- ન્યૂ સાઉથ વેલ્સ રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે નવેમ્બર 1થી ક્વોરન્ટાઇન બંધ કરશે
- વિક્ટોરીયા રસીના બંને ડોઝ મેળવી લેનારા ન્યૂ સાઉથ વેલ્સથી આવતા મુસાફરો માટે ક્વોરન્ટાઇનની જરૂરીયાત સમાપ્ત કરશે
- ન્યૂ સાઉથ વેલ્સમાં રીજનલ મુસાફરીને 1લી નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 399 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા છે.
પ્રીમિયર ડોમિનીક પેરોટેયે રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 80 થશે તે સોમવારથી વધુ નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવેમ્બર 1થી હોટલ તથા હોમ ક્વોરન્ટાઇનની જરૂરીયાત રહેશે નહીં. પરંતુ, ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં મુસાફરી કર્યા અગાઉ નેગેટીવ PCR ટેસ્ટ તથા ઓસ્ટ્રેલિયા ઊતરાણ બાદ ટેસ્ટ કરવો જરૂરી રહેશે.
જોકે, TGA દ્વારા રસીને માન્યતા મળેલી હોય તે જરૂરી છે. આ ઉપરાંત, પરત ફરતા ઓસ્ટ્રેલિયન્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
સોમવારથી, ઘરની 20 લોકો મુલાકાત લઇ શકશે.
આઉટડોર મેળાવડામાં 50 લોકોને ભેગા થવાની પરવાનગી.
બારમાં ગ્રાહકોની મર્યાદા 1લી નવેમ્બરથી લાગૂ પડશે નહીં.
રીજનલ મુસાફરીને 1લી નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વિક્ટોરીયા
આગામી મંગળવારથી, વિક્ટોરીયા રસીના બંને ડોઝ મેળવી લેનારા ન્યૂ સાઉથ વેલ્સથી આવનારા મુસાફરો માટે ક્વોરન્ટાઇનની જરૂરીયાત સમાપ્ત કરશે.
રાજ્યમાં નવા 2179 કોવિડ-19 કેસ તથા 6 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં પ્રવેશના 72 કલાકમાં મુસાફરનો કોવિડ-19 ટેસ્ટ નેગેટીવ હોય તે જરૂરી છે.
મંજૂરી મેળવનારા કર્મચારીઓ માટે કોવિડ-19 રસીકરણ જરૂરી કરવામાં આવ્યું છે. કાર્યસ્થળે નોકરી કરવા માટે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હોય અથવા રસીનું બુકિંગ કરાવ્યું હોય તે દર્શાવવું પડશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં કોવિડ-19ના નવા 35 કેસ નોંધાયા છે. વર્તમાન સંક્રમણની સંખ્યા 1394 સુધી પહોંચી ગઇ છે. 70 વર્ષીય મહિલાનું એજ કેર સુવિધામાં મૃત્યુ થયું છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- 1લી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં ફાર્મસીની દુકાનોમાં કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કીટ ઉપલબ્ધ થશે. આ કિટ 97 ટકા ચોક્કસ પરિણામ દર્શાવે છે.
- ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં લોકડાઉનના કારણે સપ્ટેમ્બર મહિનામાં વધુ 138,000 લોકોએ નોકરીઓ ગુમાવી હતી.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી