- ન્યૂ સાઉથ વેલ્સમાં 16 વર્ષથી મોટી ઉંમરના 47.5 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા
- શેપરટનનું લોકડાઉન મધ્યરાત્રિથી સમાપ્ત થશે
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 75 ટકા થશે
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક પણ કેસ નહીં
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 1259 કેસ તથા 12 મૃત્યુ નોંધાયા.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 80 ટકા થઇ ગઇ છે. તેમણે સિડનીના પશ્ચિમ વિસ્તારના લોકોને સાવચેતી જાળવી રાખવા જણાવ્યું હતું.
આજે મધ્યરાત્રિથી, વધુ અસરગ્રસ્ત વર્તમાન કર્ફ્યુ સમાપ્ત થશે. રાજ્ય સરકારના રોડમેપ પ્રમાણે, રાજ્યમાં રસીના બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 70 ટકા પહોંચશે ત્યારે રસી મેળવનારા લોકોને લોકડાઉનમાંથી રાહત મળશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 423 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા છે.
સિટી ઓફ ગ્રેટર બલારાટ આગામી સાત દિવસ સુધી લોકડાઉન હેઠળ રહેશે અને તે વિસ્તારમાં રહેતા લોકોએ કર્ફ્યુ સિવાય મેલ્બર્ન જેવા જ નિયમો પાળવા પડશે. સતત 3 દિવસ સુધી એક પણ કેસ ન નોંધાયા બાદ શેપરટનનું લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે સ્ટાફમાં એક કેસનું નિદાન થયા બાદ વિક્ટોરીયાની મોટાભાગની રીજનલ ટ્રેન સેવાને અસર પહોંચી છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 13 કેસ નોંધાયા છે, જેમાંથી 8 લોકોએ સંક્રમણ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી.
મુખ્ય મંત્રી એન્ડ્ર્યુ બારે જણાવ્યું હતું કે 12 કે તેથી મોટી ઉંમરના 75 ટકા રહેવાસીઓ આજે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી લેશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
નોધર્ન ટેરીટરીમાં ત્રીજા સ્તરના કોવિડ પ્લાન અંતર્ગત, વધુ જોખમી ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત રહેશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી