વિશ્વ આરોગ્ય સંસ્થાના ડીરેક્ટર જનરલ ટ્રેડોસ એડાનોમે જણાવ્યું છે કે ઓમીક્રોન પ્રકારના ચેપના ભયના કારણે પ્રતિબંધો મૂકવા યોગ્ય નથી. તેના કારણે લોકો તથા તેમના જીવનને અસર પહોંચી રહી છે. કોવિડ-19ના ઓમીક્રોન પ્રકારનો ચેપ વિશ્વના 23 દેશોમાં પ્રસરી ચૂક્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોન પ્રકારના ચેપનો સાતમો કેસ નોંધાયો છે. તે વ્યક્તિએ આફ્રિકાના દક્ષિણ દેશોની મુલાકાત લીધી નહોતી અને રાજ્યના આરોગ્ય વિભાગને શંકા છે કે તેને આ ચેપ દોહાથી આવતી ફ્લાઇટમાં લાગ્યો હશે.
વિક્ટોરીયાના આરોગ્ય મંત્રીએ ઓમીક્રોન પ્રકારનો ચેપ સમુદાયમાં ભળી ગયો હોવાની શંકા વ્યક્ત કરી છે. વિક્ટોરીયામાં હાલમાં તેનો એક પણ ચેપ નોંધાયો નથી.
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું છે કે રસીનો આંક ઉંચો ગયા બાદ કેસની સંખ્યાનું મહત્વ નથી.
ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાશયે જણાવ્યું છે કે ગોલ્ડ કોસ્ટમાં જે વ્યક્તિને બુધવારે કોવિડ-19 નિદાન થયું હતું તેણે બ્રેક ફ્રાઇડે સેલ દરમિયાન સમુદાયમાં સક્રિય રીતે અવરજવર કરી હતી.
કોવિડ-19ના આંકડા
- વિક્ટોરીયામાં 1419 કેસ તથા 10 મૃત્યુ નોંધાયા
- ન્યૂ સાઉથ વેલ્સમાં 271 કેસ નોંધાયા.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 8 તથા નોધર્ન ટેરીટરીમાં એક પણ કેસ નહીં.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી