- વિક્ટોરીયાએ ન્યૂ સાઉથ વેલ્સ સાથે સરહદીય નિયંત્રણો હળવા કર્યા
- ન્યૂ સાઉથ વેલ્સ તાત્કાલિક ન હોય તેવી ઇલેક્ટીવ સર્જરી શરૂ કરશે
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 24 નવા કેસ
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1841 કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રીય કેસની સંખ્યા 22,598 થઇ ગઇ છે. 12 લોકોના મૃત્યુ થયા છે.
આજથી, રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોએ વિક્ટોરીયા આગમન કર્યા બાદ ક્વોરન્ટાઇન થવું પડશે નહીં.
ગ્રેટર સિડની, બ્લૂ માઉન્ટેન્સ, સેન્ટ્રલ કોસ્ટ, શેલહાર્બર તથા વોલોન્ગોંગ વિસ્તારના મુસાફરોએ વિક્ટોરીયામાં પ્રવેશ માટે ઓરેન્જ ઝોન પરમીટ મેળવવી જરૂરી રહેશે.
રસીના બંને ડોઝ ન મેળવ્યા હોય તેવા લોકોએ આગમન વખતે આઇસોલેટ થવું પડશે. તથા, 72 કલાકની અંદર ટેસ્ટ કરાવી નેગેટીવ પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 283 કેસ તથા 7 મૃત્યુ નોંધાયા છે.
અગાઉ બે મહિના સુધી સ્થગિત કરવામાં આવેલી તાત્કાલિક ન હોય તેવી સર્જરી આગામી અઠવાડિયાથી ગ્રેટર સિડનીમાં ફરીથી શરૂ કરવામાં આવશે.
ગ્રેટર સિડની તથા નેપીયન બ્લૂ માઉન્ટેન્સ વિસ્તારમાં સોમવારથી જાહેર તથા ખાનગી સુવિધામાં સર્જરી 75 ક્ષમતા સાથે શરૂ થશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરટરીએ કેનબેરાના ડિસેબિલીટી સપોર્ટ વર્કર્સ તથા હોમ એન્ડ કમ્યુનિટી એજ કેર વર્કર્સ માટે રસી ફરજીયાત કરી છે.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના 16 કે તેથી મોટી ઉંમરના 70 ટકા રહેવાસીઓએ રસીના બંને ડોઝ મેળવી લીધા હોવાથી દેશને ફરીથી ખોલવાની યોજનામાં મહત્વનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી