- વિક્ટોરિયામાં માન્યતા પ્રાપ્ત ક્ષેત્રના કાર્યકરો માટે કોવિડ રસી લેવી ફરજીયાત.
- ન્યૂ સાઉથ વેલ્સના વ્યવસાયો માટે આર્થિક સહાય ચાલુ રાખવામાં આવશે.
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા ૨ કેસ નોંધાયા.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1143 કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા છે.
હેઠળ માન્યતા પ્રાપ્ત કાર્યકરોએ કાર્યસ્થળે આવતા પહેલા ૧૫ ઓક્ટોબર સુધીમાં પ્રથમ કોવિડ પ્રતિરોધક રસી લઇ લેવી ફરજીયાત બનાવાયું છે. બંને રસી લેવા માટે છેલ્લી તારીખ ૨૬ નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.
મંગળવાર ૫ ઓક્ટોબરથી, બાંધકામ પ્રોજેક્ટ ૨૫% કામદારો સાથે ખુલી જશે, પરંતુ તે માટે તમામ કામદારોએ પ્રથમ રસી લીધી હોય તે અનિવાર્ય રહેશે.
આજે મધ્યરાત્રીથી મૂરાબૂલ સ્થાનિક સરકારી ક્ષેત્રમાં સાત દિવસ માટે તાળાબંધી અમલમાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 864 કેસ તથા 15 મૃત્યુ નોંધાયા છે.
ખજાનચી ડોમિનિક પેરોટેટએ ખાતરી આપી છે કે રાજ્ય સરકારની નિર્ધારિત શરતો પૂરી કરનાર વ્યવસાયોને ૩૦ નવેમ્બર સુધી આર્થિક સહાય મળશે.
$૭૫,૦૦૦ થી ઓછું ટર્નઓવર ધરાવતા માઈક્રો બિઝનેસ માટે આર્થિક સહાય ઘટાડીને પખવાડિયાના $૭૫૦ કરવામાં આવશે.
જોબસેવર યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટર્નઓવરમાં ૩૦% ઘટાડો થયો હોય તેવા વ્યવસાયોને જોબસેવર યોજના હેઠળ મદદ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના ૫૩ નવા કેસ નોંધાયા છે. બે કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે.
ACTના મુખ્યમંત્રી એન્ડ્રયુ બારે જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ નહિ મેળવનાર ૪૦% કેનબેરાવાસીઓ મોટેભાગે ૪૦ વર્ષથી નાની વયના છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ડાર્વિનના બેરીમાહ, વિન્નેલી અને ઇસ્ટ આર્મ ઔદ્યોગિક વિસ્તારોના ગટરના પાણીમાં વાઈરસના અવશેષો મળી આવ્યા છે.
![Victoria vs NSW case numbers](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/microsoftteams-image_31.png?imwidth=1280)
Source: SBS
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી