ઓસ્ટ્રેલિયન નાગરિક, પર્મેનન્ટ રેસીડન્ટ્સ દેશમાં પરત ફરવા તેમની માહિતી નોંધાવી શકશે

કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ તેમની માહિતી નોંધાવી શકે છે. જે-તે સ્થળથી ઓસ્ટ્રેલિયા પરત ફરવા ફ્લાઇટ ઉપલબ્ધ હશે તો હાઇકમિશન દ્વારા જાણ કરવામાં આવી શકે છે.

India extends flight ban

Source: Wikimedia/mitrebuad

કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાએ માર્ચ 2020માં દેશની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી હતી અને હજારો ઓસ્ટ્રેલિયન્સ તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ દેશ બહાર ફસાઇ ગયા હતા.

મહામારી શરૂ થયાના છ મહિના વિતી ગયા હોવા છતાં પણ એક આંકડા પ્રમાણે હાલમાં લગભગ 28,000 જેટલા ઓસ્ટ્રેલિયન્સ વિદેશમાં ફસાઇ ગયા છે.

મોટાભાગના લોકો વતન પરત ફરવા માંગે છે પરંતુ મર્યાદિત ફ્લાઇટ્સ અને દર અઠવાડિયે દેશના શહેરોમાં આંતરરાષ્ટ્રીય ઊતરાણની નક્કી કરેલી સંખ્યાના કારણે ઓસ્ટ્રેલિયા બહાર અટવાઇ ગયેલા દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે વતન પરત ફરવું મુશ્કેલ બની ગયું છે.

જોકે, ઓસ્ટ્રેલિયન સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિદેશમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ તેમની માહિતી નોંધાવી શકે છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શું છે?

ઓસ્ટ્રેલિયન સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ વિદેશમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ કે જેઓ ઓસ્ટ્રેલિયા પરત ફરવા માંગે છે તેમણે નજીકની ઓસ્ટ્રેલિયન એમ્બેસી અથવા હાઇકમિશનમાં તેમની અને પરિવારજનોની માહિતી આપવી પડશે.

આ માહિતી દ્વારા કેટલા લોકો કોન્સ્યુલેટની સેવા મેળવવા અને દેશમાં પરત ફરવા માંગે છે તેની ઓસ્ટ્રેલિયન સરકારને જાણ થશે.

આ ઉપરાંત, જો ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ થાય તો એમ્બેસી અથવા હાઇકમિશન દ્વારા તેની જાણ કરવામાં આવશે.
International arrival caps
International traveller returning to Australia. Source: James D. Morgan/Getty Images

તમામ પ્રકારની માહિતી આપવી હિતાવહ

તમને અથવા તમારા પરિવારજનોને આરોગ્ય સાથે સંકળાયેલી બાબતો અથવા અન્ય કોઇ મુશ્કેલી હોય તો તે વિશેની તમામ માહિતી રજીસ્ટ્રેશન દરમિયાન આપવી હિતાવહ છે.

રજીસ્ટ્રેશન એ ઓસ્ટ્રેલિયા પરત ફરવાની બાહેંધરી નથી તેમ ઓસ્ટ્રેલિયન સરકારના ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મુસાફરી માટે વધુ વિગતો મેળવવા માટે ની મુલાકાત લો. આ ઉપરાંત, તમે જે સ્થાન પર ફસાઇ ગયા હોય તેની નજીકમાં આવેલી ની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકાય છે.

વિદેશથી કોન્સ્યુલેટની તાત્કાલિક સલાહ મેળવવા માટે +61 2 6261 3305 પર સંપર્ક કરો.

ઓસ્ટ્રેલિયા આવનારા તમામ મુસાફરોએ નક્કી કરેલી જગ્યા પર ફરજિયાતપણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી અને પરથી મેળવી શકાશે.

ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.

જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી  પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.


Share
Published 13 October 2020 2:11pm
By SBS Gujarati
Source: SBS

Share this with family and friends