- વિક્ટોરીયામાં વર્તમાન કોવિડ-19 સંક્રમણનો સૌથી ભયાનક દિવસ નોંધાયો
- ન્યૂ સાઉથ વેલ્સ અઠવાડીયાના અંત સુધીમાં રસીના બંને ડોઝના 80 ટકાના લક્ષ્યાંક સુધી પહોંચવા તરફ
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ભયજનક સ્થળોની સંખ્યા 100થી વધુ થઇ
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1571 કેસ તથા 13 મૃત્યુ નોંધાયા છે.
ઇલેક્ટીવ સર્જરી સ્થગિત કરી દેવામાં આવી છે અને, ચેપની શક્યતા ધરાવતા માતા-પિતાએ રોયલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં નીયોનટાલ ઇન્ટેન્સિવ કેર વોર્ડની મુલાકાત લેતા હોસ્પિટલે મુલાકાતીઓ માટે રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ અમલમાં મૂક્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે, આજે રાત્રીથી હ્યુમ વિસ્તારના મિચેલ શાયરમાં લોકડાઉન સમાપ્ત થશે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 444 કેસ તથા 4 મૃત્યુ થયા છે.
રાજ્ય આગામી રવિવાર સુધીમાં રસીના બંને ડોઝના 80 ટકા લક્ષ્યાંકને હાંસલ કરે તેવી શક્યતા છે.
પ્રીમિયર ડોમિનીક પેરોટેયે રોડમેપમાં સુધારા કરવાની શક્યતા વ્યક્ત કરી હતી. ગુરુવારે રાજ્યની કેબિનેટમાં આગામી અઠવાડિયાથી હળવા થઇ રહેલા નિયંત્રણો અંગે ચર્ચા કરાશે. શુક્રવારે હળવા થનારા નિયંત્રણો અંગે જાહેરાત થશે.
16 વર્ષથી મોટી ઉંમરના 75.2 ટકા લોકોએ રસીના બંને ડોઝ તથા 90 ટકાથી વધુ લોકોએ રસીનો એક ડોઝ મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 51 કેસ નોંધાયા છે. જેમાંથી, 16 દર્દીઓ હોસ્પિટલમાં, 8 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તથા 5 દર્દી વેન્ટીલેટર પર છે.
હાલમાં 370થી પણ વધુ સ્થળોનો ભયજનક સ્થળોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને, કેનબેરાના રહેવાસીઓને નવા સ્થળો અંગે પર નજર રાખવા જણાવાયું છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધતા વિક્ટોરીયન સરકાર ઓસ્ટ્રેલિયા બહારથી 1000 જેટલા આરોગ્ય કર્મચારીઓની ભરતી કરશે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા નવેમ્બર મહિનામાં 99 ટકા સુધી પહોંચે તેવું અનુમાન છે. આ આંક મેળવ્યા બાદ ટેરીટરી વિશ્વમાં સૌથી વધુ રસીકરણ કરનારા શહેરોની યાદીમાં સ્થાન મેળવશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી