COVID-19 અપડેટ: ક્વિન્સલેન્ડે ડોમેસ્ટીક મુસાફરો માટે રાજ્યની સરહદો ખોલી

15 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Queensland is opening its border to fully vaccinated domestic travellers

A Virgin Australia plane is seen on approach into Brisbane airport. Source: AAP

  • રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો આજે સાંજે 5 વાગ્યાથી ક્વિન્સલેન્ડમાં હવાઇ માર્ગે મુસાફરી કરી શકશે. જોકે તેમણે મુસાફરીના 72 કલાકની અંદર કોવિડ-19 ટેસ્ટ કરાવી નેગેટીવ પરિણામ દર્શાવવું તથા ઊતરાણ બાદ 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવું પડશે. રાજ્યમાં કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા શનિવારે 70 ટકા સુધી પહોંચી ગઇ હતી.
  • સાઉથ ઓસ્ટ્રેલિયામાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા આગામી અઠવાડિયે 80 ટકા પહોંચે તેવું અનુમાન છે. રાજ્ય જ્યારે આ લક્ષ્યાંક હાંસલ કરશે ત્યારે ત્યાં કોવિડ-19ના કારણે રાજ્યવ્યાપી લોકડાઉન નહીં લાગૂ કરવાનો નિયમ અમલમાં મૂકાશે.
  • વિક્ટોરીયન સરકાર કિન્ડરગાર્ટન્સ તથા લોંગ ડે-કેર સેન્ટર્સને આગામી અઠવાડિયાથી મફતમાં રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ કીટ્સ ઉપલબ્ધ કરાવશે.
કોવિડ-19ના આંકડા:

વિક્ટોરીયામાં કોવિડ-19ના નવા 860 કેસ તથા 5 મૃત્યુ નોંધાયા.

ન્યૂ સાઉથ વેલ્સમાં નવા 165 કેસ તથા 1 મૃત્યુ નોંધાયું.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 15 November 2021 2:39pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends