- TGAએ ઓસ્ટ્રેલિયામાં રસીના બીજા ડોઝના છ મહિના બાદ ફાઇઝર રસીના બુસ્ટર ડોઝને મંજૂરી આપી, 18 કે તેથી મોટી ઉંમરના લોકો તે મેળવી શકશે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં અમર્યાદિત મુસાફરી વિશે મહામારી નિષ્ણાતે ચેતવણી આપી.
- રસીના બંને ડોઝ મેળવી લેનારા મુસાફરો 1લી નવેમ્બરથી મુસાફરીની મંજૂરી વિના ઓસ્ટ્રેલિયા છોડી શકશે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 304 કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં 282 કેસ નોંધાયા હતા.
મહામારી નિષ્ણાતે સોમવાર 1લી નવેમ્બરથી સમગ્ર ન્યૂ સાઉથ વેલ્સમાં નિયંત્રણો વિના આંતરીક મુસાફરીના નિર્ણય સામે ચેતવણી આપી છે. મેરી લુઇસ મેક્લોસે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં રસીકરણનું સ્તર ઉંચુ લાવવાની જરૂર છે.
પ્રીમિયર ડોમિનીક પેરોટેયે જણાવ્યું છે કે તેમની કોવિડ ઇકોનોમિક રીકવરી કમિટી "રોડમેપની સમીક્ષા" કરશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1534 કેસ તથા 13 મૃત્યુ નોંધાયા છે. શુક્રવારથી વેપાર - ઉદ્યોગો માટેના વધુ નિયંત્રણો હળવા થઇ રહ્યા છે.
રાજ્ય સરકાર કેફે, હોટલ, રેસ્ટોરન્ટ્સ તથા બારને નવી સાધન-સામગ્રી ખરીદવા માટે 2000 ડોલરના વાઉચર્સ આપી રહી છે.
QR code ચેક-ઇન એપમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. હવે તે વપરાશકર્તાને તેમણે જોખમી સ્થળની મુલાકાત લીધી હતી કે કેમ તે વિશે જાણકારી આપશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશન (TGA) એ 18 કે તેથી મોટી ઉંમરના લોકોને કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવ્યાના 6 મહિના બાદ ફાઇઝરની રસીનો બુસ્ટર ડોઝ લેવા મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં એજ કેરના રહેવાસીઓને રસીનો ત્રીજો ડોઝ મળે તેવી શક્યતા છે.
- તાસ્મેનિયાની સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યના જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતા 97 ટકા કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19ના 12 નવા ચેપ નોંધાયા છે. ટેરીટરીમાં રસીકરણનો આંક 90 ટકા સુધી પહોંચવા પર છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી