ઓસ્ટ્રેલિયાની નવી એન્થની એલ્બાનિસી સરકારે મે મહિનામાં સત્તામાં આવ્યા બાદ દેશની માઇગ્રેશન પ્રણાલીમાં ઘણા ફેરફાર કર્યા છે. આ ઉપરાંત તેમણે વિસાની અરજીનો ભરાવો પણ ઓછો કર્યો છે.
વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન પ્રણાલીમાં હજી ઘણા સુધારા થાય તેવી શક્યતા છે. જેમાં દેશના સ્કીલ્ડ માઇગ્રેશન ઓક્યુપેશન લિસ્ટની અસરકારકતાની સમીક્ષા જેવા મુદ્દાઓ સામેલ છે.
છેલ્લે, વર્ષ 2019ની 11મી માર્ચે દેશના સ્કીલ્ડ માઇગ્રેશન ઓક્યુપેશન લિસ્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો.
સત્તામાં આવ્યા બાદ, કેન્દ્રીય સરકારે દેશના પર્મેનન્ટ માઇગ્રેશન કાર્યક્રમની 160,000 વિસાની મર્યાદાને વધારીને 195,000 કરી દીધી છે. ઓક્ટોબર મહિનાના બજેટમાં કેન્દ્ર સરકારે સ્કીલ્ડ વિસાની સંખ્યા 79,600થી વધારીને 142,400 કરી દીધી હતી.
સરકારે આ ઉપરાંત, ટેમ્પરરી સ્કીલ શોર્ટેજ (સબક્લાસ 482) અંતર્ગત પર્મેનન્ટ રેસીડન્સી માટે અરજીના નિયમો સરળ કર્યા છે આ ઉપરાંત, 457 વિસાધારકો માટે ઉંમરની મર્યાદા પણ હટાવી દીધી છે. તથા, સબક્લાસ 462 વર્કિંગ હોલિડે મેકર વિસાધારકોની લાયકાત પણ વધારી છે.
વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયન વિસાની 5 મહત્વની તકો પર એક નજર...
1. કેટલાક ચોક્કસ દેશો માટે નવા વિસા
જુલાઇ 2023માં પેસિફિક દેશો અને તિમોર લેસ્ટેના માઇગ્રન્ટ્સ માટે 3000 વિસાની તકો.
આ વિસા ઓસ્ટ્રેલિયાના પર્મેનન્ટ માઇગ્રેશન પ્રોગ્રામ ઉપરાંત ફાળવવામાં આવશે.
Workers from Pacific countries such as the Solomon Islands will have access to a new Australian visa from 1 July 2023. Source: AP / Mark Schiefelbein
2. ન્યૂઝીલેન્ડના નાગરિકોને વિસામાં પ્રાથમિકતા
ઓસ્ટ્રેલિયામાં રહેતા ન્યૂઝીલેન્ડના નાગરિકોને સ્કીલ્ડ ઇન્ડીપેન્ડન્ટ વિસા સબક્લાસ 189 માટે ન્યૂઝીલેન્ડ સ્ટ્રીમ અંતર્ગત વિસામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
ઇમિગ્રેશન વિભાગે વિસાની શરતો જેમ કે ઉમેદવારે ઓછામાં ઓછું પાંચ વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહેવું, ટેક્સ આધારિત ન્યૂનત્તમ આવક તથા આરોગ્યલક્ષી નિયમો હટાવ્યા છે.
જે અરજીકર્તાને પર્મેનન્ટ રેસીડન્સ વિસા પ્રાપ્ત થયા હોય તેમને નેશનલ ડિસેબિલીટી ઇન્સ્યોરન્સ સ્કીમ જેવા લાભ તથા ઓસ્ટ્રેલિયામાં જન્મેલા તેમના બાળકોને ઓસ્ટ્રેલિયાની નાગરિકતામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
જેમને ન્યૂઝીલેન્ડ સ્ટ્રીમ અંતર્ગત વિસા પ્રાપ્ત થયા હોય તેમની 1લી જાન્યુઆરી 2023થી નાગરિકતાની અરજી પર ઝડપથી કાર્ય કરવામાં આવશે.
3. સ્ટેટ સ્પોન્સર્ડ વિસાની સંખ્યા વધી
ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશનના ભૂતપૂર્વ સેક્રેટરી અબુલ રીઝવીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને ટેરીટરીની સરકારોને વધુ વિસા ફાળવવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય તથા ટેરીટરી સરકારો તેમની જરૂરીયાત પ્રમાણે નિયમોમાં ફેરફાર કરી રહી છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વર્ષ 2022-23 માટે રાજ્યો તથા ટેરીટરીને સબક્લાસ 190 વિસા અંતર્ગત 31,000 વિસા તથા રીજનલ શ્રેણી સબક્લાસ 491 અંતર્ગત 34,000 વિસા ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ (સબક્લાસ 188) હેઠળ 5000 વિસા પણ ફાળવવામાં આવ્યા છે.
A breakdown of the skilled visas available in the 2022/23 budget.
જોકે, આ વિસા માટે અરજીકર્તા ઉમેદવારની ઉંમર 45 વર્ષથી ઓછી હોય તે જરૂરી છે.
4. પારિવારીક વિસાની શરતો હળવી થઇ
એલ્બાનિસી સરકારે પરિવારના સભ્યો એકબીજાને મળી શકે, તે માટે 2022-23 અંતર્ગત પાર્ટનર વિસા સરળ કર્યા છે.
ફેરફાર હેઠળ હવે આ વિસાની સંખ્યામાં કોઇ મર્યાદા લાગૂ થશે નહીં. ડીપાર્ટમેન્ટના અંદાજ પ્રમાણે, આ નાણાકિય વર્ષે 40,500 પાર્ટનર વિસા મંજૂર કરવામાં આવશે.
ચાઇલ્ડ વિસાની માંગને પણ ધ્યાનમાં રાખીને આ વર્ષે 3000 વિસા આપવામાં આવે તેવો અંદાજ છે.
Family reunions will be easier with no limit to partner and child visas. Source: Getty / jacoblund/iStockphoto
5. વિસા મંજૂરીની પ્રક્રિયામાં ફેરફાર
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, નવી Ministerial Direction No. 100 મુજબ ડીપાર્ટમેન્ટના કર્મચારી આરોગ્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા વ્યવસાયોના વિસાને પ્રાથમિકતા આપી શકે છે.
જે અંતર્ગત, આ અરજીઓ 3 દિવસમાં મંજૂર થઇ રહી છે.
આ ફેરફાર તમામ સ્કીલ્ડ વિસા નોમિનેશન તથા વિસાની અરજીઓને લાગૂ થાય છે. જેમાં ટેમ્પરરી, એમ્પલોયર સ્પોન્સર્ડ અને રીજનલ વિસાની નવી અરજીઓને પણ લાગૂ થશે.
સ્કીલ્ડ વિસા અરજીઓને પ્રાથમિકતાની નવી યાદી -
નવા દિશાનિર્દેશ અંતર્ગત, સ્કીલ્ડ વિસાની અરજીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. જેમાં,
1. આરોગ્ય અથવા શિક્ષણ સાથે સંકળાયેલી વિસા અરજીઓ
2. એમ્પલોયર સ્પોન્સર્ડ વિસા, મંજૂરી મળી હોય તેવા સ્પોન્સર દ્વારા પસંદ કરાયેલા અરજીકર્તા
3. નક્કી કરવામાં આવ્યા હોય તેવા રીજનલ વિસ્તારના અરજીકર્તા
4. પર્મેનન્ટ અને પ્રોવિઝનલ વિસા સબક્લાસ, માઇગ્રેશન કાર્યક્રમ અંતર્ગત વિસાના અરજીકર્તા
5, અન્ય તમામ વિસા અરજીકર્તાનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ વિસા શ્રેણીમાં, અમુક ચોક્કસ નક્કી કરાયેલા દેશોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.
તમામ દરેક શ્રેણીમાં, પ્રોવિઝનલ તથા પર્મેનન્ટ સ્કીલ્ડ વિસા અંતર્ગત ઓસ્ટ્રેલિયા બહાર હોય તેવા અરજીકર્તાને પ્રાથમિકતા મળશે.
2023માં દેશની માઇગ્રેશન પ્રણાલીની સમીક્ષા
ઓસ્ટ્રેલિયાના વિસા માટે ઘણા લોકોએ મહિનાઓ સુધી રાહ જોવી પડે છે જેથી વિશેષજ્ઞોએ દેશની માઇગ્રેશન પ્રણાલીની ટીકા કરી છે.
2023માં, 3 વિશેષજ્ઞો ઓસ્ટ્રેલિયાની માઇગ્રેશન પ્રણાલીની સમીક્ષા કરશે. જેનો ઇન્ટરીમ રીપોર્ટ ફેબ્રુઆરીમાં તથા સંપૂર્ણ રીપોર્ટ માર્ચ-એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવશે.
તાજેતરમાં દેશના ઇમિગ્રેશન મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સે જણાવ્યું હતું કે, ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સમાં વધુ 400 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. સરકારની રચના કર્યા બાદ 4 મિલીયનથી વધુ વિસા મંજૂર કરવામાં આવ્યા છે.
Minister for Immigration, Andrew Giles. Source: AAP / Mick Tsikas
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા બહારથી વર્કિંગ હોલીડે મેકર્સ વિસા માટે અરજી કરતા ઉમેદવારોના વિસા એક જ દિવસમાં મંજૂર કરવામાં આવે છે.
SBS News cannot provide immigration advice - you can find more information at
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.