Luke Nguyen's India સિરીઝમાં માણો ભારતના મસાલા અને પરંપરાગત વાનગીઓ

પ્રખ્યાત શેફ, લેખક અને મુસાફરીના શોખીન, લ્યુક ન્ગ્યુંએન વધુ એક સિરીઝ પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં તેઓ આ વખતે ભારતની પ્રખ્યાત વાનગીઓ અને ડિશની સફર કરાવશે.

luke.jpg

Source: SBS Source: SBS

Luke Nguyen’s India નું પ્રીમિયર ગુરુવારે 5 ઓક્ટોબરે રાત્રે 8.30 વાગ્યે SBS અને SBS On Demand પર થશે, આ શ્રેણીમાં ભારતના વિવિધ ધર્મો, સંસ્કૃતિ અને તેમની વાનગીઓની સફર કરાવશે.

છ ભાગની તદ્દન નવી શ્રેણીમાં લ્યુક દક્ષિણ ભારતનો પ્રવાસ કરશે. અને આ મનમોહક પ્રદેશની વાનગીઓ, તેમની સંસ્કૃતિ દર્શાવશે. ભારતના મસાલાઓ, પ્રાચીન પરંપરાઓ અને અનોખા સ્થળોની મુલાકાત દરમિયાન લ્યુક સ્થાનિક રસોઈયા, નિષ્ણાતો સાથે મળીને ભારતીય વાનગીઓની અદ્ભુત દુનિયાનો પરિચય મેળવશે.

લ્યુક ન્ગ્યુંએન ભારતના દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં થઈને બેંગ્લોરની ભરચક ગલીઓ અને ફોર્ટ કોચીના ઐતિહાસિક બંદરીય શહેરથી કેરળ સુધી 11 અદભૂત સ્થળોની મુલાકાત લે છે. જેમાં તે પરંપરાગત વાનગીઓની સાથે એવી વાનગીઓ પણ રાંધશે જે તેને ભારતીય અનુભવ અને વિયેતનામી વારસાને પ્રસ્તુત કરે.

Luke Nguyen’s India ના દરેક એપિસોડમાં લ્યુકને ચોક્કસ પ્રદેશની સ્થાનિક વાનગીઓનો અનુભવ કરવાની તક મળે છે, જેમાં તે ભારતના વિવિધ પ્રદેશોની વાનગીઓ ઉપરાંત, હિન્દુ કેલેન્ડરના સૌથી મોટા તહેવાર દિવાળી માટે પરંપરાગત ડિશની મજા પણ માણશે.

Indian Curry
Credit: Public Domain

નવી શ્રેણીના હોસ્ટ લ્યુક ન્ગ્યુંએને જણાવ્યું હતું કે, ભારત હંમેશાં તેમની મુલાકાતની યાદીમાં હતું. અને, દક્ષિણ - પૂર્વીય એશિયા સાથેની તેની સમાનતાના હોવા છતાં ભારત મારા માટે વિદેશ છે. અને, દરેક વ્યક્તિ મારી સાથે આ સફર પર જશે તેવી અપેક્ષા વ્યક્તિગત રીતે ખૂબ જ રોમાંચક છે.

ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મસાલેદાર વિદેશી વાનગીઓએ મને પ્રભાવિત કર્યો છે, તેમ લ્યુકે જણાવ્યું હતું.

લ્યુક સાથે દક્ષિણ ભારતમાં પ્રવાસ દરમિયાનના અવિસ્મરણીય અભિયાનમાં જોડાઓ. અને રાંધણકળા અને સંસ્કૃતિ વિશે જ્ઞાન મેળવો.

Luke Nguyen’s India શ્રેણી SBS On Demand પર પ્રસારિત થશે. જેમાં સબટાઇટલિંગ સિમ્પલીફાઇડ ચાઇનીઝ, અરેબિક, કોરિયન, વિયેતનામીઝ અને ટ્રેડિશનલ પરંપરાગત ચાઇનીઝમાં ઉપલબ્ધ રહેશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 p.m.

Share
Published 26 September 2023 1:57pm
Updated 29 September 2023 12:08pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends