- રાજ્યો અને ટેરીટરી રસીના બંને ડોઝના 70 ટકા લક્ષ્યાંકને મેળવી લે ત્યાર બાદ કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટમાં ઘટાડો થશે.
- વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 950 કેસ નોંધાયા, મહામારી શરૂ થઇ ત્યાર બાદથી એક જ દિવસના સૌથી વધારે કેસ.
- ન્યૂ સાઉથ વેલ્સમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 11મી ઓક્ટોબરથી એજ કેરના રહેવાસીઓની મુલાકાત લઇ શકશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 950 કેસ નોંધાયા છે. તથા, 7 મૃત્યુ થયા છે.
લોકડાઉનના કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ લાટ્રોબ વેલી વિસ્તારમાં એક ઘરમાં લોકો ભેગા થયા હોવાથી કોવિડ-19 સંક્રમણ ફેલાયું હોવાના ભયથી 7 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
મેટ્રોપોલિટન મેલ્બર્નમાં મુસાફરીની મર્યાદા 15 કિલોમીટર કરવામાં આવી છે તથા, લોકો એકબીજાના સીધા સંપર્કમાં ન આવે તેવી ટેનિસ તથા ગોલ્ફની રમતોને પરવાનગી મળી છે.
ન્યૂ સાઉથ વેલ્સ
રાજ્યમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 863 કેસ તથા 15 મૃત્યુ નોંધાયા છે. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા અનુમાન કરતા ઓછી રહી છે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 11મી ઓક્ટોબરથી એજ કેરના રહેવાસીઓની મુલાકાત લઇ શકશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં રસીનો પ્રથમ ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 86.2 ટકા થઇ ગઇ છે જ્યારે 61.7 ટકા લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો છે. જ્યારે 12થી 15 વર્ષથી ઉંમરના 44.5 ટકા બાળકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે.
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક કેસ નોંધાયો છે, અન્ય એક કેસ ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયો હોવાથી તેની ગણતરી કરવામાં આવી નથી.
ગોલ્ડ કોસ્ટ સિટી કાઉન્સિલ વિસ્તાર માટે માસ્કના નિયંત્રણો લંબાવવામાં આવ્યા છે.
મુખ્ય આરોગ્ય અધિકારી જેનેટ યંગે જણાવ્યું હતું કે, હાલમાં લોકડાઉનની જરૂરીયાત નથી પરંતુ જો સામુદાયિક સંક્રમણની શક્યતા વધી જાય તો નિર્ણય બદલાઇ શકે છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- રાજ્યો અને ટેરીટરીમાં રસી માટે લાયક 70 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લેશે ત્યાર બાદ કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટમાં કરવામાં આવશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી