, છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૪% નો વધારો નોંધાતા આંકડો એક લાખને પાર કરી ગયો છે.
દેશભરમાં વધી રહેલા બેઘર લોકો માટે ઘણા કારણો જવાબદાર છે, પરંતુ સસ્તા (એફોર્ડેબલ) મકાનોનો અભાવ સૌથી સ્પષ્ટ કારણ છે.
ન્યુ સાઉથ વેલ્સ ના નેતા એવેલીન ટેડરો જણાવે છે, "મકાનના ભાડા સતત વધતા રહે છે. જે લોકો ઓછી આવક ધરાવે છે તેમને માટે આ ભાવ વધારા સાથે આગળ વધવું શક્ય નથી.”ના મુખ્ય સાચીવ અને ના ચેરમેન જેની સ્મિથનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયામાં સસ્તા મકાનો માટેની રાષ્ટ્રીય યોજના પર સરકારે ધ્યાન આપ્યું નથી: " ઓછી આવક ધરાવતા લોકો માટે આવાસની ખાતરી આપવા સરકાર પાસે હોઉંસિંગ માર્કેટમાં હસ્તક્ષેપ કરવા કોઈ યોજના નથી. આપણે આશા રાખીએ છીએ કે બજાર તેની સંભાળ લેશે, પરંતુ પાછલા ૩0 થી ૪૦ વર્ષમાં ઓસ્ટ્રેલીયાના બજારોએ જે અભૂતપૂર્વ સફળતા મેળવી તેમાં ઓછી આવકવાળા લોકો પાછળ છૂટી ગયા છે. બજારે તેમની કાળજી લીધી નથી. સરકારોએ સામાજિક આવાસ પૂરું પાડવાનું બંધ કરી દીધું અને જ્યાં સુધી આ તરફ ફરીથી ધ્યાન કેન્દ્રિત નહિ કરે ત્યાં સુધી બેઘર લોકોની સંખ્યા વધતી રહેશે એટલુજ નહિ પણ ખૂબ ઝડપથી વધશે."
A homeless man sits on a street in the Central Business District of Sydney. Source: Getty Images
પાછલા ૩0 થી ૪૦ વર્ષમાં ઓસ્ટ્રેલિયાના બજારોએ જે અભૂતપૂર્વ સફળતા મેળવી, તેમાં ઓછી આવકવાળા લોકો પાછળ છૂટી ગયા છે.
તે ઇચ્છે છે કે લોકો વ્યક્તિગત નબળાઈને લીધે બેઘર થઇ જાય છે એવી ગેરસમજણ દૂર થાય. કૌટુંબિક હિંસા અને આસમાને પહોંચતા મકાનોના ભાવ જેવા પરિબળો લોકોને બેઘર બનાવે છે.
"મને લાગે છે કે આપણા સમુદાયમાં બેઘર હોવું તેને વ્યક્તિગત નબળાઈ ગણવામાં આવે છે તે ખૂબ દુઃખની વાત છે. પછી ભલે લોકો સ્થાનાંતર કરીને આવ્યા હોય અથવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યા કે વ્યસન, અપંગતા સાથે સંઘર્ષ કરી રહ્યા હોય. બેઘર થઇ જવું તે કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, સમાજ અને સરકાર પણ તેને માટે જવાબદાર છે. જે વ્યક્તિ ગરીબ છે તેને આજના હોઉંસિંગ માર્કેટમાં ઘર પોસવાનુંજ નથી એટલે એવા લોકો માથેથી છત ગુમાવી દે તેમાં કોઈ નવાઈ નથી. તેમની બેઘર થઇ જવાની શક્યતા બહુ મોટી છે. આ લોકો સખત મહેનત કે પ્રયત્નો નથી કરતા એવું પણ નથી. પણ ઓછી આવક પર જીવતા લોકોની સરખામણીમાં બજારમાં સસ્તાં ઘરોનો મોટો અભાવ છે.” જેની સ્મિથે કહ્યું.હોમલેસનેસ માઈગ્રન્ટ સમુદાયોમાં વધારે જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં તેમને સસ્તા મકાનોનો અભાવ તો અન્ય ઓસ્ટ્રેલિયનોની જેમ સતાવે જ છે પણ સાથે બિન અંગ્રેજી ભાષી લોકો વધુ પડકારોનો સામનો કરે છે. "ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થવામાં તેમણે ભાષા, સંસ્કૃતિ અને શિક્ષણની નવી વ્યવસ્થામાં ગોઠવાવાનું છે. એટલે વધારાના તણાવ માંથી તેઓ પસાર થાય છે. ટેડ્રોસ સમજાવે છે કે તેમાંના કેટલાકને ભાડૂત અધિકારો વિષે જાણ નથી તો ઘણા ઘર માલિકો દ્વારા શોષણનો ભોગ બને છે.
Source: AAP Image/Ann Marie Calilhanna
સહાય કેવી રીતે મેળવવી?
જો તમે ઘર ખોઈ દેવાના જોખમમાં હોવ અથવા બેઘર થઇ ચુક્યા હોવ, તો મદદ મેળવવા માટેના અનેક માર્ગ છે. દરેક રાજ્યમાં એવી સંસ્થાઓ છે જે તમારા મકાનમાલિક સાથે વાટાઘાટ કરવા, ઇમરજન્સી હાઉસિંગ શોધવા અથવા ભોજનની વ્યવસ્થામાં મદદ કરી શકે છે.
. કૌટુંબિક હિંસાના ભોગ બનેલા લોકો માટે, પણ છે. 1800 RESPECT.
જો તમે અંગ્રેજી કરતાં અન્ય ભાષામાં વાત કરવા માંગતા હોવ તો ઉપલબ્ધ છે. ઘણા સંગઠનો દ્વિભાષી કાર્યકરો ધરાવે છે.
Homeless shelter Source: Getty Images
તમે મદદ કરી શકો છો
જો તમે પોતાના ઘરમાં સુરક્ષિત અને સુખી હોવ તો પહેલી મદદ સહાનુભુતિ અને સદ્વ્યવહારની કરો.
"સૌથી મહત્વનું છે મુશ્કેલીમાં મુકાયેલા લોકો પ્રત્યે સહાનુભુતિ રાખવી અને તમારાથી થાય તેટલી મદદ કરો. કોઈ મદદ નાની નથી. બીજી ખરેખર મહત્વની બાબત છે કે લોકોએ દરેક ચુંટણીમાં મતદાન કરતા પહેલા તપાસ કરવી જોઈએ, પછી તે કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક ચૂંટણી હોય, જાણો, 'શું હું જેને મત આપવા માંગું છું તે ઉમેદવાર કે પક્ષ પાસે હોમલેસનેસને સંબોધવા કોઈ નક્કર યોજના છે ખરી?’
જે પક્ષને મત આપો તે બેઘર લોકો માટે કામ કરશે? અને નહિ, તો એવા ઉમદેવારને પસંદ કરો જે પોતે અથવા તેમનો પક્ષ હોમલેસનેસ દૂર કરવા નીતિ ધરાવે છે."
To find out more about homelessness services around Australia, visit the .
More stories on SBS Gujarati
ઝીરો પ્રોજેક્ટ-૨૦૨૦ સુધીમાં એડીલેડમાં કોઈ બેઘર નહિ હોય