COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં વિદ્યાર્થીઓ શાળાએ પરત ફર્યા

25મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Students of Hunter School of the Performing Arts celebrate their return on campus in Sydney after months of lockdown.

Students of Hunter School of the Performing Arts celebrate their return on campus in Newcastle after months of lockdown. Source: Supplied by Hunter School of the Performing Arts

  • મંજૂરી મળશે તો બૂસ્ટર ડોઝ બીજા ડોઝના 6 મહિના બાદ ઉપલબ્ધ થશે
  • વિક્ટોરીયામાં ઇન્ડીજીનિસ સમુદાયને રસીકરણ માટે વધુ પ્રયત્નો હાથ ધરાશે
  • આજથી ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1461 કેસ તથા 7 મૃત્યુ નોંધાયા છે. જેમાં 20 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. 

આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે ઇન્ડીજીનિસ સમુદાયમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વધુ પગલાં હાથ ધરાશે. જે સમુદાયમાં રસીકરણનું સ્તર ઓછું છે ત્યાં વધુ ક્લિનીક્સ શરૂ કરાશે.

અત્યાર સુધીમાં ઇન્ડિજીનિસ સમુદાયના 12 કે તેથી મોટી ઉંમરના 80 ટકા જેટલા લોકોએ તેમનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. જ્યારે રાજ્યમાં આ જ વયજૂથના 90 ટકા લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. 

શુક્રવાર 29મી ઓક્ટોબરથી, વધુ નિયંત્રણો હળવા થશે, જેમાં આઉટડોર સ્થળે માસ્ક પહેરવાનો નિયમ હટાવાશે તથા સમગ્ર રાજ્યમાં રીજનલ મુસાફરી શક્ય બનશે.

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 294 કેસ તથા 4 મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓ આજથી શાળામાં પરત ફર્યા છે, જોકે, શિક્ષકોને રસીના બંને ડોઝનો નિયમ લાગૂ પડતો હોવાથી તમામ શિક્ષકો પરત ફર્યા નથી.

રાજ્યના પ્રીમિયર ડોમીનિક પેરોટેયે જણાવ્યું હતું કે અમારા 95 ટકાથી વધુ શિક્ષકોએ રસી મેળવી લીધી છે. અને, તેના કારણે જ અમે શાળાઓ સુરક્ષિત રીતે શરૂ કરી શક્યા છીએ.

ગ્રેટર સિડનીમાં ઓગસ્ટ મહિનાથી રદ કરવામાં આવેલી અતિજરૂરી ન હોય તેવી ખાનગી તથા જાહેર હોસ્પિટલની સર્જરી ફરી શરૂ થશે.

ક્વિન્સલેન્ડ

ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો નથી.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી

  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 9 નવા કેસ
  • નોધર્ન ટેરીટરી મંગળવારથી ચાર અઠવાડિયા સુધી 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનનો પાઇલટ કાર્યક્રમ અમલમાં મૂકશે.
  • કોવિડ-19 ટાસ્કફોર્સના કમાન્ડર ડિફેન્સ લેફ્ટનન્ટ જનરલ જ્હોન ફ્રીવેને જણાવ્યું છે કે રસીના બીજા ડોઝના 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે. પરંતુ તે માટે ATAGIની મંજૂરી મળે તે જરૂરી છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 25 October 2021 1:36pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends