1043 કેસ તથા 11 મૃત્યુ નોંધાયા છે.
રાજ્ય સરકાર ફાઇઝર, મોડેર્ના અથવા એસ્ટ્રાઝેનેકાની રસી મેળવનારા 500 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાવવા માટે કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત, ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગ તથા પોલિસ દ્વારા મંજૂરી મેળવ્યા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રેડફર્ન ખાતે 14 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સના પશ્ચિમ ભાગમાં આવેલા લાઇટનીંગ રીજ, દક્ષિણ ભાગના જીન્ડાબન્ને, સધર્ન ટેબલલેન્ડ્સના ક્રૂકવેલ અને રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાઉથ લિસ્મોરમાં ગટરના પાણીમાં વાઇરસ મળી આવ્યો છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 733 કેસ નોંધાયા છે, જેમાંથી 84 ટકા લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના છે, રાજ્યમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયાઓમાં રાજ્યની 700 ફાર્મસીઓ મોડેર્ના રસીના 300,000થી વધુ ડોઝ મેળવશે. આ ઉપરાંત, મોડેર્ના રસીના વધારાના 32,000 ડોઝ પોપ-એપ રસીકરણ કેન્દ્રને ફાળવવામાં આવશે, જે 12થી 59 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ થશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 19 કેસ નોંધાયા છે.
કેનબેરાના ઉત્તર ભાગમાં આવેલા કેલ્વરી હેડન રીટાયર્મેન્ટ કમ્યુનિટીમાં કાર્યરત નર્સે રસીના બંને ડોઝ મેળવી લીધા હોવા છતાં પણ કોવિડ-19નું નિદાન થયું છે. ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ની સંખ્યા 450 થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- તાસ્મેનિયામાં હોમ ક્વોરન્ટાઇનનો પ્રાયોગિક ધોરણે આજથી અમલ થઇ રહ્યો છે, મુસાફરોએ નેગેટિવ કોવિડ-19 ટેસ્ટ તથા એરપોર્ટથી જાહેર વાહનવ્યવહારને બદલે ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડશે.
![COVID-19 myths](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/alc-covid-myths-age-english.png?imwidth=1280)
Source: SBS
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી