ઓસ્ટ્રેલિયા એક ખુબ સુંદર દેશ છે. આપણે ઘણીવાર ઓસ્ટ્રેલિયાઈ નગરો, શહેરો કે સ્થળોના નામ અજીબ લાગે છે. તેને યાદ રાખવામાં સમજવામાં થોડો સમય લાગે છે. હકીકત માં આ નામ એબોરિજિનલ ભાષાના નામો છે, તેના આ ભાષા માં અર્થ પણ છે. તો આજે જાણીએ આપણા નગરોના નામાર્થ વિષે:

Murwillumbah derives from the Bandjalang word meaning 'camping place'
Gundagai, NSW
વિરાંદજુરી ભાષામાં આ શબ્દ નો અર્થ," ઘૂંટણ પાછળ હાથ -કોહાડી થી કાપવું" એવો થાય છે. આ જગ્યા મુરૃમ્બિદગી નદીના કિનારે જાણે ઘૂંટણ જેમ વળેલ હોય તેવી છે આથી આ નગરનું નામ ગુંડાગી પડ્યું.
Narooma, NSW
સ્વચ્છ નીલા પાણી માટે વપરાતો સ્થાનિક યૂઈન શબ્દ છે.
Wollongong, NSW
વોલોન્ગોન્ગનો અર્થ ધારાવાલ ભાષા માં "દરિયા નો અવાજ " થાય છે.
Dubbo, NSW
આ શબ્દ વિરાંદજુરી શબ્દ ઠુબ્બો પર થી આવ્યો હશે. ઠુબ્બોના બે અર્થ છે 1) લાલ પૃથ્વી 2) માથું ઢાંકવું .
પહેલા યુરોપિયન સમાધાન સરમિયાન રોબર્ટ દુલહઉન્ટીનું ઘર એ ઝૂંપડીના સ્વરૂપ માં હતું આથી પણ આ જગ્યાનું નામ ઠુબ્બો પર થી આવ્યું હશે.

Source: NITV
Moruya, NSW
આ નગર મારુંયા નદીના કાંઠે આવેલ છે. બ્રિનજ યૂઈન ભાષામાં આ જેનો અર્થ થાય છે, "કાળા હંસનું ઘર એવો થાય છે". આજે આ નગરનું સ્થાનિક ચિન્હ કાળો હંસ છે.
Katoomba, NSW
ગુન્ડુનગુર્ર ભાષાના શબ્દનો અર્થ "પાણીનો ટેકરી પરથી પડતો ધોધ" થાય છે. આ પ્રેદેશના જમીસન ખીણ માં પડતા પાણીના ધોધ પરથી આ નામ પડ્યું છે.

Canberra, ACT
નગુનનાવલ સ્થાનિક ભાષાના શબ્દનો અર્થ "મિલન સ્થળ " છે.
Tuggeranong, ACT
નગુનનાવલ સ્થાનિક ભાષાના શબ્દનો અર્થ "ઠંડી જગ્યા " છે.
Gungahlin, ACT
સ્થાનિક ભાષામાં કેનબેરાના આ પ્રદેશના બે અર્થ થાય છે : 1) "નાનકડી પથરાળ ટેકરી" અને 2) "સફેદ વ્યક્તિ નું ઘર " બીજો અર્થ વર્ષ 1860માં વિલિયમ ડેવિસ નામક સફેદ સેટલર, કે જેણે અહીં ઘર બનાવેલ ત્યાંથી આવ્યો હશે.

(Image: Flickr)
Nagambie, VIC
ટાઉનગુરુંગ ભાષાના આ શબ્દનો અર્થ "લગૂન" થાય છે.
Natimuk, VIC
જરડવાડજલી ભાષામાં અર્થ છે "નાનકડું તળાવ" .
Geelong, VIC
વેઠઉરુન્ગ શબ્દ જિલ્લોન્ગનો મતલબ "જીભ " થાય છે. જીલોન્ગ એ ખાડી વિસ્તારમાં જીભ જેમ આવેલ હોવાથી આ નામ પડ્યું હશે.
Wangaratta, VIC
વેવાયુરૃ શબ્દનો અર્થ "દરિયાઈ પક્ષીઓની આરામની જગ્યા" થાય છે. વૉન્ગા એટલે પક્ષી અને રત્તા એટલે નદીઓનું સંગમ સ્થળ.

(Image: Instagram / @nise41w)
Marrawah, TAS
પિરપપેર ભાષામાં અર્થ "નીલગીરી નું વૃક્ષ " થાય છે.
Legana, TAS
ત્યેરરરનોટેપાંનેર (પાલવ) ભાષામાં અર્થ "તાજું પાણી".
Parattah, TAS
ધ બિગ રિવર કબીલા (જાતિ)ની તાર્રીપ્નએનના ભાષામાં અર્થ થાય છે "બરફ - ઠંડુ"

Whyalla, SA
બારનગર્લ ભાષાના શબ્દનો અર્થ થાય છે "ઊંડા પાણીની જગ્યા "
Oodnadatta, SA
અર્રેર્ન્ટે ભાષાના શબ્દ ઉતનદાતા,પરથી ઉતરી આવેલ શબ્દનો અર્થ "મૂલગા (ઓસ્ટ્રેલિયાનું પીળું લાકડું ધરાવતો છોડ)બ્લોસમ થાય છે.

(Image: Flickr)
Mandurah, WA
નૂનગર ભાષાનો મૂળ શબ્દ છે માણ્ડજાર જેનો મતલબ છે "મળવાનું સ્થળ ".
Balingup, WA
માનવામાં આવે છે કે સ્થાનિક એબોરિજિનલ લડવૈયો બલિનગાન પરથી આ નામ પડયું હશે.
Kalgoorlie, WA
સ્થાનિક ખાઈ શકાય તેવા ફળ પરથી આ નામ આવ્યું હશે, જેનો મતલબ " મખમલી નાશપતિનું સ્થળ" થાય છે.
Yallingup, WA
શબ્દનો અર્થ થાય છે "જમીનમાં મોટો ખાડો (કાણું )". આ નગરનું નામ અહીં આવેલ ગુફાઓ પરથી આવ્યું હશે.

Mataranka, NT
યંગમાં ભાષામાં અર્થ થાય છે "સાપનું ઘર".
Kakadu, NT
ગગુળજુ ભાષાથી આ શબ્દ આવ્યો હશે જે ઉત્તરમાં રહેતા લોકો બોલતા જે હવે લુપ્ત થઈ ગઈ છે.
Larrimah, NT
યંગમાં ભાષામાં અર્થ થાય છે "આરામનું સ્થળ ".

(Image: Flickr)
Noosa, QLD
કાંબી કાંબી ભાષાના શબ્દ નો અર્થ છે "સંદિગ્ધ સ્થળ ".
Toowoomba, QLD
'swamp' શબ્દનું સ્થાનિક એબોરિજિનલ લોકો વડે થતું ઉચ્ચારણ
Badu Island, QLD
ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડ ના મૂળ લોકો બદ્લગલ અને મુઅલગલ તરીકે જાણીતા છે. તેમને માન આપવા બદ્લગલનું ટૂંક નામ 'Badu' કરવામાં આવ્યું.