ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી બાળકોએ વીડિયો દ્વારા પાઠવી દિવાળીની શુભેચ્છા

SBS Gujarati દ્વારા આયોજીત બાળકો માટે વિશેષ દિવાળી ઉજવણી અંતર્ગત, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી પરિવારોના બાળકોએ દિવાળીની શુભેચ્છા પાઠવતા વીડિયો વહેંચ્યા.

Gujarati children in Australia send Diwali wishes

Gujarati children in Australia send Diwali wishes. Source: SBS Gujarati

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી મૂળના પરિવારના 3થી 13 વર્ષની ઉંમરના બાળકોએ વીડિયો મોકલી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

વીડિયોમાં તેમણે તેઓ દિવાળીની ઉજવણી કેવી રીતે કરે છે તથા દિવાળીમાં ઘરની સજાવટ કેવી રીતે કરે છે તે અંગે માહિતી આપી હતી.

બાળકોના શુભેચ્છા સંદેશ જોવા વીડિયો પર ક્લિક કરો
સિડની ઓપેરા હાઉસ દિવાળીની રોશનીથી ઝગમગી ઉઠ્યું

સિડનીના સુપ્રસિદ્ધ ઓપેરા હાઉસને દિવાળીના તહેવાર નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાજ્યના પ્રીમિયર ડોમીનિક પેરોટેયે જણાવ્યું હતું કે વર્ષ 2021 રાજ્ય માટે પડકારજનક રહ્યું છે પરંતુ દિવાળીની રોશનીએ શાંતિ, આશા તથા ઉજળા ભવિષ્યનું પ્રતિક છે.
સિડની ઓપેરા હાઉસ ખાતે હાજર રહીને તેમણે તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends