સિડની ઓપેરા હાઉસ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારો લોકો સહિત ઓસ્ટ્રેલિયાના રાજકારણીઓએ હાજરી આપી

કોવિડ-19 મહામારી બાદ સિડની ઓપેરા હાઉસના પ્રાંગણમાં BAPS સંસ્થા દ્વારા યોજાયેલા ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી.

Cultural event organised at the Sydney Opera House

Source: Supplied by: Parth Patel

છેલ્લા 2 વર્ષમાં કોરોનાવાઇરસના કારણે મોટાભાગના જાહેર મેળાવડા બંધ હતા પરંતુ હવે ઓસ્ટ્રેલિયા મહામારી અગાઉની સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનને પરવાનગી મળી છે. અને, હજારો લોકો તેમાં હવે હાજરી આપી રહ્યા છે.

તાજેતરમાં, ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક કલ્ચરલ પરેડ તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરમાંથી હજારો લોકોએ હાજરી આપી હતી.

સંસ્થા તરફથી નિવેદન આપતા પ્રફુલભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે, સિડની હાર્બરના કિનારે યોજવામાં આવેલો આ કાર્યક્રમ હિન્દુ સંસ્થા દ્વારા યોજાનારો પ્રથમ કાર્યક્રમ બન્યો છે.
Hindu cultural event organised at the Sydney Opera House.
Source: Supplied by: BAPS Australia
કાર્યક્રમમાં બાળકો, યુવાનો, વડીલો સહિત તમામ વયજૂથના લોકોએ હાજરી આપી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમાં ધર્મગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સર્ક્યુલર કી સ્ટેશનથી ઓપેરા હાઉસ સુધી પરેડ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 કલાક સભા યોજાઇ હતી અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Cultural event organised at Sydney
Source: Supplied by: BAPS Australia
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની જાણિતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. જેમાં કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા, સિડની – મનીષ ગુપ્તા, ન્યૂ સાઉથ વેલ્સ વિરોધ પક્ષના નેતા ક્રિસ મિન્સ, શેડો મિનિસ્ટર ફોર સ્પોર્ટ્સ એન્ડ યુથ - જુલિયા ફિન, શેડો ટ્રેઝરર - ડેનિયલ મૂખી, પેરામેટા કાઉન્સિલ લોર્ડ મેયર – ડોના ડેવિસ, કાઉન્સિલર - સમીર પાંડે, કુરીંગઇ કાઉન્સિલના ડેપ્યુટી મેયર - કાઉન્સિલર બાર્બરા વોર્ડે હાજરી આપી હતી.
Cultural event organised at the Sydney Opera House
Source: Supplied by: BAPS Australia
ન્યૂ સાઉથ વેલ્સના વિરોધ પક્ષના નેતા ક્રિસ મિન્સે ફેસબુજ પેજ પર સિડની ઓપેરા હાઉસ ખાતે શ્રી પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ઉજવણીમાં હજારો લોકો સાથે જોડાવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.
Chris Minns
Source: Chris Minns/Facebook
મિનિસ્ટર ફોર કરેક્શન્સ જ્યોફ લીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે શ્રી પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવાનો આનંદ છે.
Geoff Lee at the Sydney Opera House
Source: Geoff Lee/Facebook

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Published 26 April 2022 12:31pm
Updated 26 April 2022 2:54pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends