ઓસ્ટ્રેલિયાની રસીકરણની પ્રાથમિકતા ધરાવતા સમૂહ તથા રસી દેશમાં કયા સ્થળો પરથી સંચાલિત થશે તે વિશે માહિતી આપે છે. પ્રથમ હરોળના આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ક્વોરન્ટાઇન અને સરહદ પર તહેનાત કર્મચારીઓ તથા એજ અને ડિસેબિલીટી કેરના રહેવાસીઓ અને કર્મચારીઓને વિતરણ યોજનામાં પ્રાથમિકતા અપાશે.
તમે કોવિડ-19 રસી મેળવી શકો છો કે કેમ તથા ક્યાં તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવવી તે અંગે માહિતી મેળવવા માટે ની મુલાકાત લો.
તમે હજી પણ રસી માટે લાયક નથી અને 18 વર્ષથી મોટી ઉંમર છે તો, તમે ક્યારે લાયક બનશો તે અંગે જાણકારી મેળવવા વિનંતી કરી શકો છો.
16 વર્ષથી ઓછી ઉંમરના લોકો હાલમાં ઓસ્ટ્રેલિયામાં રસી લેવા માટે લાયક નથી.
તમે તમારા GP પાસે કોવિડ-19ની રસી માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. રસી વિશેની માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયામાં કઇ રસીની ભલામણ કરાઇ છે?
The Australian Technical Advisory Group on Immunisation [ATAGI] એ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ની રસીની સલાહ આપી છે.
60 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો માટે ની રસી પ્રાથમિકતા આપવામાં આવી છે જોકે, 18થી 59 વર્ષની વય ધરાવતા લોકો તેમના આરોગ્ય અધિકારી સાથે વાત કરીને તથા સ્વીકૃતિ આપીને કોવિડ-19 એસ્ટ્રાઝેનેકા રસી મેળવી શકે છે.
ની રસી 18 કે તેથી મોટી ઉંમરના લોકો માટે મંજૂર કરવામાં આવી છે પરંતુ તે સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.
તમારા રસીકરણ વિશેની માહિતી સાર્વજનિક રેકોર્ડમાં સંગ્રહિત થશે
સરકાર જે વ્યક્તિઓ રસીકરણ કરાવશે તેની માહિતીનો સંગ્રહ કરશે. આ ઓસ્ટ્રેલિયન રસીકરણ કાર્યક્રમ પ્રદાતાની જવાબદારી છે કે તેઓ COVID-19 રસી માટે દર્દીની માહિતીનો સંગ્રહ કરે.
દરેક વ્યક્તિના રસીકરણ અંગેની સ્થિતીની માહિતી My Health Record, Medicare (રસીકરણના ઇતિહાસની નોંધ) અથવા રસીકરણ દરમિયાન પ્રિન્ટ કરેલા પ્રમાણપત્ર દ્વારા મેળવી શકાશે. આ ઉપરાંત, ઇમેલ દ્વારા એક ઇલેક્ટ્રોનીક નોંધ પણ મોકલાશે.
COVID-19 નું રસીકરણ મફતમાં છે
ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તમામ વિસાધારકો માટે રસીકરણ મફત છે. સ્ટુડન્ટ વિસા, વર્કિંગ, સ્કીલ્ડ, ફેમિલી, પાર્ટનર, રેફ્યુજી, અસ્થાયી સુરક્ષા વિસા, માનવીય, રીજનલ, બ્રિઝીંગ તથા ખાસ વિસાધારકો કોરોનાવાઇરસની રસી મફતમાં મેળવવા માટે લાયક છે.
ડિટેન્શન સુવિધામાં રહેતા લોકો તથા જેમના વિસા રદ કરવામાં આવ્યા છે તેવા લોકો પણ રસી મેળવવા માટે લાયક છે.
SBS પર તમારી ભાષામાં કોરોનાવાઇરસને લગતી માહિતી મેળવો
સરકારની કોરોનાવાઇરસ વિશેની માહિતી
- ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ - COVID-19 રસી વિશેની માહિતી
- ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ - COVID-19 વિશેની માહિતી
- ઓસ્ટ્રેલિયામાં અન્ય વ્યક્તિથી 1.5 મીટરનું અંતર રાખવું જરૂરી છે.
- જો તમને તાવ અથવા શરદી હોય તો ઘરે જ રહો અને ટેસ્ટ કરાવો.
- તમારા રાજ્ય અને ટેરીટરીની માર્ગદર્શિકા તપાસો - , , , , , , .