- વિક્ટોરીયાએ અમુક વિસ્તારોમાં સરહદીય નિયમો લાગૂ કર્યા
- ન્યૂ સાઉથ વેલ્સે લોકોને કોવિડ-સેફના નિયમોનું પાલન કરવા જણાવ્યું
- કેનબેરાના 68 ટકા લોકોએ રસીને બંને ડોઝ મેળવી લીધા
- ક્વિન્સલેન્ડ તથા સાઉથ ઓસ્ટ્રેલિયા નિયંત્રણો હળવા કરશે
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1838 કેસ તથા 5 મૃત્યુ થયા છે.
સાત સ્થાનિક સરકારી વિસ્તારોમાં સરહદીય નિયમો લાગૂ કરાયા છે. જેમાં બેનેલા, ગ્રેટર બેન્ડિન્ગો, બુલોક શાયર, યારીયામ્બિયાક, હેય, એડવર્ડ રીવર, લોકહાર્ટ તથા મુરુમબિજી, વાગા વાગા વિસ્તારનો સમાવેશ થાય છે.
આ વિસ્તારના રહેવાસીઓએ છેલ્લા 14 દિવસ બબલ હેઠળ વિતાવ્યા હશે તો તેઓ પરવાનગી વિના વિક્ટોરીયામાં પ્રવેશ તથા બહાર જઇ શકશે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 646 કેસ તથા 11 મૃત્યુ થયા છે, વર્તમાન સંક્રમણમાં કોવિડ-19થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 414 થઇ ગઇ છે.
રાજ્યના હંટર ન્યૂ ઇંગ્લેન્ડ વિસ્તારના વી વા તથા પશ્ચિમ ન્યૂ સાઉથ વેલ્સના ક્વિરીન્ડી અને બ્રેવારીના વિસ્તારમાં ગટરના પાણીમાં વાઇરસ મળી આવ્યો છે.
મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચાન્ટે લોકોને માસ્ક પહેરવા, ચેક - ઇન કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા જો લક્ષણો હોય તો આઇસોલેટ થઇ કોવિડ-19 ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 40 કેસ નોંધાયા છે.
હાલમાં 16 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી, 6 ઇન્ટેન્સિવ કેર તથા 5 વેન્ટીલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- બ્રિસબેન, લોગન, ગોલ્ડ કોસ્ટ, મોરેટન બે, ટાઉન્સવિલ (મેગ્નેટીક આઇલેન્ડ), પાલ્મ આઇલેન્ડના સ્થાનિક સરકારી વિસ્તારોમાં 8મી ઓક્ટોબર શુક્રવાર સાંજે 4 વાગ્યાથી, ક્વિન્સલેન્ડના અન્ય વિસ્તારોની જેમ લાગૂ થશે.
- સાઉથ ઓસ્ટ્રેલિયાના સાઉથઇસ્ટ વિસ્તારમાં રાજ્યના અન્ય વિસ્તારો જેવા નિયંત્રણો લાગૂ થશે. હાલમાં તે વધારાના નિયમો સાથે હેઠળ છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી