આ અહેવાલ SBS આરોગ્ય અને તંદુરસ્તીની પહેલ માઇન્ડ યોર હેલ્થનો એક ભાગ છે. અંગ્રેજી અને બહુવિધ ભાષાઓમાં ડિજિટલ વાર્તાઓ, પોડકાસ્ટ અને વિડિયો દર્શાવતા
ફિઝિકલ એક્ટિવીટી એન્ડ હેલ્થના પ્રોફેસર એન ટીએડેમન કહે છે કે શારીરિક કસરત અને યોગ્ય ખોરાક આ બે વસ્તુ પર જો સારી રીતે ધ્યાન આપવામાં આવે તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.
અને બીજું આલ્કોહોલનું સેવન ઓછું કરવું, ધુમ્રપાન ઘટાડવું અને સામાજીક રીતે જોડાયેલા રહેવું
1. શારીરિક કસરત
પ્રોફેસર ટીએડેમન કહે છે કે ઘણી બધી વાર એવું પુરવાર થયું છે કે શારીરિક રીતે સક્રિય રહેવાથી ન માત્ર શારીરિક, માનસિક અને સમાજિક સ્વાસ્થ્ય જ જળવાઇ છે પરંતુ વૃદ્ધાવસ્થઆમાં જે રોગો થવાની શક્યતાઓ હોય છે તેને અટકાવવામાં પણ મદદ મળે છે.
સિડની યુનિવર્સિટીના નિષ્ણાંત સમજાવે છે કે આજે અથવા આ અઠવાડિયે વ્યક્તિ જે કરે છે તે કરેલું કશે જશે નહીં તે હંમેશાં ફાયદાકારક જ હોઇ શકે છે.
પ્રોફેસર ટીએડેમન તરફ ધ્યાન દોરતા કહે છે કે આમાં દર્શાવવામાં આવ્યું છે કે કેટલી વયના લોકોને અને જે લોકોને ક્રોનિક ડિઝીસ કે ડિસએબીલીટી છે તેઓએ કેટલા પ્રમાણમાં શારીરિક પ્રવૃતિઓ કરવી જોઇએ.
તેઓ કહે છે કે તમે જીંદગીની ગમે તે વય પર હોવ કે પછી ડિસએબીલીટીના કોઇપણ લેવલ પર કેમ ન હોવ શારીરિક પ્રવૃતિ સાથેનો આ સંદેશ બધા માટે સારો જ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો કોઇ પણ માર્ગદર્શિકામાં ભલામણ કરેલી શારીરિક પ્રવૃત્તિની માત્રાને પૂર્ણ કરી ન શકે તો પણ અમે ખરેખર સ્પષ્ટ સંશોધનથી જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ ફાયદાકારક છે અને તમે હાલમાં કરો છો તેના કરતા થોડું વધારે કરવાથી ફાયદો થશે. જે તમારા માટે સ્વાસ્થ્ય લાભદાયી હોય છે.
તેઓ વધુમાં સમજાવે છે કે શારીરિક પ્રવૃતિ વિવધ રીતે થઇ શકે છે નાનું એવું રમતની એક ટીમ તમે બનાવી શકો છો.
પ્રોફેસર એન જણાવે છે કે સ્વાસ્થ્યને પ્રોત્સાહીત કરતી પ્રવૃતિઓ કરતા રહેવું જોઇએ જેમ કે તમે નવરાશની પળોમાં છો તો બહાર એક આંટો મારી આવો, ઘરના નાના મોટા કામ કરી શકો છો, જેમ કે બાગનું કામ કરવું, ઘરની સફાઇ કરવી. આ બધી જ પ્રવૃતિઓ શારીરિક પ્રવૃતિમાં જ ગણાય છે.
2. સંમતોલ આહાર લેવો
પ્રોફેસર ટીએડેમન કહે છે કે લાંબા ગાળાના રોગથી બચવું હોય કે મેદસ્વીપણાથી બચવું હોય તો સંમતોલ આહાર ખૂબ જ જરૂરી છે.
તમારા આહારમાં પૂરતું પોષણ મળશે તો તે તમારા શરીરને ઇંઘણ પૂરુ પાડશે જે હાડકાંને મજબૂત કરશે અને ઊર્જાનો સંચાર કરશે.
પ્રોફેસર એન જણાવે છે કે આ બધી બાબતો ખરેખર મહત્વપૂર્ણ છે જેમ કે સંતુલિત આહાર ખાવો, વધુ પડતુ પ્રોસેસ્ડ ફૂડ ખાવું નહીં અને વધુ પડતી ખાંડ પણ ખાવી નહીં, જે હવે સમાજમાં એક મોટી સમસ્યા છે."
પ્રમાણે ખોરાકના પ્રકારો અને તેની માત્રા, આહારના જૂથો અને આહારની રચના વિશે માહિતી પ્રદાન કરે છે.
જે ઓસ્ટ્રેલિયનોને પાંચ ખાદ્ય જૂથોમાંથી વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માર્ગદર્શિકામાં વધુ પડતી ચરબીવાળો ખોરાક, ઉપરથી ઉમેરાયેલ મીઠું, ખાંડ અને આલ્કોહોલ ધરાવતા ખોરાકના સેવનને મર્યાદિત કરે છે.
3. મદ્યપાનનું સેવન ઓછું કરો અને ધ્રુમપાનનું સેવન ઘટાડો
આલ્કોહોલ અને સિગારેટના સેવનને ઘટાડવાની પર ભાર મુકતા પ્રોફેસર ટીએડેમન કહે છે કે અમે જાણીએ છીએ કે આ જોખમી જીવનશૈલી આગળ જઇને ઘણા રોગોને નોતરી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે દર વર્ષે 3 મિલિયન લોકો આલ્કોહોલના સેવનથી મૃત્યુ પામે છે જ્યારે લાખો લોકો ડિસએબીલીટીનો ભોગ બને છે અને તો ઘણાનું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે.
ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેર (AIHW) ડેટા દર્શાવે છે કે 2020 માં આલ્કોહોલના કારણે 1,452 લોકોના મૃત્યુ નોંધાયા હતા, મોટા ભાગના (73 ટકા) પુરુષો નોંધાયા હતા.
આલ્કોહોલ પીવાથી આરોગ્યના જોખમોને ઘટાડવા માટે વપરાશ માટે 2020માં સુધારા સાથે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.
વધુમાં, કેન્સર કાઉન્સિલ કરે છે, જેમાં આલ્કોહોલ-મુક્ત દિવસોનો સમાવેશ કરવો અને તમારી તરસ છીપાવવા માટે પાણીનો ઉપયોગ કરવો.
તે , જ્યારે ઘણી પરિસ્થિતિઓ અને રોગો તેમજ અકાળે મૃત્યુનું જોખમ વધારે છે.
4. સામાજિક રીતે જોડાયેલા રહેવું
પ્રોફેસર ટીએડેમન કહે છે કે એકલતા એ સમાજમાં એક "મોટી સમસ્યા" છે, અને વ્યક્તિ અન્ય લોકોથી ઘેરાયેલી હોય ત્યારે પણ તે થઈ શકે છે, કારણ કે ઘણીવાર "ત્યાં સંબંધના બંધાણનો અભાવ" હોય છે.
પ્રોફેસર એન કહે છે કે આ તમારી આસપાસના લોકો સાથે જોડાયેલી લાગણી અને આપણે જે સમાજમાં રહીએ છીએ તેની સાથે જોડાયેલી લાગણી વિશે છે.
એકલતા વિશે સમજાવતા ટીએડેમન કહે છે કે તે એવું લાગે છે કે તમે અન્ય લોકો માટે કંઈક કહેવા માગો છો અને એ પણ દર્શાવે છે કે તમે અન્ય લોકોની કાળજી લો છો.
તેઓ કહે છે કે તમે ઘણી રીતે જોડાયેલા રહી શકો છો. જેમ કે સ્વંયસેવકની ભૂમિકા ભજવવી અને તમારા સમાજમાં સક્રિય પણ થઇ શકો છો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્વયંસેવકની ભૂમિકા એ અન્ય લોકો સાથે જૂથનો ભાગ હોવા સાથે સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવાનો એક માર્ગ હોઈ શકે છે અને એકસાથે સંયુક્ત હેતુ હોઈ શકે છે જેથી ઘણા લોકો રમતગમતમાં આ ભૂમિકા ભજવતા હોય છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કહે તમે તમારી ટીમ આધારીત રમત રમજી શકો છો, તમે બધા એક જ પ્રકારના પરિણામ માટે લક્ષ્યાંકિત છો અને તે રીતે જોડાયેલા છો.
જો કે, તેઓ સમજાવે છે કે કેટલાક લોકોને એકલા રહેવાની મજા આવે છે. જો આ વ્યક્તિઓ એકલા હોય, તો પણ તેઓ અન્ય માધ્યમો દ્વારા તે જોડાયેલા હોય છે.
બિયોન્ડ બ્લુ ની એવી ભલામણ છે કે જેમ કે Skype, Zoom, FaceTime અને House Party જેવી એપ્સ સહિતની ઘણી બધી, જે વિડિયો ચેટ દ્વારા અલગ અલગ રીતે જોડાવવામાં મદદ કરે છે.
સંસ્થા બુક ક્લબ, ટ્રીવીયા નાઇટ, ફેમિલી ડીનર, ડાન્સ પાર્ટી અથવા મિત્રો સાથે માત્ર સાંજની ચેટ સહિત નિયમિત સામાજિક કેચઅપ્સ શેડ્યૂલ કરવાની પણ ભલામણ કરે છે.
5. તમારી અને તમારી જે સંભાળ લે છે તેમની સંભાળ રાખો
પ્રોફેસર ટાઇડેમેન કહે છેકોવિડ-19 રોગચાળા દરમિયાન લોકડાઉન એ એક સારું ઉદાહરણ હતું કે શા માટે તમારી અને તમે જે લોકોની સંભાળ રાખો છો તેની સંભાળ રાખવાની જરૂર છે.
તેઓ વિસ્તારથી સમજાવતા કહે છે કે મને લાગે છે કે તે ખરેખર મહત્વપૂર્ણ છે. હું મારી જાતને જાણું છું, ઉદાહરણ તરીકે, વૃદ્ધ માતા-પિતા કે જેઓ લોકડાઉનમાં છે અથવા તેઓને જે જોઈએ છે તે મળી ગયું છે કે નહીં તેની ખાતરી કરવા વિશે હું ચિંતા કરીશ.
તેઓ કહે છે કે પરંતુ તમને ઘણીવાર ખ્યાલ નથી આવતો કે તમે ખૂબ જ તણાવ અને ચિંતાનો સામનો કરી રહ્યાં છો અને તેથી, ફક્ત તમારી જાતને તપાસો અને ખાતરી કરો કે તમે એવી વસ્તુઓ કરી રહ્યા છો જે તમારી પોતાની તંદુરસ્તી માટે સારી હોય તે ખરેખર વધારે મહત્વપૂર્ણ છે."
સમર્થન મેળવવા માંગતા વાચકો 13 11 14 પર 24-7 ક્રાઇસીસ સપોર્ટ માટે લાઈફલાઈનનો સંપર્ક કરી શકે છે, 1300 659 467 પર સુસાઈડ કોલ બેક સર્વિસ અને 1800 55 1800 પર કિડ્સ હેલ્પલાઈન (5 થી 25 વર્ષની વયના યુવાનો માટે) નો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી Beyond Blue.org.au અને lifeline.org.au પર ઉપલબ્ધ છે.
એમ્બ્રેસ બહુસાંસ્કૃતિક માનસિક સ્વાસ્થ્ય સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને સમર્થન આપે છે.
અને બીજું આલ્કોહોલનું સેવન ઓછું કરવું, ધુમ્રપાન ઘટાડવું અને સામાજીક રીતે જોડાયેલા રહેવું