ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નમાં પ્રદર્શિત થશે ભારતીય - ગુજરાતી ફિલ્મો

13થી 30 ઓગસ્ટ 2022 સુધી યોજાનારા ફેસ્ટિવલમાં અભિષેક બચ્ચન, કપિલ દેવ, સામંથા રુથ પ્રભુ જેવી હસ્તિઓ હાજરી આપશે. 13મી ઓગસ્ટે ફેડરેશન સ્ક્વેયર ખાતે કપિલ દેવ - અભિષેક બચ્ચન ભારતીય ધ્વજ ફરકાવશે.

Gujarati films at Indian films festival of Melbourne 2022.jpeg

Gujarati films at Indian films festival of Melbourne 2022

આગામી 12મી ઓગસ્ટ શુક્રવારથી 30મી ઓગસ્ટ 2022 સુધી યોજાવા જઇ રહ્યો છે.

આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ ભાષામાં બનેલી 100થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

જેને ઓનલાઇન તથા સિનેમાની મુલાકાત લઇને નિહાળી શકાશે.

ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ શ્રેણી અંતર્ગત એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે.

રવિવાર 14મી ઓગસ્ટના રોજ Palais Theatre ખાતે યોજાનારા સમારંભમાં બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ , બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટ્રી, બેસ્ટ સિરીઝ, બેસ્ટ ડિરેક્ટર જેવી શ્રેણી હેઠળ એવોર્ડ્સ આપવામાં આવશે.

ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપનારા મહેમાનોની યાદી

મેલ્બર્ન ખાતે યોજાનારા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડ, મનોરંજન તથા ક્રિકેટજગતની કેટલીક હસ્તીઓ હાજરી આપશે.

જેમાં અભિષેક બચ્ચન, સામંથા રુથ પ્રભુ, તમન્ના ભાટિયા, તાપસી પન્નૂ, વાણી કપૂર, શેફાલી શાહ, ડિરેક્ટર કબીર ખાન, અનુરાગ કશ્યપ, નિખીલ અડવાણી, ક્રિકેટર કપિલ દેવનો સમાવેશ થાય છે.
Indian Film Festival of Melborune 2022.jpg
Guests at the Indian film festival of Melbourne 2022.

ફેસ્ટિવલના ડિરેક્ટર મિતુ ભૌમિક લાંગેએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19 મહામારી બાદ પ્રથમ વખત પ્રત્યક્ષ રીતે ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઇ રહ્યો છે. જેમાં ભારતીય ઉપમહાદ્વીપમાં બનેલી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના વિવિધ કલાકારો તથા ડિરેક્ટર - પ્રોડ્યુસર હાજરી આપશે. આ વર્ષના ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડ્સ માટે નામાંકનમાં પસંદ થયેલી ફિલ્મો ભારતના વિવિધ પ્રદેશ - સંસ્કૃતિને વાચા આપે છે., તેમ ફેસ્ટિવલ ડિરેક્ટર મિતુ ભૌમિક લાંગેએ ઉમેર્યું હતું.

આ વર્ષના ફેસ્ટિવલ અગાઉ 13મી ઓગસ્ટના રોજ મેલ્બર્નના ફેડરેશન સ્ક્વેયર ખાતે મહાન ક્રિકેટર કપિલ દેવ તથા એક્ટર અભિષેક બચ્ચન દ્વારા ભારતીય ધ્વજ ફરકાવવામાં આવશે.

વર્ષ 2022ના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નના વિવિધ એવોર્ડ્સ હેઠળ નામાંકનની યાદી

બેસ્ટ એક્ટર
  • અભિષેક બચ્ચન - ડાવસી (હિન્દી)
  • ગોપાલ હેગડે - પેડ્રો (કન્નડ)
  • રાજકુમાર રાવ - બધાઇ હો (હિન્દી)
  • રામીશ ચૌધરી - જગ્ગી (પંજાબી)
  • રણવીર સિંઘ - 83 (હિન્દી)
  • સૂર્યા - જય ભીમ (તમિલ)
  • તોવિનો થોમસ - મિન્નાલ મુરાલી (મલયાલમ)
  • વિકી કૌશલ - સરદાર ઉધમ (હિન્દી)
બેસ્ટ એક્ટ્રેસ
  • આલિયા ભટ્ટ - ગંગુબાઇ કાઠિયાવાડી (હિન્દી)
  • ભૂમિ પેડનેકર - બધાઇ હો (હિન્દી)
  • દીપિકા પાદુકોણ - ગેહરાઇયાન (હિન્દી)
  • કોંકણા સેન શર્મા - ધ રેપીસ્ટ (હિન્દી - અંગ્રેજી)
  • લિજોમોલ જોસ - જય ભીમ (તમિલ)
  • શેફાલી શાહ - જલસા (હિન્દી)
  • શ્રીલેખા મિત્રા - વન્સ અપોન અ ટાઇમ ઇન કલકત્તા (બંગાળી)
  • વિદ્યા બાલન - જલસા (હિન્દી)
બેસ્ટ ફિલ્મ
  • 83 - (હિન્દી)
  • બધાઇ હો - (હિન્દી)
  • ગંગુબાઇ કાઠિયાવાડી - (હિન્દી)
  • જય ભીમ - (તમિલ)
  • મિન્નાલ મુરાલી - (મલયાલમ)
  • પાકા - (મલયાલમ)
  • સરદાર ઉધમ (હિન્દી))
  • ધ રેપીસ્ટ - (હિન્દી)
બેસ્ટ ડિરેક્ટર
  • અનમોલ સિદ્ધુ - જગ્ગી (પંજાબી)
  • અપર્ણા સેન - ધ રેપીસ્ટ (હિન્દી)
  • કબિર ખાન - 83 (હિન્દી)
  • પાન નલિન - છેલ્લો દિવસ (ગુજરાતી)
  • સંજય લીલા ભણસાલી - ગંગુબાઇ કાઠિયાવાડી (હિન્દી)
  • શૂજીત સિરકાર - સરદાર ઉધમ (હિન્દી)
  • સુરેશ ત્રિવેણી - જલસા (હિન્દી)
  • ટી.જે.નાનાવેલ - જય ભીમ (તમિલ)
ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર નલિન કુમાર પંડ્યા (પાન નલિન) નો પણ બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
LISTEN TO
Director Pan Nalin becomes the first Gujarati to be included in Oscars Committee image

ઓસ્કાર કમિટિમાં સ્થાન મેળવનારા પ્રથમ ગુજરાતી બન્યા ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યા

SBS Gujarati

12/07/202208:19

ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી ગુજરાતી ફિલ્મો

ફેસ્ટિવલમાં 4 ગુજરાતી ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું છે. જેને ઓનલાઇન તથા સિનેમામાં પ્રત્યક્ષ રીતે નિહાળી શકાશે.
  • 21મું ટિફીન - ઓનલાઇન
  • અભરખા - સિનેમા
  • છેલ્લો શો - સિનેમા
  • ગાંધી એન્ડ કુ - સિનેમા

સિનેમાની પ્રત્યક્ષ રીતે મુલાકાત લઇને 12થી 20 ઓગસ્ટ 2022 સુધી જ્યારે ઓનલાઇન માધ્યમ પર 13થી 30 ઓગસ્ટ સુધી ફિલ્મો નિહાળી શકાશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 8 August 2022 4:23pm
Updated 8 August 2022 5:25pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends