ભયાનક સ્વરૂપ ધારણ કરી રહેલા કોરોનાવાઇરસને રોકવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. અને, લોકોને પણ સાવચેતી રાખવા માટે જણાવાઇ રહ્યું છે.
મતલબ કે, હાથ નહીં મિલાવવા, ભેટવું કે કીસ ન કરવી તથા લગભગ 1.5 મીટર દૂર રહેવા જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકો કોરોનાવાઇરસથી બચવા શું સાવચેતી રાખી શકે તે અંગે એક નજર...
શું તમે પલ્બિક ટ્રાન્સપોર્ટમાં હંમેશાં એક અંતર રાખી શકો?
જવાબ છે, ના.
પરંતુ, યુનિવર્સિટી ઓફ સિડનીના હેલ્થ સિક્યોરિટી એક્સપર્ટ એડમ કમરાડ્ટ-સ્કોટના જણાવ્યા પ્રમાણે, તે કોઇ મોટો પ્રશ્ન નથી.
હાલમાં જ આપણે જોઇએ છીએ કે પલ્બિક ટ્રાન્સપોર્ટમાં લોકોની ભીડ ઓછી થઇ ગઇ છે, તેથી જ પોતાના વર્તનમાં કોઇ ફેરફાર કરવાની જરૂર નથી.
જો, તમે સ્કૂલ, કોલેજ કે નોકરી પર જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે.
જેમ કે,
- પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કર્યા બાદ તમારા હાથ યોગ્ય રીતે ધોવો.
- ટ્રેન કે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે તમારા ચહેરાને વારંવાર અડવું નહીં
- ઉધરસ કે છીંક આવે ત્યારે સંભાળીને તે ક્રિયા કરવી.
- જો, કોઇ વ્યક્તિ સતત ઉધરસ કે છીંક ખાતી હોય ત્યારે જ તેનાથી સાવચેત રહેવું જોઇએ. સામાન્ય રીતે કોઇ ચિંતાજનક બાબત નથી.
- પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો કોઇ વ્યક્તિ બિમાર જણાય તો ગભરાઇ જવાની જરૂર નથી. ફક્ત તેનાથી અંતર રાખવું જરૂરી છે.
- કોરોનાવાઇરસનો ચેપ સતત કોઇ વ્યક્તિ સાથે 15 મિનીટ સુધી સીધા સંપર્કમાં આવ્યા બાદ જ લાગે છે.
Source: AAP
જવાબ છે, ના બધા જ નહીં.
- કમરાડ્ટ-સ્કોટ જણાવે છે કે કેટલાક વયજૂથના લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરવાથી બચવું જોઇએ.
- સતત ઉધરસ અને છીંક આવતી હોય તેવા લોકોએ આ સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરવાથી બચવું જોઇએ.
- આ ઉપરાંત, 60થી વધુ ઉંમરની વ્યક્તિમાં વાઇરસનો ચેપ ઝડપથી નુકસાન કરતો હોવાથી તે વયજૂથના લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા અગાઉ વિચાર કરવો જોઇએ.
પીક-અવર્સ દરમિયાન મુસાફરી ટાળવા પ્રયત્ન કરો
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં કે જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે, ત્યાં અધિકારીઓ લોકોને પોતાના મુસાફરીના સમયમાં ફેરફાર કરવા અંગે જણાવી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ ફોર ન્યૂ સાઉથ વેલ્સના પ્રવક્તાએ SBS News ને જણાયું હતું કે, અમે લોકોને આરોગ્યનું ધ્યાન રાખવા માટે જણાવી રહ્યા છીએ. અને, માંદગી દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છીએ.
જો પરિસ્થિતી વણસે તો...
એસોસિયેટ પ્રોફેસર કમરાડ્ટ-સ્કોટે જણાવ્યું હતું કે જો પરિસ્થિતી ખરાબ થાય તો સરકાર પાસે યોજના તૈયાર છે.
જેમાં ઘરેથી કામ કરવા ઉપરાંત, નોકરીના સમયમાં ફેરફાર અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટની સંખ્યા વધારવી જેવી યોજના અમલમાં મૂકી શકાય છે.
લોકો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એકબીજાથી અંતર રાખી શકે છે, પરંતુ ટ્રેન, ટ્રામ કે બસને સદંતર રીતે બંધ ન કરી શકાય.
પબ્લિક ટ્રાન્સપોર્ટ પર કેટલાય લોકો નિર્ભર રહેતા હોવાથી તેને યોગ્ય રીતે ચાલૂ રાખવું જરૂરી છે.