રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે આજે મધ્યરાત્રીથી વિક્ટોરીયામાં કોઇ સ્થળે ભેગા થવા પર ક્ષેત્રફળની મર્યાદાનો નિયમ લાગૂ પડશે નહીં.
- વિક્ટોરીયાએ આઇસોલેશનના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે કોવિડ પોઝીટીવ નિદાન થયા બાદ 10 દિવસ ક્વોરન્ટાઇન તથા નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિએ તે PCR ટેસ્ટનું નેગેટીવ પરિણામ ન મેળવે ત્યાં સુધી ક્વોરન્ટાઇન થવું પડશે. જોકે, ઘરમાં નજીકના સંપર્કમાં આવેલી વ્યક્તિએ જો રસી મેળવી હોય તો 7 તથા રસી ન મેળવી હોય તો 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
- વિક્ટોરીયાની સંસદે પેન્ડેમિક પાવર્સ બિલની ચર્ચા સ્થગિત કરી દીધી છે.
- નોધર્ન ટેરીટરીના આરોગ્ય વિભાગે સંક્રમણનું કેન્દ્ર સ્થાન શોધવા તપાસ શરૂ કરી છે.
- વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું છે કે, દેશમાં રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 80 ટકા થઇ ગયા બાદ સરકાર તથા દેશના રહેવાસીઓ સામાન્ય જીવનમાં પરત ફરે તે જરૂરી છે.
કોવિડ-19 ના આંકડા
વિક્ટોરીયામાં 1007 નવા કેસ તથા 12 મૃત્યુ નોંધાયા.
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી 262 કેસ તથા 3 મૃત્યુ નોંધાયા.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં નવા 25 કેસ નોંધાયા.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી